Article 15: વર્ણ વ્યવસ્થાની કડવી સત્યતા જોઇ ગુસ્સો આવશે...

પ્રતિકાત્મક તસવીર

આયુષ્માન ખુરાનાની 'આર્ટિકલ-15'નું ટ્રેલર થયુ રિલીઝ ફિલ્મ એક સત્ય ઘટના પર આધારિત છે.

  • Share this:
    ન્યૂઝ18 ગુજરાતી: આયુષ્માન ખુરાનાની અપકમિંગ ફિલ્મ 'આર્ટિકલ-15'નું ટ્રેલર રિલીઝ થયુ છે. આ ફિલ્મની કહાની વર્ણ વ્યવસ્થા, જાતીઓની અસમાનતા પર આધારિત છે. નીચલી જાતીની બે સગીરાઓ સાથે ગેંગ રેપની ઘટના બને છે. અને તેમાં ઉંચલી જાતીનાં લોકો શામેલ છે. દેશમાં કઇ રીતે લોકોનાં મગજમાં જાત પાતનું ગણિત ચાલતુ રહેતું હોય છે. કોણ કોનાથી ઉપર અને કોણ છે સૌથી નીચે તેનો ફરક કરવામાં આવે છે.

    આ ફિલ્મમા આયુષ્માન ખુરાના એક પોલીસ ઓફિસરનાં રોલમાં નજર આવે છે. ફિલ્મ અનુભવ સિન્હાએ ડિરેક્ટ કરી છે. ઉત્તર પ્રદેશની એક ઘટના પર આ ફિલ્મ બનાવવામાં આવી છે આ એક સત્ય ઘટના પરથી બનેલી ફિલ્મ છે. અનુભવ સિન્હા આ પહેલાં 'મુલ્ક' જેવી ફિલ્મ ડિરેક્ટ કરી ચુક્યા છે.



    28 જૂનનાં રોજ રિલીઝ થવા જઇ રહેલી આ ફિલ્મનું ટ્રેલર એટલું દમદાર છે કે તે જોઇને ખરેખર તમને પણ દેશમાં વધતા જતા વર્ણ વ્યવસ્થાનાં ભેદ અંગે જોઇને જાણીને ગુસ્સો આવશે.
    Published by:Margi Pandya
    First published: