સોશિયલ મીડિયા પર ટ્રોલ થઇ આયેશા ટાંકિયા, ફેન્સે કહ્યું- આ શું કરી નાખ્યું તે..

આયેશા ટાંકિયા

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં ઘણી એવી હસીનાઓ છે જેઓ પોતાને સુંદર દેખાડવા માટે ગમે તે હદ સુધી જાય છે. ઘણી વખત તેઓ પ્લાસ્ટિક સર્જરી પણ કરાવી ચુક્યાં છે. મોટાભાગે આ સર્જરી સફળ રહે છે. તો ક્યારેક આ સર્જરી નિષ્ફળ નીવડે છે. અને તેનાંથી હસીનાઓ સુંદર દેખાવાની જગ્યાએ બદસૂરત દેખાવા લાગે છે.

  આ પણ વાંચો- PHOTOS: રાહુલ-દિશાનાં રિસેપ્શનમાં લાગ્યો TV સ્ટાર્સનો જમાવડો, અલી-જેસ્મીને લૂટી મહેફિલ

  આ લિસ્ટમાં એક છે વોન્ટેડ ગર્લ 'આયેશા ટાંકીયા',આયેશાએ સુંદર દેખાવાનાં ચક્કરમાં ફેસ સર્જરી કરાવી. જેમાં તેણે તેની લિપ્સ અને ચીક સર્જરી કરાવી હતી. જેમાં તે જરાં પણ સારી લાગતી નથી. આ સર્જરી બાદ તેનો ચહેરો વધુ પડતો ખરાબ થઇ ગયો છે.
  થોડા સમય પહેલાં આયેશાએ ઇન્સ્ટાગ્રામ પર તેની લેટેસ્ટ તસવીર શે કરી હતી. ગ્રીન કલરનાં વનપીસમાં તેણે તસવીર અને વીડિયો શેર કર્યા હતાં જે જોત જોતામાં વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં તેનાં હોઠ થોડા વિચિત્ર લાગે છે. તેની તસવીર અને વીડિયો શેર કરતાં જ તે ટ્રોલ થવા લાગી હતી.

  આ પણ વાંચો- TMKOC: દિલીપ જોશી નહોતા મેકર્સની પહેલી પસંદ, સૌ પહેલાં આ કલાકારોને ઓફર થયો હતો 'જેઠાલાલ'નો રોલ

  લોકોએ તેનો ચહેરો જોઇને પુછ્યું હતું કે, આ શું થઇ ગયું.. તો કોઇએ કહ્યું હતું કે, આટલી કેટલી સર્જરી કરાવી છે.. તો એક વ્યક્તિ લખે છે કે, તે તારો આખો ચહેરો બગાડી લીધો, તો એક લખે છે કે, આ શું કરી લીધુ ફેસની સાથે. તે આ પ્લાસ્ટિક સર્જરીથી તારા હોઠ બગાડી દીધા છે.
  Published by:Margi Pandya
  First published: