Home /News /entertainment /કોણ છે એ અભિનેત્રી જેના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ઘરમાં ભંગાણ પડ્યું?

કોણ છે એ અભિનેત્રી જેના કારણે સાનિયા મિર્ઝા અને શોએબ મલિકના ઘરમાં ભંગાણ પડ્યું?

ફોટો સૌ. સોશિયલ મીડિયા

નવેમ્બર 2021માં પાકિસ્તાની ક્રિકેટર અને સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે એક ફોટોશૂટ કરાવ્યો હતો. ફેમસ પાકિસ્તાની મેગેઝીન માટે કરાવેલા આ ફોટોશૂટમાં તેની સાથે એક્ટ્રેસ આયશા ઉમર દેખાતી હતી.

  ભારતીય ટેનિસ ખેલાડી સાનિયા મિર્ઝા અને તેના પતિ શોએબ મલિક હાલ ખૂબ ચર્ચામાં છે. ઘણા સમયથી એવી ચર્ચા છેડાયેલી છે કે, પાકિસ્તાની ક્રિકેટર શોએબ અને સાનિયાના છુટાછેડા થઈ રહ્યા છે. તેના વિશે હાલમાં તો આ કપલમાંથી કોઈ સામે આવ્યું નથી. પણ સોશિયલ મીડિયા પર યુઝર્સ શોએબ અને સાનિયાના છુટાછેડાનું કારણ શોધી લાવ્યા છે. કેટલાય યુઝર્સનું માનવું છે કે, આ મામલામાં એક પાકિસ્તાની એક્ટ્રેસ સાથે ડાયરેક્ટ કનેક્શન છે.

  પાકિસ્તાની અભિનેત્રીનું નામ વચ્ચે આવ્યું


  નવેમ્બર 2021માં પાકિસ્તાની ક્રિકેટર અને સાનિયા મિર્ઝાના પતિ શોએબ મલિકે એક ફોટોશૂટ કરાવ્યો હતો. ફેમસ પાકિસ્તાની મેગેઝીન માટે કરાવેલા આ ફોટોશૂટમાં તેની સાથે એક્ટ્રેસ આયશા ઉમર દેખાતી હતી. બંનેના ફોટો અને પોઝ ખૂબ જ બોલ્ડ હતા અને તેમની કેમેસ્ટ્રી જ ખૂબ જામતી હતી.ત્યારે હવે છૂટાછેડાની ચર્ચા વચ્ચે આ ફોટો પણ હાલમાં વાયરલ થઈ રહ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે, આયશા ઉમર, એજ શખ્સ છે જેના કારણે સાનિયાનું ઘર તૂટી રહ્યું છે. હવે આ વાતમાં કેટલી સચ્ચાઈ છે એતો નથી ખબર પણ અમે આપને જણાવી દઈએ કે, કોણ છે આ આયેશા ઉમર.
  View this post on Instagram


  A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

  કોણ છે આયશા ઉમર ?


  12 ઓક્ટોબર 1981ના રોજ લાહોરમાં જન્મેલી આયશા ઉંમર લોલીવૂડની ફેમસ એક્ટ્રેસ છે. જો તેને જોતા આપને લાગે કે, આ ચહેરો ક્યાંક જોયેલો છે, તો આપ સાચા છો. તમે કદાચ આયશાને પોપ્યુલર પાકિસ્તાની સીરિયલ 'જિંદગી ગુલઝાર હૈં' જોઈ હશે. આયશા ઉમર એક વર્ષથી ઉંમરે જ પોતાના પિતાને ખોઈ દીધા હતા. તેને તેના ભાઈ અને માતાએ મોટી કરી છે. અભિનેત્રીનું બાળપણ ખૂબ જ સંઘર્ષોમાં વિત્યું છે.

  લાહોર ગ્રામર સ્કૂલથી આયશા ઉમરે અભ્યાસ કર્યો, ત્યાર બાદ નેશનલ સ્કૂલ ઓફ આર્ટ્સમાંથી બેચલર્સ અને માસ્ટર્સની ડિગ્રી લીધી. સ્કૂલ અને કોલેજમાં આયશા થિએટર પ્લેમાં ભાગ લેતી હતી. ત્યાંથી જ તેને ડાંસ શિખ્યો. ઈંડસ્ટ્રીમાં કરિયરની શરુઆત મોડલ તરીકે કરી હતી. તેણે કેટલીય જાહેરાતોમાં કામ કર્યું છે. આઠ વર્ષની ઉંમરમાં જ તેણે મેરે બચપન કે દિનમાં શો હોસ્ટ કર્યો હતો.
  View this post on Instagram


  A post shared by Ayesha Omar (@ayesha.m.omar)

  અહીંથી એક્ટિંગની શરુઆત કરી


  આયશા ઉમરે ટીવી સિરીયલ કોલેજમાં જીન્સથી પોતાની એક્ટિંગ ડેબ્યૂ કર્યું હતું. ત્યાર બાદ તે બુલબુલે નામની સીરિયલમાં દેખાઈ. આ પાકિસ્તાનની સૌથી વધારે જોવાતી સીરિયત બની ગઈ હતી. વર્ષ 2012માં આયશા ઉમર સક્સેસફુલ ડ્રામા જિંદગી ગુલઝાર હેમાં કામ કર્યું હતું. તેમાં એક્ટર ફવાદ ખાન તેનો ભાઈ બન્યો હતો.

  ટીવી સીરિયોમાં કામ કરવાની સાથે સાથે આયશા ઉંમરે પાકિસ્તાની ફિલ્મોમાં પણ હાથ અજમાવ્યો. તેણે ફિલ્મ લવમેં ગમ અને મેં હું શાહીદ આફ્રિદીમાં આઈટમ નંબર કર્યો હતો. આ બંને ફિલ્મ હીટ રહી હતી. ત્યાર બાદ 2017માં આવેલી ફિલ્મ યલગારમાં દેખાઈ. પાકિસ્તાની એક્ટ્રેસ માહિરા ખાનની ફિલ્મ સાત દિન મોહબ્બત ઈનમાં પણ આયશા દેખાઈ હતી. 2018માં ન્યૂયોર્ક ફેશન વીકમાં પાકિસ્તાનને રેપ્રિજેન્ટ પણ કર્યુ હતું.

  સિંગર પણ છે આયશા ઉમર


  એક્ટર હોવાની સાથે સાથે આયશા ઉમર સિંગર પણ છે. તેણે મન ચલા હે, ભૂલી યાદો મેં, મંજલી, આઓ ઔર તૂ હી હૈ, જેવા ગીતો ગાયા છે. આ ઉપરાંત તે પેન્ટર પણ છે. આયશા ઉંમર એક ઈન્ટરવ્યૂમાં જણાવે છે કે, મોડલિંગ અને એક્ટિંગ પહેલા તેનો શોખ પેન્ટીંગ અને સિંગિંગનો હતો. ટૂંક સમયમાં આયશા ફવાઝ ખાન સાથે ફિલ્મ મની બેક ગેરેન્ટીમાં જોવા મળશે.
  Published by:Pravin Makwana
  First published:

  Tags: Sania mirza

  विज्ञापन
  विज्ञापन