Home /News /entertainment /Ayesha Jhulka: બોલિવૂડની આ હિરોઇન 160 ગુજરાતી બાળકોની માતા! હકીકત જાણીને તમે પણ ચોંકી જશો

Ayesha Jhulka: બોલિવૂડની આ હિરોઇન 160 ગુજરાતી બાળકોની માતા! હકીકત જાણીને તમે પણ ચોંકી જશો

બોલિવૂડ એક્ટ્રેસ આયેશા ઝુલ્કા - ફાઇલ તસવીર

Ayesha Jhulka: 90ના દાયકાની જાણીતી અભિનેત્રીઓમાંની એક આયેશા ઝુલ્કા આજે પણ લોકપ્રિય છે. પોતાની સુંદરતાથી લોકોના દિલમાં જગ્યા બનાવનારી આયેશાએ બાળ કલાકાર તરીકે ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરી હતી. આયેશા બહુ ઓછા સમયમાં બોલિવૂડની સફળ અભિનેત્રીઓની યાદીમાં સામેલ થઈ ગઈ હતી, પરંતુ તે ઈન્ડસ્ટ્રીમાં લાંબો સમય ટકી શકી નહોતી. ઉલ્લેખનીય છે કે, આજે આયેશા ફિલ્મોની દુનિયામાં ઘણી ઓછી એક્ટિવ છે, પરંતુ આજે પણ તે પોતાના શાનદાર પ્રોફેશનથી દરેક વર્ગના લોકોનું દિલ જીતી રહી છે. તેના કામના દરેક જગ્યાએ વખાણ થઈ રહ્યા છે. આ સાથે તે પોતાના કામથી તેના ચાહકોને ગર્વ અનુભવી રહી છે. તમે જાણીને વિશ્વાસ નહીં કરો કે 50 વર્ષની આયેશા 160 બાળકોની માતા છે. આવો જાણીએ આના વિશે કંઈક ખાસ.

વધુ જુઓ ...
નવી દિલ્હીઃ શ્રીનગરમાં જન્મેલી એવરગ્રીન બોલિવૂડ અભિનેત્રી આયેશા ઝુલ્કાએ બાળપણમાં જ હિરોઈન બનવાનું નક્કી કરી લીધું હતું, પરંતુ આ રસ્તે ચાલવું તેમના માટે સહેલું નહોતું. જ્યારે અભિનેત્રીએ તેના પરિવારને આ સપના વિશે જણાવ્યું ત્યારે પહેલા તો બધા તેના નિર્ણયની વિરુદ્ધ હતા, પરંતુ બાદમાં અભિનેત્રીએ તેના માટે બધાને મનાવી લીધા હતા. ઉલ્લેખનીય છે કે, આયશા તે દિવસોમાં ગ્લેમરની દુનિયાથી દૂર પોતાનો કપડાનો બિઝનેસ કરી રહી હતી. આ સિવાય તેણે એક-બે શોર્ટ ફિલ્મો પણ બનાવી છે.

આયેશા જુલ્કાએ વર્ષ 1993માં ફિલ્મ 'કુર્બાન'થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં આયેશા જુલ્કાનો હીરો સલમાન ખાન હતો. જો કે, તે આમિર ખાનની ફિલ્મ 'જો જીતા વોહી સિકંદર'થી રાતોરાત સ્ટાર બની ગઈ હતી. પરંતુ અફસોસ, તેનું સ્ટારડમ લાંબું ટકી શક્યું નહીં. 'દલાલ' ફિલ્મે તેની વધતી જતી કારકિર્દીનો ગ્રાફ નીચે ઉતાર્યો. ફિલ્મ 'આંચ'એ બાકીનું કામ પૂરું કર્યું. 27 વર્ષના ફિલ્મી કરિયરમાં આયેશાએ મિથુન ચક્રવર્તી, નાના પાટેકરથી લઈને આમિર ખાન, અક્ષય કુમાર અને સલમાન ખાન સુધીના હીરો સાથે કામ કર્યું છે. તેમની કારકિર્દીમાં તેમણે કુલ 52 ફિલ્મો કરી છે.

આયેશાના લગ્ન અને અફેર


જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો, આયેશાએ તે તમામ કલાકારોને ડેટ કરી હતી, જેમની સાથે તેણે કામ કર્યું હતું. તેમનું નામ નાના પાટેકર, સલમાન, મિથુન, અક્ષય કુમાર સાથે જોડાયું હતું. જો કે, તેમાંથી એકપણ વ્યક્તિ સાથે લગ્ન સુધી વાત પહોંચી નહોતી અને છેલ્લે 2003માં આયેશાએ બિઝનેસમેન સમીર વશી સાથે લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આયેશાએ ફિલ્મો છોડી દીધી હતી.તેથી જ આયેશાએ માતા ન બનવાનો નિર્ણય કર્યો


લગ્નને 30 વર્ષ વીતી ગયા છે, પરંતુ તેમને હજુ બાળક નથી. આવી સ્થિતિમાં આયેશાને તેના ફેમિલી પ્લાનિંગ વિશે વારંવાર પૂછવામાં આવે છે. એકવાર 'ઈ-ટાઈમ્સ'ને આપેલા ઈન્ટરવ્યૂમાં આયેશાએ પોતાના ફેમિલી પ્લાનિંગ વિશે જણાવ્યું હતું અને કહ્યું હતું કે, ભલે તેને પોતાનું કોઈ બાળક નથી, પણ 160 બાળકોને ઉછેરે છે.


ઈ-ટાઈમ્સ સાથેની વાતચીતમાં આયેશાએ કહ્યું હતું કે, ‘હું જીવનમાં ઘણાં ઈમોશનલ ઉતાર-ચઢાવમાંથી પસાર થઈ છે. જ્યારે મેં મારા પતિને કહ્યું કે હું બાળકો વિશે શું વિચારું છું, ત્યારે તે પણ સંમત થયા. લગ્ન પછી સમીર અને મેં ગુજરાતના બે ગામ દત્તક લીધા. અમે ત્યાંના 160 બાળકોના ભોજન અને શિક્ષણનો ખર્ચ ઉઠાવી રહ્યા છીએ. જ્યાં સુધી માતૃત્વની વાત છે, હું તે 160 બાળકોને મુંબઈ લાવી શકતી નથી અને તેમનો ઉછેર કરી શકતી નથી, પણ હા, હું ત્યાં ગામમાં જઈને એ લાગણીનો આનંદ માણું છું. અમે અમારા પોતાના પર બાળકો ન રાખવાનો નિર્ણય કર્યો છે અને અમે તેમાં ખુશ છીએ.’

આજે પણ આયેશા ઝુલ્કા ખૂબ જ માસૂમ લાગે છે


અભિનેત્રી છેલ્લે 2018માં આવેલી ફિલ્મ 'જીનિયસ'માં માતા તરીકે જોવા મળી હતી. આ સિવાય તે સોશિયલ મીડિયા પર પણ ઘણી એક્ટિવ રહે છે. તે હજી પણ ઇન્ટરનેટ દ્વારા તેના ચાહકો સાથે જોડાયેલી છે. આટલા સમય પછી બધું બદલાઈ ગયું છે. પરંતુ એક વસ્તુ જે આજે પણ બદલાઈ નથી તે છે આયેશા ઝુલ્કાની નિર્દોષતા. આજે પણ તે એટલી જ ક્યૂટ લાગે છે જેટલી તે પોતાના ડેબ્યૂ દરમિયાન લાગતી હતી.
First published:

Tags: Ayesha Jhulka, Bollywood actress, Bollywood Celeb, Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, Bollywood બોલિવૂડ

विज्ञापन