Home /News /entertainment /‘પહેલા નશા’વાળી આયશા ઝુલ્કા વર્ષો બાદ કમબેક કરશે, આ કારણે ફિલ્મોમાં કામ કરવાનું છોડ્યું હતું

‘પહેલા નશા’વાળી આયશા ઝુલ્કા વર્ષો બાદ કમબેક કરશે, આ કારણે ફિલ્મોમાં કામ કરવાનું છોડ્યું હતું

આયેશા ઝુલકા કરશે વાપસી

90ના દાયકાની ટોચની અભિનેત્રી આયશા ઝુલ્કાએ (Ayesha Jhulka) એ સમયે બોલિવુડ છોડ્યું જ્યારે તેની કારકિર્દી ટોચે હતી. હવે તે ટૂંક સમયમાં Where Are They નામની એક વેબ સિરીઝથી કમબેક (Ayesha Jhulka comeback) કરવાની છે

સિલ્વર સ્ક્રીન પર ‘કુરબાન’ ફિલ્મમાં સલમાન ખાન (Salman Khan)ની પહેલી વખત હિરોઈન બનેલી આયશા ઝુલ્કા (Ayesha Jhulka)ને લોકોનો ખૂબ પ્રેમ મળ્યો. 1991માં આયશાએ પોતાની સાદગી અને સ્મિતથી દર્શકોનું દિલ જીતી લીધું હતું. ત્યારબાદ અભિનેત્રીને ફિલ્મ ‘ખિલાડી’ અને ‘જો જીતા વહી સિકંદર’ જેવી સુપરહિટ ફિલ્મોને કારણે ઓળખ મળી. પરંતુ થોડા વર્ષો બાદ આ સ્ટારડમ અચાનક ગાયબ થઈ ગયું. 1991 પછી આયશાએ ફિલ્મોથી દૂર રહેવાનું શરુ કર્યું. આટલા વર્ષોની દૂરી બાદ આયશા ફરી પડદે જોવા મળવાની છે. તેણે તાજેતરમાં જ જણાવ્યું કે એવું કયું કારણ હતું જેથી તે સિનેમા જગતથી દૂર થઈ ગઈ.
વર્ષમાં પાંચ-પાંચ ફિલ્મો કરતી આયશા ઝુલ્કા

આ પણ વાંચો-KBCનાં મંચ પર જ્યારે પ્રતીકે ભજવ્યું 'મોહનનો મસાલો' નાટકનો અંશ, બિગ બી થયા ભાવૂક

જ્યારે આયશા ઝુલ્કાએ સલમાન ખાન સાથે ‘કુરબાન’ ફિલ્મથી બોલિવુડ ડેબ્યુ કર્યું ત્યારે તેને ઇન્ડસ્ટ્રી વિશે બહુ ખ્યાલ ન હતો. ફિલ્મ રિલીઝ થઈ અને આયશા છવાઈ ગઈ. તેની સાથે કામ કરવા ઘણાં લોકો આતુર હતા. આયશાને એક પછી એક ફિલ્મો મળતી ગઈ. ‘જો જીતા વહી સિકંદર’, ‘ખિલાડી’ને કારણે ઓળખ મળી.એક સમય એવો પણ આવ્યો કે જ્યારે આયશાની વર્ષમાં પાંચ-પાંચ ફિલ્મો રિલીઝ થતી. પણ આ બધું સરળ ન હતું કેમકે એ સમયે આટલી બધી ફેસિલિટી ન હતી. દિવસ-રાતના શૂટિંગમાંથી આયશા પોતાના માટે સમય કાઢી શક્તી ન હતી.

આ પણ વાંચો- બિગ બીને પગની આંગળી પર આવ્યું ફ્રેક્ચર, છતાં KBC 'નવરાત્રી સ્પેશિયલ એપિસોડ'નું કર્યું શૂટિંગ

90ના દાયકાની ટોચની અભિનેત્રી ગણાતી આયશા ઝુલ્કાએ (Ayesha Jhulka) એ સમયે બોલિવુડ છોડ્યું જ્યારે તેની કારકિર્દી ટોચે હતી. બોલિવુડ છોડ્યા બાદ આયશાએ લગ્ન કર્યા અને બિઝનેસમાં પરોવાઈ ગઈ. હવે તે ટૂંક સમયમાં Where Are They નામની એક વેબ સિરીઝથી કમબેક કરવાની છે.
આ કારણે ફિલ્મોમાં કામ કરવાનું છોડ્યું હતું

આ પણ વાંચો-Nia Sharma: મિની ડ્રેસમાં નિયા શર્માનો જોવા મળ્યો સેક્સી અવતાર, જુઓ PHOTOS

NIFTની સ્ટુડન્ટ રહી ચૂકેલી આયશાનું ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં આવવું ફક્ત એક સંજોગ હતો. હિન્દુસ્તાન ટાઈમ્સને આપેલા એક ઇન્ટરવ્યૂમાં આયશાએ જણાવ્યું હતું કે આખરે શા માટે તે લાંબો સમય પડદા પરથી ગાયબ હતી. આયશાએ જણાવ્યું કે તેને પરફોર્મન્સ ઓરિએન્ટેડ રોલ ન મળવાને લીધે તે ફિલ્મોથી દૂર થઈ ગઈ. તે ફિલ્મોમાં કામ તો કરી રહી હતી પણ દરેક ફિલ્મમાં લગભગ એક જેવું પાત્ર ઓફર થતું હતું જેનાથી તે કંટાળી ગઈ હતી. આ કારણોસર અભિનેત્રીએ ફિલ્મો ઠુકરાવી દીધી. ત્યારબાદ આયશાએ લગ્ન કરીને બીજી ઇનિંગની શરૂઆત કરી.
આયશા ઝુલ્કાએ હિન્દી ઉપરાંત તમિલ, તેલુગુ અને કન્નડ ફિલ્મોમાં કામ કર્યું છે. ફિલ્મી દુનિયાથી દૂર થયા બાદ આયશાએ બિઝનેસ ક્ષેત્રે ઘણું નામ કમાયું છે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Ayesha Jhulka, Entertainment news, Trending news