Home /News /entertainment /Web Series : આ વેબ સિરીઝના ટ્રેલર જોઈને વધી જશે ઉત્સુકતા, જાણો કોણ-કોણ છે યાદીમાં
Web Series : આ વેબ સિરીઝના ટ્રેલર જોઈને વધી જશે ઉત્સુકતા, જાણો કોણ-કોણ છે યાદીમાં
શી સિઝન 2 ની પ્રથમ સિઝન જબરદસ્ત હિટ ગયા પછી હવે બીજી સિઝન 17મી જૂને રજૂ રિલીઝ થઇ છે (તસવીર - સોશિયલ મીડિયા)
Entertainment News - સોની લિવ પર અવરોધની બીજી સિઝન 24 જૂને રિલીઝ થવા જઈ રહી છે. અવરોધોની પહેલી સિઝનમાં અમિત સાધના ખૂબ વખાણ થયા હતા. જેથી હવે બીજી સિઝન પણ જોરદાર બની રહે તેવી શક્યતા છે
વેબ સિરીઝ (Web series) વધુ ખર્ચ કર્યા વગર સારું મનોરંજન (Entertainment)કરે છે. જેથી લોકો નવી સિરીઝની રાહ જોતા હોય છે. આ અઠવાડિયે પણ ઘણી બેસ્ટ વેબ સિરીઝ રિલીઝ થઇ છે. જેમાં એક્શન, રોમાન્સ, રોમાંચ અને નફરતનો નવો અંદાજ જોવા મળશે. અહીં આ અઠવાડિયે રિલીઝ થયેલી અને હવે થનારી વેબ સિરીઝ અંગે જાણકારી આપવામાં આવી છે.
બંદો મેં થા દમ
આ સિરીઝ નીરજ પાંડે દિગ્દર્શિત છે અને સ્પોર્ટ્સ ડ્રામા છે. નીરજ અગાઉ ઘણી સારી ફિલ્મોનું દિગ્દર્શન કરી ચૂક્યો છે. આ સિરીઝને ડોક્યુમેન્ટ્રી સ્ટાઈલમાં તૈયાર કરવામાં આવી છે અને તેમાં કોઈ એક્ટર્સ નહીં પણ રિયલ ક્રિકેટર્સ છે. ક્રિકેટના શોખીનો માટે આ સિરીઝ ખાસ બની જશે. આ સિરીઝ 16 જૂને રિલીઝ થઈ છે અને તેને વૂટ સિલેક્ટ પર જોઈ શકાય છે.
શી સિઝન 2
પ્રથમ સિઝન જબરદસ્ત હિટ ગયા પછી હવે બીજી સિઝન 17મી જૂને રજૂ રિલીઝ થઇ છે. જેમાં આશ્રમ ફેમ અદિતિ પોહંકર, વિજય વર્મા અને વિશ્વાસ કિની જેવા સ્ટાર્સ છે. આ સીરિઝમાં ઘણા એક્શન દ્રશ્યો જોવા મળશે. જેથી જો તમને એક્શન, મિસ્ટ્રી જોવામાં રસ હોય તો તમે નેટફ્લિક્સ પર આ સીરિઝ જોઈ શકો છો.
બોમન ઈરાની અત્યાર સુધી મોટા પડદા પર ધૂમ મચાવતો હતો અને હવે ઓટીટીની દુનિયામાં પગ મૂકવા જઈ રહ્યો છે. હોટસ્ટારની માસૂમ વેબ સિરીઝ 17 જૂને રિલીઝ થઇ છે, જેમાં બોમન ઇરાની સાથે સમારા તિજોરી પણ હશે. આ સિરીઝમાં બોમનનું પાત્ર ખૂબ જ અલગ છે, તેણે અગાઉ આવું પાત્ર ભજવ્યું નથી
હશ હશ
તનુજા ચંદ્રા દિગ્દર્શિત આ સિરિઝ 22 જૂને એમેઝોન પ્રાઇમ વિડિયો પર રજૂ થવાની છે. આ સિરીઝમાં સોહા અલી ખાન, જૂહી ચાવલા, આયેશા જુલ્કા કરિશ્મા તન્ના, શહાના ગોસ્વામી અને કૃતિકા કામરા જોવા મળશે. આ સિરીઝ મહિલા કેન્દ્રિત છે. આ સાથે જ આયેશા જુલ્કા લાંબા સમય બાદ પડદા પર જોવા મળશે.
અવરોધ 2
સોની લિવ પર અવરોધની બીજી સિઝન 24 જૂને રિલીઝ થવા જઈ રહી છે. અવરોધોની પહેલી સીઝનમાં અમિત સાધના ખૂબ વખાણ થયા હતા. જેથી હવે બીજી સિઝન પણ જોરદાર બની રહે તેવી શક્યતા છે. તેનું ટ્રેલર ખૂબ સારું છે અને તે જોયા બાદ તમે સિરીઝ જોવા આતુર થઈ જશો.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર