Home /News /entertainment /Avatar Wins Oscar: 'અવતારઃ ધ વે ઓફ વોટર' ઓસ્કારમાં છવાઈ, વિઝ્યુઅલ ઈફેક્ટ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

Avatar Wins Oscar: 'અવતારઃ ધ વે ઓફ વોટર' ઓસ્કારમાં છવાઈ, વિઝ્યુઅલ ઈફેક્ટ કેટેગરીમાં મળ્યો એવોર્ડ

અવતારને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ માટે મળ્યો એવોર્ડ...

અવતાર 2 એ ઓસ્કારના મંચ પર પણ ઈતિહાસ રચ્યો છે. આ ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ કેટેગરીમાં 95મો ઓસ્કાર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે.

મુંબઈ  : 16 વર્ષ પહેલા રિલીઝ થયેલ અવતાર એ દર્શકોના મનમાં પોતાનો જબરદસ્ત ચાર્મ ફેલાવ્યો હતો. ડાયરેક્ટર (James Cameron) જેમ્સ કેમરોનની ફિલ્મ (Avatar: The Way of Water) 'અવતારઃ ધ વે ઓફ વોટર'એ બોક્સ ઓફિસ પર પોતાનો ઝંડો ગાઢ્યો છે. આ પછી હવે આ ફિલ્મે ઈતિહાસ રચીને ઓસ્કરના સ્ટેજ પર પણ પોતાનું નામ નોંધાવ્યું છે.

ખાસ વાત એ છે કે, 16 વર્ષ પહેલા રિલીઝ થયેલી અવતારને બેસ્ટ વિઝ્યુઅલ ઈફેક્ટ્સ કેટેગરીમાં પણ ટાઈટલ મળ્યું હતું. જેમ્સ કેમરોન અને તેમની આખી ટીમ આ સમાચારથી ખૂબ જ ખુશ છે. તમને જણાવી દઈએ કે, આ ફિલ્મ 16 ડિસેમ્બર 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થઈ છે.

રીપોર્ટ્સ અનુસાર, આ ફિલ્મ 250 મિલિયન ડોલરના બજેટમાં બની છે. રિલીઝ પછી, ફિલ્મે વિશ્વભરમાં 1.7 અબજની કમાણી કરી. સમાચાર અનુસાર, આ પહેલા 2009માં રિલીઝ થયેલા ઓરિજિનલ અવતારને ત્રણ ઓસ્કાર એવોર્ડ મળ્યા હતા.

આ પણ વાંચો : અને અમે કરી બતાવ્યું... નાટુ નાટુને ઓસ્કાર મળતા રાજામૌલી આપી પ્રતીક્રીયા, રામ ચરણ અને જુનિયર NTRએ પણ કંઈક આવુ કહ્યું...

OTT પર છવાશે અવતાર

હવે એવા સમાચાર પણ આવી રહ્યા છે કે, 'અવતારઃ ધ વે ઓફ વોટર' થિયેટરોમાં ધૂમ મચાવ્યા બાદ OTT પર પોતાનો ચાર્મ ફેલાવવા જઈ રહી છે. માહિતી અનુસાર, આ ફિલ્મ આ 28મી માર્ચથી OTT પર સ્ટ્રીમ કરવામાં આવશે. તેની માહિતી અવતારના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે. તેથી જેમણે અત્યાર સુધી આ ફિલ્મનો આનંદ માણ્યો નથી તે OTT પર રિલીઝ થવાના આ સમાચારથી ખુશ છે.

અદ્ભુત સ્ટાર કાસ્ટ

બીજી તરફ જો ફિલ્મની વાત કરીએ તો, જેમ્સ કેમરોન અને જોન લેન્ડ્યુએ આ ફિલ્મ બનાવી છે. જ્યારે, તેનું નિર્દેશન જેમ્સ દ્વારા કરવામાં આવ્યું છે. પટકથા લેખક છે જેમ્સ કેમેરોન, રિક જાફા, અમાન્દા સિલ્વર, જોસ ફ્રીડમેન અને શેન સાલેર્નો. સ્ટાર કાસ્ટમાં સેમ વર્થિંગ્ટન, ઝો સાલ્ડાના, સિગૉર્ની વીવર, સ્ટીફન લેંગ અને કેટ વિન્સલેટનો સમાવેશ થાય છે. એકંદરે, તમે ફિલ્મનો મહત્તમ શ્રેય જેમ્સ કેમરનને આપી શકો છો.
First published:

Tags: Hollywood News, Oscar 2023, Oscar Award

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો