આદિત્ય નારાયણની વધશે મુશ્કેલીઓ, પીડિતની હાલત નાજૂક

News18 Gujarati
Updated: March 26, 2018, 3:23 PM IST
આદિત્ય નારાયણની વધશે મુશ્કેલીઓ, પીડિતની હાલત નાજૂક
અકસ્માતનાં બે અઠવાડિયા થઇ ગયા છે. પણ હજૂ પણ રિક્ષા ડ્રાઇવરની સ્થિતિ ગંભીર છે

અકસ્માતનાં બે અઠવાડિયા થઇ ગયા છે. પણ હજૂ પણ રિક્ષા ડ્રાઇવરની સ્થિતિ ગંભીર છે

  • Share this:
મુંબઇ: આદિત્ય નારાયણનો 12 માર્ચનાં રોજ એક્સિડન્ટ થયો હતો. તેની કારથી ઓટો ડ્રાઇવરને ટક્કર વાગી હતી. અને તે વ્યક્તિ હોસ્પિટલમાં દાખલ હતો. હાલમાં તેની હાલત નાજૂક છે. આ અકસ્માતનાં બે અઠવાડિયા થઇ ગયા છે. પણ હજૂ પણ રિક્ષા ડ્રાઇવરની સ્થિતિ ગંભીર છે.

પિતા ઉદિત નારાયણ ઉઠાવી રહ્યાં છે દર્દીનો ખર્ચો
આ દૂર્ધટનાની જાણકારી મળતા જ ઉદિત નારાયણે તેનાં દિકરાની ભૂલની માફી માંગતા એક્સિડન્ટનો ખર્ચો ઉઠાવવાનો વાયદો કર્યો હતો. પીડિતને મુંબઇની

કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતાં. જ્યાં તેનો ઇલાજ કરવામાં આવી રહ્યો છે હોસ્પિટલનો ખર્ચ ઉદિત નારાયણ ઉઠાવી રહ્યાં છે.

પીડિતની પરિસ્થિતિ છે ખરાબ
સોર્સિસની માનીયે તો, તે ઓટો ચાલકની હાલત હાલમાં ગંભીર છે તે ન તો કંઇ બોલી શકી રહ્યો છે કે ન તો તેનાં પરિવારનાં કોઇપણ વ્યક્તિને ઓળખી રહ્યો છે. સાથે જ દિવસે દિવસે તેની હાલત બગડી રહી છે. તે ફક્ત તેની આંખો હલાવી શકે છે પણ તે તેનું બાકીનું શરીર મૂવ નથી કરી શકતો.આર્થિક અને માનસિક સંકટમાં રિક્ષા ડ્રાઇવરનો પરિવાર
રિક્ષા ડ્રાઇવરને બે બાળકો છે તેને 25 વર્ષનો એક દીકરો અને 30 વર્ષની એક દીકરી છે. દીકરીનાં હજુ સુધી લગ્ન નથી થયા. રિક્ષા ચાલકની આર્થિક સ્થિતિ ઘણી જ કમજોર છે. મિલ બંધ થયા બાદ ડ્રાઇવરે તેનાં મિત્રો પાસેથી પૈસા ઉધાર લઇને રિક્ષા ખરીદી હતી. પણ તે ચોરી થઇ ગઇ હતી. જે બાદ તેણે બેંકથી લોન લઇને ફરીથી ઓટો ખરીદી. આ ઓટોનો દર મહિને તે 7000 રૂપિયાનો લોનનો હપ્તો તે ચુકવે છે. જે બાદ વધેલી રકમથી તેનું ઘર ચાલે છે. આ દૂર્ધટના બાદ તેનાં પરિવારની આર્થિક અને માનસિક સ્થિતિ ખરાબ થઇ ગઇ છે.
First published: March 26, 2018, 3:23 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading