Home /News /entertainment /Attack Trailer : એટેક ફિલ્મમાં જ્હોન અબ્રાહમે આયર્ન મેન અને કેપ્ટન અમેરિકાની યાદ અપાવી, ચાહકોએ કહ્યું- ભારતીય એવેન્જર્સની શરૂઆત
Attack Trailer : એટેક ફિલ્મમાં જ્હોન અબ્રાહમે આયર્ન મેન અને કેપ્ટન અમેરિકાની યાદ અપાવી, ચાહકોએ કહ્યું- ભારતીય એવેન્જર્સની શરૂઆત
જ્હોન અબ્રાહમ ફિલ્મ એટેક
Attack Trailer : જ્હોન અબ્રાહમ (John abraham) ની ફિલ્મ એટેક (Attack movie) ના ટ્રેલરને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા ચાહકોએ ટ્રેલરના VFX અને સંગીત માટે તેની પ્રશંસા કરી છે. અનેક ચાહકો ટ્રેલર જોઈ ચોંકી ગયા છે
Attack Trailer : જ્હોન અબ્રાહમ (John abraham) ની આગામી ફિલ્મ એટેકનું બીજું ટ્રેલર (Attack movie trailer) લોન્ચ થઈ ચૂક્યું છે. ટ્રેલર પરથી કહી શકાય કે, આ ફિલ્મમાં માર્વેલ સીનેમેટિક યુનિવર્સ (Marvel cinematic universe)ના લોકપ્રિય પાત્રો કૅપ્ટન અમેરિકા (Caption America) અને આયર્ન મેન (Iron man) પરથી ભરપૂર પ્રેરણા લેવામાં આવી છે. એટેક ફિલ્મમાં જ્હોન અબ્રાહમ સુપર સોલ્જર (Super soldier) નું પાત્ર ભજવે છે. જેની પાસે ટોની સ્ટાર્કના J.A.R.V.I.S. જેવી અત્યાધુનિક AI સિસ્ટમ છે.
આ ફિલ્મના ટ્રેલરની શરૂઆત એક ફાઈટથી થાય છે. જ્યાં AI જ્હોનની ફાઇટ થયા પછીના નુકસાનનું મૂલ્યાંકન કરે છે. પોલીસ આવતી હોવાનું જાણીને જ્હોન બિલ્ડિંગની છત પર પહોંચે છે અને ત્યારે AI તેને નાસી છૂટવા છલાંગ લગાવવાનું સૂચન કરે છે. ત્યારબાદ ખચકાટ સાથે તે ઓર્ડરનું પાલન કરે છે અને કૂદકો લગાવે છે.
ટ્રેલરની જેમ જેમ આગળ જાય તેમ તેમ જ્હૉન એક સાયન્ટિફિક પ્રોજેક્ટનો સબ્જેક્ટ હોવાનું સામે આવે છે. આ ફિલ્મમાં રકુલ પ્રીત સિંહ વૈજ્ઞાનિકની ભૂમિકા ભજવી રહી છે. તે પોતાના કેરેક્ટરને અપગ્રેડ આપે છે. ત્યારબાદ પ્રાયોગિક સુપર-સૈનિકને ભારતીય સંસદમાં બંધક બનાવવામાં આવેલા લોકોને બચાવવાનું કામ સોંપવામાં આવે છે.
અહીં જુઓ એટેકનું ટ્રેલર
" isDesktop="true" id="1191487" >
ઉલ્લેખનીય છે કે, ટ્રેલરને વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ મળી છે. ઘણા ચાહકોએ ટ્રેલરના VFX અને સંગીત માટે તેની પ્રશંસા કરી છે. અનેક ચાહકો ટ્રેલર જોઈ ચોંકી ગયા છે. યુટ્યુબ પર ટ્રેલર હેઠળના કોમેન્ટ બોક્સમાં એક ચાહકે કોમેન્ટ કરી છે કે, ડાયરેક્શન, કૅમેરા એન્ગલ, CGI અને AI જોરદાર છે.. વાહ અંતે એવું આવ્યું કે બોલિવૂડમાં હોલીવુડ જેવું કહી શકીએ.. જોવા માટે ઉત્સુક છીએ. અન્ય એક ચાહકે લખ્યું કે, BGM અને બેક ટુ બેક એક્શન સિક્વન્સ સાથે થિયેટરમાં અલગ જ લેવલની મજા આપશે.
કેટલાક ચાહકોએ આ ટ્રેલરની તુલના હોલીવુડની માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સાથે પણ કરી હતી. એક ચાહકે લખ્યું, "આયર્ન મેન અને કેપ્ટન અમેરિકાનો એક પરફેક્ટ કોમ્બો." વધુ એક યુઝરે લખ્યું કે, આ ભારતીય એવેન્જર્સની શરૂઆત છે અને તે (જ્હોન) ટોની સ્ટાર્ક છે.
જે.એ એન્ટરટેઇનમેન્ટની એટેક ફિલ્મમાં સુમિત બથેજા અને વિશાલ કપૂર સહ-લેખક છે. આ ફિલ્મ જ્હોન અબ્રાહમનું બ્રેનચાઇલ્ડ છે અને ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્ય આનંદે કર્યું છે. આ ફિલ્મમાં જેકલીન ફર્નાન્ડીઝ અને રકુલ પ્રીત સિંઘ પણ છે. આ ફિલ્મ 1 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થશે.
Published by:kiran mehta
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર