Home /News /entertainment /Attack Movie review : યુઝર્સે જ્હોન અબ્રાહમની ફિલ્મને હોલિવૂડ લેવલની અને ભારતની માર્વેલ મુવી ગણાવી

Attack Movie review : યુઝર્સે જ્હોન અબ્રાહમની ફિલ્મને હોલિવૂડ લેવલની અને ભારતની માર્વેલ મુવી ગણાવી

એટેક ફિલ્મ રિવ્યૂ

Attack Movie review : જ્હોન અબ્રાહમ (John abraham) ની એટેક (Attack) ફિલ્મના ટ્રેલરને ગત મહિને રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેણે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા જેવી ફિલ્મોની યાદ અપાવી હતી. આ ફિલ્મમાં જ્હૉન અદ્યતન AI સિસ્ટમ સાથે સુપર-સોલ્જરનો રોલ કરી રહ્યો છે

વધુ જુઓ ...
Attack Movie review : આજે જ્હોન અબ્રાહમ (John abraham) ની એટેક (Attack) ફિલ્મ રિલીઝ થઈ ગઈ છે. આ ફિલ્મના રિવ્યુ (Attack movie twitter review) આવવા લાગ્યા છે. આ રિવ્યુ પરથી લોકોને એટેક ફિલ્મ ખૂબ ગમી હોવાનું અને આ ફિલ્મમાં હોલિવૂડ (Hollywood) સ્ટાઇલની એક્શન સિક્વન્સથી પ્રભાવિત થયા હોવાનું જણાય છે.

ગત મહિને એટેક ફિલ્મના ટ્રેલરને રિલીઝ કરવામાં આવ્યું હતું અને તેણે માર્વેલ સિનેમેટિક યુનિવર્સની આયર્ન મેન અને કેપ્ટન અમેરિકા જેવી ફિલ્મોની યાદ અપાવી હતી. આ ફિલ્મમાં જ્હૉન અદ્યતન AI સિસ્ટમ સાથે સુપર-સોલ્જરનો રોલ કરી રહ્યો છે. ટ્રેલર પરથી જ્હોનનો વૈજ્ઞાનિક પ્રોજેક્ટ માટે હ્યુમન ઓબ્જેક્ટ તરીકે ઉપયોગ થશે તેવો સંકેત આપવામાં આવ્યો હતો.

આ ફિલ્મમાં જ્હોન સાથે રકુલ પ્રીત સિંહ અને જેકલીન ફર્નાન્ડીઝ પણ છે. આ ફિલ્મ જેએ એન્ટરટેઇનમેન્ટની છે. ફિલ્મને સુમિત બથેજા અને વિશાલ કપૂર દ્વારા લખવામાં આવી છે, તેમજ આ ફિલ્મનું દિગ્દર્શન લક્ષ્ય આનંદે કર્યું છે.

આ ટ્રેલર બાદ ચાહકોમાં ભારે ઉત્કંઠા જોવા મળી હતી. હવે ફિલ્મના રિવ્યુ આવવા લાગ્યા છે. ત્યારે ટ્વિટર પર એક યુઝરે લખ્યું છે કે, "BROOOOOoo #Attack ખૂબ જ સારી છે, #India તરફથી હોલીવુડ સ્તરની ફિલ્મ. જો તમને #Uri ગમતું હોય, તો તમે #JohnAbrahamની એટેક પસંદ કરશો. આ ભારતની માર્વેલ ફિલ્મ જેવી છે. નેક્સ્ટ લેવલ મેન. @TheJohnAbraham @Rakulpreet @Asli_Jacqueline

અન્ય એક યુઝરે રિવ્યુમાં લખ્યું છે કે, "#Attack એડ્રેનાલિન પમ્પિંગ એક્શન પેક્ડ રાઇડ છે, જે હોલીવૂડની ફિલ્મ કરતા ટેકનિક એન સ્ટાઇલમાં જરાય ઓછી નથી! ⁦@TheJohnAbraham⁩ સુપર સોલ્જર છે! ⁦@Rakulpreet⁩ સારી છે! ⁦@LakshyaRajAnandએ અદભુત પદાર્પણ કર્યું છે! @Asli_Jacqueline⁩ ખૂબ અદભુત દેખાય છે!

વધુ એક યુઝરે લખ્યું છે કે, મારા શબ્દો લાખો રાખો #Attack મૂવી એ એક અનોખી એક્શન મૂવી છે જે તમે ક્યારેય બોલિવૂડમાં/સાઉથ ઇન્ડસ્ટ્રીમાં જોઈ નહીં હોય. તમે અત્યાર સુધીની તમામ જૂની એક્શન ફિલ્મો જોઇ છે, એટેક તેમનાથી ખૂબ જ અલગ છે.

અહીં ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થયું, ત્યારે પણ તેને આવો જ અદભુત પ્રતિસાદ મળ્યો હતો. ત્યારે લોકોએ તેની તુલના હોલિવૂડની ફિલ્મો સાથે કરી હતી. ઘણા ચાહકોએ તેના VFX અને સંગીત માટે તેની પ્રશંસા કરી હતી. યુટ્યુબમાં એક યુઝરે કોમેન્ટમાં લખ્યું હતું કે, "જોરદાર...!! ડાયરેક્શન, કૅમેરા એન્ગલ, CGI અને AIનો અદભુત ઉપયોગ... વાહ આખરે કંઈક એવું જેને આપણે બોલીવુડમાં હોલીવુડ જેવું કહી શકીએ... જોવા માટે આતુર છીએ.

આ પણ વાંચોSharmaji Namkeen Review: એક જ પાત્રમાં ઋષિ કપૂર અને પરેશ રાવલનુ અદ્ભૂત બ્લેન્ડ, કેવી છે ફિલ્મ અહીં જાણો

કેટલાક લોકોએ તેની તુલના હોલીવુડની માર્વેલ સિનેમેટિક યુનિવર્સ સાથે પણ કરી હતી. એક ચાહકે લખ્યું હતું કે, આયર્ન મેન અને કેપ્ટન અમેરિકાનો એક પરફેક્ટ કોમ્બો. અન્ય કોમેન્ટમાં યુઝરે આ ફિલ્મને ભારતીય એવેન્જર્સની શરૂઆત ગણાવી હતી.
First published:

Tags: Bollywood Latest News, Bollywood News in Gujarati, Film Review, John Abraham, Movie Review, Review

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો