Home /News /entertainment /રાતોરાત તારક મહેતા..માં ભિડેએ બદલી દીધું પોતાનું નામ! ક્લિક કરીને જોઇ લો તસવીર, તમને ગમ્યું આ નવું નામ?
રાતોરાત તારક મહેતા..માં ભિડેએ બદલી દીધું પોતાનું નામ! ક્લિક કરીને જોઇ લો તસવીર, તમને ગમ્યું આ નવું નામ?
સિરીયલમાં અનેક ટ્વિસ્ટ આવતા રહે છે.
TMKOC serial: નાના બાળકોથી લઇને મોટા..એમ મોટાભાગના લોકોના ઘરમાં લોકો તારક મહેતા..જોવાના શોખીન હોય છે. તારક મહેતા સિરીયલમાં અનેક ટ્વિટસ્ટ આવતા હોય છે. છેલ્લા ઘણાં સમયથી ચાલતી આ સિરીયલ દર્શકોને ખૂબ પસંદ પડી રહી છે.
મુંબઇ: પોપ્યુલર શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) છેલ્લા 14 વર્ષોથી દર્શકોનો ફેવરેટ બન્યો છે. અનેક લોકોના ઘરમાં રાત્રે 8.30 વાગે તારક મહેતા..સિરીયલ લોકો જોતા હોય છે. તારક મહેતા સિરીયલ દર્શકોને પકડી રાખે છે એવું કહીએ તો પણ એમાં કંઇ ખોટુ નથી. આ શોમાં આવતા બધા કેરેક્ટર લોકોને ગમતા હોય છે. જો કે હવે તો આ સિરીયલમાં પણ કોઇને કોઇ ટ્વિસ્ટ આવતા હોય છે. જેઠાલાલ હોય કે દયાબેન..કે પછી માધવી ભાભી..આત્મારામ ભિડે આ બધાની ભૂમિકા દરેક લોકોને પસંદ પડતી હોય છે. આમ, જો વાત કરવામાં આવે તો આત્મારામ ભિડેનું ભુમિકા નિભાવી રહેલા મંદાર ચંદવાદકરને બહુ ઓછા લોકો એમના રિયલ નામથી ઓળખે છે.
શું તમે જાણો છો આ શોમાં મંદાર એમનું નામ બદલવાનું વિચારી રહ્યા છે? એમની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં મંદારે આ વિશેનો સંકેત આપ્યો છે. જો કે આ દર્શકોને ગમશે કે નહીં એ પણ એક મોટો સવાલ ઉભો થાય છે.
ભિડેએ બદલ્યું નામ
ટીવીના આત્મારામ ભિડે એટલે મંદાર ચંદવાકરે એમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં સ્ટોરીમાં એક તસવીર પોસ્ટ કરી છે. આ તસવીરમાં મંદાર બ્રાઉન કલરની એક બિલાડીને ખોળામાં લઇને બેસા જોવા મળી રહ્યા છે અને એમના ફેસ પર મસ્ત સ્માઇલ છે. આ તસવીરને કેપ્શન આપતા મંદારે લખ્યુ કે..CATmaram એટલે કે કેટમારામ લખ્યુ છે. શોમાં એમનું નામ આત્મારામ બદલીને મંદાર આને કેટમારામ જણાવી રહ્યા છે.
ઇન્સ્ટાગ્રામની સ્ટોરીમાં આ તસવીર છે.
પોપ્યુલર છે માસ્ટર ભિડે
ઉલ્લેખનીય છે કે, તારક મહેતાના ઉલ્ટા ચશ્મા પહેલા થિયેટરમાં કામ કરી ચુક્યા છે. અસલી ઓળખાણ આ શો એ આપી છે. જો કે આજ રોજ ઘરમાં-ઘરમાં ફેશન થઇ ગયા છે. એક ઇન્ટરવ્યુ દરમિયાન ભિડેએ જણાવ્યુ હતુ કે..મારા ઘરમાં લાઇટનું બિલ ભિડે નામથી આવે છે અને પાડોશીઓ એમને ભિડે કહીને જ બોલાવે છે.