Home /News /entertainment /કેએલ રાહુલ સાથે ભાડાના મકાનમાં રહેશે અથિયા શેટ્ટી! જાણો એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે
કેએલ રાહુલ સાથે ભાડાના મકાનમાં રહેશે અથિયા શેટ્ટી! જાણો એપાર્ટમેન્ટનું ભાડું કેટલું છે
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ બન્ને આગામી ત્રણ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે
કેએલ રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટીએ (Athiya Shetty) મુંબઈમાં દરિયા કિનારે 4 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તેઓ ત્યાં થોડો સમય સાથે રહેવા માંગે છે. ચર્ચા છે કે આ કપલ જલ્દી જ લગ્નના બંધનમાં બંધાશે.
કેએલ રાહુલ (KL Rahul) અને આથિયા શેટ્ટી (Athiya Shetty) તેમના લગ્નને લઈને ચર્ચામાં છે. એવું માનવામાં આવે છે કે તેઓ લગ્નના બંધનમાં બંધાવા જનાર આગામી સેલિબ્રિટી કપલ છે. આ અંગે એક નવું અપડેટ સામે આવ્યું છે. આ કપલ લગભગ ત્રણ વર્ષથી એકબીજાને ડેટ કરી રહ્યું છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ હવે તેમના સંબંધોને નવા સ્તરે લઈ જવા માંગે છે. પિંકવિલાના અહેવાલ મુજબ, દંપતીએ મુંબઈમાં દરિયા કિનારે એક લક્ઝુરિયસ 4 BHK એપાર્ટમેન્ટ ભાડે લીધો છે. તેઓ થોડા સમય માટે ત્યાં સાથે રહેવાના છે.
બંનેને બાંદ્રાના કાર્ટર રોડ પર તેમના સપનાનું ઘર મળ્યું છે. કપલના એપાર્ટમેન્ટનું મહિનાનું ભાડું 10 લાખ રૂપિયા છે. અગાઉ એવા અહેવાલ હતા કે આ કપલ આ વર્ષે લગ્ન પણ કરી શકે છે. જો કે, અથિયાના નજીકના મિત્રએ બોમ્બે ટાઈમ્સને જણાવ્યું હતું કે હાલમાં લગ્નની કોઈ યોજના નથી કારણ કે બંને વ્યાવસાયિક પ્રતિબદ્ધતાને કારણે વ્યસ્ત છે.
આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ ત્રણ વર્ષથી વધુ સમયથી એકબીજાને ડેટ કરી રહ્યાં છે. તેઓએ લગભગ એક વર્ષ પહેલા જ તેમના સંબંધોનો ખુલાસો કર્યો હતો. કેએલ રાહુલ ગયા વર્ષે શેટ્ટી પરિવાર સાથે અહાન શેટ્ટીની ડેબ્યૂ ફિલ્મ તડપની સ્ક્રીનિંગમાં પહોંચ્યો હતો.
બંને પોત-પોતાના સોશિયલ મીડિયા હેન્ડલ પર એકબીજા પ્રત્યેનો પ્રેમ વ્યક્ત કરી રહ્યા છે. તેઓ તેમના કપલ ગોલ પૂર્ણ કરી રહ્યા છે. આથિયાએ 'લખનૌ સુપર જાયન્ટ્સ'ના કેપ્ટનના જન્મદિવસ પર કેટલીક સુંદર તસવીરો શેર કરી હતી. પ્રથમ તસવીરમાં આથિયા સ્મિત સાથે રાહુલને ગળે લગાવતી જોવા મળે છે. અન્ય તસવીરોમાં તે જંગલમાં ફરતો જોવા મળે છે. વર્ક ફ્રન્ટની વાત કરીએ તો આથિયા શેટ્ટી છેલ્લે 2019માં આવેલી ફિલ્મ 'મોતીચૂર ચકનાચૂર'માં જોવા મળી હતી.
Published by:Bhavyata Gadkari
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર