Home /News /entertainment /ના સિંદૂર કે ના મંગળસૂત્ર! અથિયાને લગ્ન બાદ પહેલીવાર આવા લુકમાં જોઇને ભડક્યા લોકો, થઇ ગઇ ટ્રોલ
ના સિંદૂર કે ના મંગળસૂત્ર! અથિયાને લગ્ન બાદ પહેલીવાર આવા લુકમાં જોઇને ભડક્યા લોકો, થઇ ગઇ ટ્રોલ
લગ્ન બાદ પહેલીવાર આવા લુકમાં જોવા મળી અથિયા
Athiya Shetty after Marriage: અથિયા શેટ્ટી (Athiya Shetty) લગ્ન બાદ પહેલીવાર જોવા મળી હતી. સિમ્પલ જીન્સ શર્ટમાં જોવા મળેલી અથિયાએ પેપરાઝીને એટીટ્યુડ બતાવતા નટીઝન્સે તેને ટ્રોલ કરી હતી. સુનીલ શેટ્ટી (Suniel Shetty)ની લાડલીને પેપરાઝી બોલાવતા રહ્યાં પરંતુ એક્ટ્રેસે તેમને જરાંય ભાવ ન આપ્યો.
ક્રિકેકર કેએલ રાહુલ (KL Rahul) અને અથિયા શેટ્ટીના (Athiya Shetty) લગ્ન, હલ્દી અને અન્ય સેરેમનીના ફોટોઝ આજકાલ સોશિયલ મીડિયા પર છવાયેલા છે. અથિયાએ પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર લગ્નને લગતા અનેક ફોટોઝ શેર કર્યા છે. તેવામાં, હાલમાં જ અથિયાનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં તે સલૂનની બહાર નીકળીને ગાડીમાં બેસતી જોવા મળી રહી છે.
આ દરમિયાન તે ઝડપથી કારમાં જઇને બેસી જાય છે અને પેપરાઝીઓને ઇગ્નોર કરી રહી છે. આ સાથે જ તેનો સિમ્પલ લુક ચર્ચાનો વિષય બન્યો છે. અથિયાનો વ્યવહાર અને સિંદૂર તથા મંગળસૂત્ર વિનાનો લુક જોઇને લોકો તેને ટ્રોલ કરી રહ્યા છે.
અથિયા અને કેએલ રાહુલના લગ્ન 23 જાન્યુઆરીએ થયા હતા. લગ્નને પ્રાઇવેટ રાખવામાં આવ્યા હતા અને ખૂબ જ ઓછા મહેમાનોને આમંત્રિત કરવામાં આવ્યા હતા. લગ્ન સુનીલ શેટ્ટી (Suniel Shetty)ના ખંડાલા સ્થિત ફાર્મ હાઉસ પર થયા હતા. લગ્ન દરમિયાન પિતા સુનીલનો મીડિયા સાથે સહજ વ્યવહાર ચર્ચાનો વિષય બની ગયો હતો. તેવામાં હવે દીકરીનો આવો વ્યવહાર લોકોને પરેશાન કરી રહ્યો છે.
અથિયાના લગ્ન બાદના ફોટોઝ ક્લિક કરવા તથા તેની સાથે વાતચીત કરવા માટે પેપરાઝીઓ ઉત્સાહિત હતા. જ્યારે સલૂનની બહાર નીકળતા અથિયા દેખાઇ, તો સૌને લાગ્યું કે તે રોકાશે અને ફોટોગ્રાફર્સને પોઝ આપશે. પરંતુ તે રોકાયા વિના જ ત્યાંથી ચાલી ગઇ. આ જોઇને યુઝર્સ કહેવા લાગ્યા કે, આટલો એટીટ્યુડ, શું કોઇ આને ઓળખે પણ છે? એક યુઝરે લખ્યું, પોતાની કોઇ ઓળખ નથી. બાપ અને પતિના પૈસા બોલે છે. અન્ય એક યુઝરે લખ્યું, આ ક્રિકેટર્સને ફ્લોપ એક્ટ્રેસીસ સાથે જ કેમ લગ્ન કરવા હોય છે. એકે લખ્યું, પોતાની કોઇ ઓળખ નથી, બધા સુનીલ શેટ્ટીની દીકરી તરીકે ઓળખે છે.
બીજી તરફ, અથિયાનો સિમ્પલ લુક જોઇને લોકો પૂછી રહ્યાં છે કે આ લોકોને સિંદૂર, મંગળસૂત્ર માટે સાસુ નથી બોલતી કે શું? અથિયાએ લાઇનિંગ શર્ટ અને વ્હાઇટ જીન્સ પહેર્યુ હતુ. હાલ વર્ક કમિટમેન્ટ્સના કારણે રિસેપ્શન ટાળી દેવામાં આવ્યુ છે. જણાવી દઇએ કે જ્યારે લગ્નના કવરેજ માટે મીડિયા સાથે જોડાયેલા લોકો ખંડાલા ફાર્મહાઉસ પહોંચ્યા હતા તો સુનીલે ખાસ રીતે બધાનું વિશેષ ધ્યાન રાખવાની સલાહ આપી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર