Home /News /entertainment /અથિયા શેટ્ટીએ શેર કર્યા પ્રિ-વેડીંગ સેરેમનીના ફોટોઝ, સાડીમાં લાગી રહી છે ખૂબ જ સુંદર
અથિયા શેટ્ટીએ શેર કર્યા પ્રિ-વેડીંગ સેરેમનીના ફોટોઝ, સાડીમાં લાગી રહી છે ખૂબ જ સુંદર
Photo : @athiyashetty
આથિયા શેટ્ટીએ તેના લગ્ન પહેલાના કાર્યક્રમો-ની કેટલીક અદભૂત તસવીરો શેર કરી છે જેમાં તેણે ગુલાબી બ્લાઉઝ અને પરંપરાગત ભારતીય જ્વેલરી સાથે બેજ સાડી પહેરી હતી. સોશિયલ મીડિયા પર આ ફોટો ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યા છે.
મુંબઈઃ સુનિલ શેટ્ટીની દિકરી આથિયા શેટ્ટીએ પ્રિ-વેડીંગ સેરેમનીના ફોટોઝ શેર કર્યા છે, જેમાં મહિલાઓ શામેલ હતી. એક ફોટોમાં કે.એલ રાહુલ આથિયા શેટ્ટીને ગળે લગાવતા જોવા મળી રહ્યા છે. આ ફોટોમાં તેમના ચહેરા નથી જોવા મળી રહ્યા. અથિયા શેટ્ટી અને કે.એલ રાહુલ 23 જાન્યુઆરીના રોજ સુનિલ શેટ્ટીના ખંડાલા સ્થિત ફાર્મહાઉસમાં લગ્નના બંધનમાં બંધાયા હતા. આ લગ્ન સમારોહમાં નજીકના મિત્રો અને પરિવારના સભ્યો શામેલ થયા હતા.
આ ફોટોઝમાં આથિયા શેટ્ટીએ ચમકીલી બેઈજ રંગની સાડી સાથે ગુલાબી રંગનો બ્લાઉઝ અને પરંપરાગત સોનાના ઘરેણા પહેર્યાં છે. આથિયા શેટ્ટીએ બન બાંધ્યો છે. પહેલા ફોટોમાં આથિયા શેટ્ટી પોતાની ગર્લ ગેંગથી ઘેરાયેલી છે અને સ્માઈલ કરતી જોવા મળી રહી છે. બીજો ફોટો પ્રિ-વેડીંગ સેરેમની છે, જેમાં તેમની માતા માના શેટ્ટી પૂજા કરી રહી છે અને અથિયા પર ફૂલોની પાંખડી નાંખે છે. અથિયાએ સાદી લાલ અને સફેદ સાડી પહેરી છે. આથિયાએ પોતાની સાડીનો પાલવ સામે રાખ્યો છે અને તેમાં કેટલાક ફૂલ રાખ્યા છે. ત્રીજા ફોટોમાં અથિયાએ લગ્નના રિવાજો નિભાવી રહી છે અને હાથમાં સોપારી તથા પાન છે.
ચોથા ફોટોમાં આથિયાને સેન્ટરમાં રાખવામાં આવી છે તથા અન્ય મહિલાઓએ પૂજાની થાળી પકડી છે. છેલ્લા ફોટોમાં આથિયા અને કે.એલ. રાહુલ એકબીજાને હગ કરે છે અને અથિયાના ચહેરા પર સ્માઈલ જોવા મળી રહી છે. આ ફોટોમાં કે. એલ. રાહુલ જોવા નથી મળી રહ્યા, પરંતુ તેમનો હાથ જોવા મળી રહ્યો છે અને તેમના હાથમાં ટેટૂ છે.
આથિયા શેટ્ટીના ફેન્સને આ ફોટોઝ ખૂબ જ પસંદ આવી રહ્યા છે. અભિનેત્રી ઈલિયાના ડિક્રૂઝે દિલવાળા ઈમોજી સાથે કમેન્ટ કરી છે કે, ‘બ્યુટીફૂલ ગર્લ’. ટાઈગર શ્રોફની બહેન કૃષ્ણા શ્રોફ પણ આ લગ્નમાં શામેલ થઈ હતી અને કોમેન્ટ કરી છે કે, ‘સૌથી સુંદર’. સંજય દત્તની દિકરી ત્રિશલા દત્તે પણ કોમેન્ટબોક્સમાં દિલના ઈમોજી શેર કર્યા છે. આથિયા શેટ્ટીના એક ફેને પણ કોમેન્ટ કરી છે કે, ‘આટલી સાદગી છતાં પણ સુંદરતા’. અનેક લોકોને આથિયા શેટ્ટીનો આ લુક ખૂબ જ પસંદ આવ્યો હતો.
આથિયા શેટ્ટી અને કે.એલ રાહુલે પોતાના લગ્નની તારીખની પુષ્ટી કરી ન હતી. લગ્નની રીત રિવાજ પૂર્ણ થયા બાદ આ કપલે પેપરાઝી પોઝ આપ્યા હતા. આથિયા શેટ્ટીએ ઈન્સ્ટાગ્રામ પર પોતાના લગ્નના ફોટોઝ શેર કર્યા હતા. કેપ્શનમાં જણાવ્યું હતું કે, જે ઘરે અમને ખૂબ જ શાંતિ અને ખુશી આપી તે ઘરમાં અમે લગ્નના બંધનમાં બંધાયા છે. આપ સહુના પ્રેમ અને આશીર્વાદની જરૂર છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર