મુંબઇ: અભિનેત્રી અથિયા શેટ્ટી (athiya shetty) અને ક્રિકેટર કેએલ રાહુલ (kl rahul)ના અફેરની વાતો સામાન્ય રીતે થતી જ હોય છે, પરંતુ હવે લાગી રહ્યું છે કે અથિયા અને રાહુલે લગ્નના બંધનમાં બંધાવવાનું નક્કી કરી લીધું છે. અહેવાલો અનુસાર, અથિયા અને કેએલ રાહુલ હવે લગ્ન કરવા માટે તૈયાર છે અને તેઓ આગામી ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે.
સૂત્રો અનુસાર, અથિયા શેટ્ટી અને કેએલ રાહુલ આગામી ત્રણ મહિનામાં લગ્ન કરી શકે છે. IndiaToday.in સાથે વાતચીતમાં અથિયા શેટ્ટીના નિકટના સૂત્રે જણાવ્યું કે, અથિયા અને કેએલ રાહુલ ત્રણ વર્ષ કરતાં વધુ સમયથી ડેટ કરી રહ્યા છે અને બન્ને આગામી ત્રણ મહિનામાં લગ્નના બંધનમાં બંધાઇ જશે. લગ્નની તૈયારીઓ (wedding preparation) પુરજોશમાં ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, હાલમાં રાહુલના માતા-પિતાએ મુંબઇમાં અથિયાના પેરેન્ટ્સ સથે મુલાકાત કરી હતી. અથિયા અને રાહુલ બન્ને પેરેન્ટ્સ સાથે નવું ઘર પણ જોવા ગયા હતા. જ્યાં તેઓ લગ્ન પછી શિફ્ટ થવાના છે. કપલનું વેડિંગ આગામી ત્રણ મહિનામાં મુંબઇમાં જ યોજાશે. બન્ને પરિવારો માટે આ ભવ્ય સેલિબ્રેશન હશે. અથિયા પોતે લગ્નની તમામ તૈયારી પર નજર રાખી રહી છે.
નોંધનીય છે કે, અગાઉ પણ રાહુલ અને અથિયા ડિસેમ્બરમાં લગ્ન કરશે તેવી વાતો ચર્ચાઇ હતી. હવે તાજા અહેવાલો જોતાં લાગી રહ્યું છે કે તેઓ 2022માં નવા સફરની શરૂઆત કરી શકે છે.
અથિયા અને કેએલ રાહુલની વાત કરીએ તો, ઘણી વખત બન્ને એક-બીજા પર પ્રેમ વરસાવતાં જોવા મળતાં હોય છે. અથિયા અને કેએલ રાહુલ એકબીજાની તસવીરો શેર કરીને પોતાની રિલેશનશિપ કન્ફોર્મ કરે છે. હવે બન્નેના ફેન્સ પણ રાહ જોઇ રહ્યા છે કે તેઓ ક્યારે લગ્નના બંધનમાં બંધાશે.
Published by:Azhar Patangwala
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર