Home /News /entertainment /Athiya-Rahul Marriage: નો ફોન પોલિસી, માત્ર 100 મહેમાનો! કંઇક આ રીતે યોજાશે આથિયા-રાહુલના લગ્ન
Athiya-Rahul Marriage: નો ફોન પોલિસી, માત્ર 100 મહેમાનો! કંઇક આ રીતે યોજાશે આથિયા-રાહુલના લગ્ન
Athiya Shetty & KL Rahul Marriage
Athiya Shetty & KL Rahul Marriage: બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ ટૂંક સમયમાં લગ્ન (Athiya Shetty & KL Rahul Marriage) કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને આ વર્ષે 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટી (Suni Shetty)ના ખંડાલા બંગલામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
બોલિવૂડ અભિનેત્રી અથિયા શેટ્ટી અને ભારતીય ક્રિકેટર કેએલ રાહુલ ટૂંક સમયમાં લગ્ન (Athiya Shetty & KL Rahul Marriage) કરવા જઈ રહ્યા છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ બંને આ વર્ષે 23 જાન્યુઆરીએ સુનીલ શેટ્ટી (Suni Shetty)ના ખંડાલા બંગલામાં લગ્ન કરવા જઈ રહ્યા છે.
માત્ર 100 મહેમાનો રહેશે હાજર
ટાઇમ્સ ઓફ ઇન્ડિયાના અહેવાલો અનુસાર, આથિયા શેટ્ટી અને કેએલ રાહુલ 23 જાન્યુઆરીએ 100 મહેમાનોની હાજરીમાં લગ્નના બંધનમાં બંધાશે. લગ્નમાં બોલિવૂડના ઘણા મોટા નામી ચહેરાઓ જોવા નહીં મળે, કારણ કે કપલ ફેમિલી વેડિંગ (Family Wedding) કરવા ઇચ્છે છે. ઝૂમ ડિજિટલના અહેવાલો અનુસાર, અઠવાડિયા પછી મોટું રિસેપ્શન યોજાશે. આ કપલના નજીકના એક મિત્રના જણાવ્યા અનુસાર, મે મહિનામાં આઈપીએલ સમાપ્ત થયા બાદ ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને ક્રિકેટની મોટી હસ્તીઓ માટે એક ગ્રાન્ડ વેડિંગ બેશનું આયોજન કરવામાં આવ્યું છે. લગ્ન 23 જાન્યુઆરીએ છે, મહેમાનો 21 જાન્યુઆરીથી આવવાના છે. આ ઉપરાંત પાપારાઝી માટે ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવશે.
લગ્નમાં નો ફોન પોલિસી
મોટા સેલિબ્રિટીના લગ્નમાં 'નો ફોન પોલિસી' એ લેટેસ્ટ ટ્રેન્ડ બની ગયો છે. અથિયા શેટ્ટી અને કેએલ રાહુલના લગ્નમાં પણ મહેમાનના ફોન લઈ લેવામાં આવશે અને અહેવાલ મુજબ મહેમાનો લગ્નના સ્થળેથી કોઈ પણ તસવીર અને વીડિયો પોસ્ટ ન કરે તેવું સૂચન પણ કરવામાં આવશે.
કેએલ રાહુલ અને અથિયા શેટ્ટી તેમના આગામી લગ્નને લઈને હંમેશા ચુપ રહ્યા છે, ત્યારે ફેન્સ તેમના લગ્ન વિશે વધુ જાણવા માટે ઉત્સુક હતા. લાગે છે કે તેમના પરિવારોએ પહેલેથી જ તૈયારી શરૂ કરી દીધી હતી અને કેએલ રાહુલના એપાર્ટમેન્ટ બિલ્ડિંગની બહારથી ક્લિક કરવામાં આવેલી તસવીરો અને વીડિયોમાં તેમના ઘરને લાઇટથી સજાવેલું જોઇ શકાય છે. બિલ્ડિંગના મેઇન ગેટની નજીકનો વિસ્તાર ફેરી લાઇટ્સ અને અસંખ્ય રાઉન્ડ પેપર લેન્ટર્ન્સથી શણગારેલો પણ જોઇ શકાય છે.
પિંકવિલાના અગાઉના અહેવાલો મુજબ કેએલ રાહુલ અને અથિયા શેટ્ટીના લગ્નની ઉજવણી 21 થી 23 જાન્યુઆરીની વચ્ચે ખંડાલામાં સુનીલ શેટ્ટીના બંગલા જહાનમાં થશે. આ ઘર ટેકરીઓ અને લીલીછમ હરિયાળી ભર્યા વિસ્તારની વચ્ચે સ્થિત છે અને તેનો આકર્ષક નજારો જોઇ શકાય છે. હિન્દુસ્તાન ટાઇમ્સના અહેવાલ મુજબ 21મી જાન્યુઆરીએ લેડીઝ નાઇટનું આયોજન કરવામાં આવશે, જેમાં અથિયાની મહિલા મિત્રો હાજર રહેશે. તેની બીએફએફ આકાંશા રંજન કપૂર પણ આ સેલિબ્રેશનનો ભાગ બનશે.
બીજા દિવસે સંગીત સેરેમનીમાં અન્ય મહેમાનો જોડાશે. રિપોર્ટ અનુસાર, આથિયાના મિત્રો, તેનો ભાઈ અહાન શેટ્ટી અને તેના માતા-પિતા સુનીલ અને માના શેટ્ટી સંભવતઃ સંગીત સેરેમનીમાં પરફોર્મ કરશે. આ લગ્ન પ્રાઇવેટ ફંક્શન્સ વચ્ચે યોજાશે, જેમાં ફક્ત મિત્રો અને પરિવારના સભ્યો હાજર રહેશે. એક સૂત્રએ એચટીને માહિતી આપી હતી કે, "ફક્ત મિત્રો અને પરિવારના સભ્યો જ લગ્નમાં સામેલ થાય એ વાતની પૂરેપૂરી શક્યતા.
Published by:Damini Patel
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર