Home /News /entertainment /Samrat Prithviraj Box Office Collection : બોક્સ ઓફિસ પર ન જોવા મળ્યો સમ્રાટ પૃથ્વીરાજનો દબદબો, ભૂલ ભૂલૈયા 2 કરતા પાછળ રહી ગઈ ફિલ્મ
Samrat Prithviraj Box Office Collection : બોક્સ ઓફિસ પર ન જોવા મળ્યો સમ્રાટ પૃથ્વીરાજનો દબદબો, ભૂલ ભૂલૈયા 2 કરતા પાછળ રહી ગઈ ફિલ્મ
સમ્રાટ પૃથ્વીરાજ બોક્સ ઓફિસ કલેક્શન
Samrat Prithviraj Box Office Collection : સમ્રાટ પૃથ્વીરાજ (Samrat Prithviraj) 3,750 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે. વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ફિલ્મ છે. સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ થઈ તેના બીજા અને ત્રીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં વધારો થયો છે
Samrat Prithviraj Box Office Collection : અક્ષય કુમાર (Akshay Kumar) ની ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ (Samrat Prithviraj Box Office) માટે 50 કરોડ કમાવા પણ મુશ્કેલ લાગી રહ્યું છે. આ ફિલ્મ 4 જૂનના રોજ બોક્સ ઓફિસ પર રિલીઝ થઈ છે. મિસ વર્લ્ડ માનુષી છિલ્લરે (Manushi Chhillar) ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ થી બોલીવુડમાં ડેબ્યુ કર્યું છે. આ ફિલ્મમાં સોનુ સૂદ, સાક્ષી તન્વરે અભિનય કર્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ખૂબ જ કઠિન સમયનો સામનો કરી રહી છે. 4 જૂનના રોજ કમલ હાસનની ફિલ્મ વિક્રમ પણ રિલીઝ થઈ છે, જેના કારણે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ પર અસર થઈ રહી છે. સમ્રાટ પૃથ્વીરાજ 3,750 સ્ક્રીન પર રિલીઝ કરવામાં આવી છે.
વર્ષ 2022માં સૌથી વધુ કમાણી કરનાર ત્રીજી ફિલ્મ છે. સમ્રાટ પૃથ્વીરાજ રિલીઝ થઈ તેના બીજા અને ત્રીજા દિવસે ફિલ્મના કલેક્શનમાં વધારો થયો છે. અક્ષય કુમાર (Akshay Kumar)ની ફિલ્મ રિલીઝ થઈ તે સમયે શરૂઆતના રૂઝાન અનુસાર ફિલ્મ હિટ થવાનું ખૂબ જ મુશ્કેલ લાગી રહ્યું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર આ ફિલ્મે પહેલા સોમવારે 4.50 કરોડથી લઈને 5.50 કરોડનો બિઝનેસ કર્યો છે. હાલ આ ફિલ્મે કુલ 43.90 કરોડથી લઈને 44.90 કરોડની કમાણી કરી છે. હજુ એક દિવસ બાદ આ ફિલ્મ 50 કરોડના આંકડા સુધી પહોંચી શકે છે.
અક્ષય કુમારની આ ફિલ્મે પહેલા દિવસે 10.70 કરોડનું, બીજા દિવસે 12.60 કરોડનું અને ત્રીજા દિવસે 16.10 કરોડનું કલેક્શન કરતા સપ્તાહના અંત સુધીમાં કુલ 39.40 કરોડની કમાણી કરી છે. ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ સપ્તાહના અંતમાં સૌથી વધુ કમાણી કરનાર બીજી ફિલ્મ બની ગઈ છે. આ મામલે ભૂલભૂલૈયા 2 પ્રથમ સ્થાન પર છે. પહેલા દિવસે સૌથી વધુ કમાણી કરવાના મામલે ફિલ્મ ‘સમ્રાટ પૃથ્વીરાજ’ ત્રીજા નંબર પર છે અને ભૂલ ભૂલૈયા 2 પહેલા નંબર પર છે. ફિલ્મ ભૂલ ભૂલૈયા 2 (Bhool Bhualiyaa 2) એ પહેલા દિવસે 14.11 કરોડની કમાણી કરી હતી. ફિલ્મ બચ્ચન પાંડે (Bachchhan Paandey) એ પહેલા દિવસે 13.25 કરોડની કમાણી કરી હતી.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર