એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિરાટ કહોલી અને અનુષ્કા શર્માનાં ઘરે દીકરી આવી છે. જે વિશે વિરાટે ટ્વિટ કરીને ખુશી જાહેર કરી છે. વિરાટે ખુશી શેર કરતાંની સાથે જ ટ્વિટર પર ટ્રેન્ડ થવા લાગ્યો છે. આ પહેલાં જ વિરાટ અને અનુષ્કા શર્માનાં ઘરે દીકરી આવશે તેવી ભવિષ્યવાણી ગુરુજીએ પહેલાં કરી હતી. અને હવે તેમની ભવિષ્યવાણી સાચી પડી છે. આમ પણ એવાં સંજોગો છે મોટાભાગે દિગ્ગજ ક્રિકેટર્સનાં ઘરે પહેલાં દીકરો નહીં પણ દીકરીનો જન્મ થયો છે.
જો સર ડોન બ્રેડમેનને છોડી ક્રિકેટર્સ જેવાં સચિન તેન્ડુલકર, બ્રાયન લારા, રિકી પોન્ટિંગ, રોહિત શર્મા, મહેન્દ્ર સિંહ ધોની જેવાં ઘણાં દિગ્ગજ ક્રિકેટર્સ પર નજર નાંખીએ તો તેમનાં ઘરે પહેલી દીકરી જ આવી છે.
હાલમાં જ વિરાટ કોહલીએ તેનાં સોશિયલ મીડિયા હેન્ડલ પર દીકરીનાં જન્મ અંગે માહિતી શેર કરી છે. વિરાટે પોસ્ટ શેર કરતાંની સાથે જ વાયરલ થઇ ગઇ છે.
અનુષ્કા શર્માએ દીકરીને જન્મ આપ્યો છે. અનુષ્કા અને વિરાટની દીકરીનો જન્મ મુંબઈની બ્રીચ કેંડી હોસ્પિટલમાં આજે બપોરે થયો હતો. વિરાટ કોહલીએ આ માહિતી સોશિયલ મીડિયા દ્વારા આપી હતી. અને દીકરીના આગમનની જાણકારી આપી હતી.
Published by:Margi Pandya
First published:January 11, 2021, 16:50 pm