Home /News /entertainment /

અસિત મોદીએ ‘તારક મહેતા’... છોડનારા એક્ટર્સ પર કટાક્ષ કર્યો, કહ્યું- તેમના જવાથી શો બંધ નહીં થઈ જાય

અસિત મોદીએ ‘તારક મહેતા’... છોડનારા એક્ટર્સ પર કટાક્ષ કર્યો, કહ્યું- તેમના જવાથી શો બંધ નહીં થઈ જાય

અસિત મોદીએ કહ્યું, જે લોકો શો છોડીને ગયા છે તેમનાથી શો બંધ નહીં થાય.

ટીવીનો લોકપ્રિય શો તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ તાજેતરમાં શોની કાસ્ટમાં થયેલા ફેરફાર વિશે પ્રતિક્રિયા આપી છે. સોશિયલ મીડિયા પર TMKOCના ફેન પેજ પર એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં અસિત કહેતા જોવા મળી રહ્યા છે કે તેો પોતાના શોમાં જૂની કાસ્ટને પાછી લાવવા માગે છે, પરંતુ કેટલાક લોકો પાછા આવવા નથી માગતા.

વધુ જુઓ ...

    શોમાં જૂની કાસ્ટને પાછી લાવવા માગે છે અસિત

    અસિતે વીડિયોમાં કહ્યું, મેં પહેલાં પણ કહ્યું છે, હું બધાને જોડીને રાખવા માગુ છું. જો કોઈ આવવા જ ન માગતુ હોય અને તેનું પેટ ભરાય ગયું હોય અને તેમને લાગતું હોય કે તેમને ઘણું બધું કરી લીધું છે અને કંઈક કરવું જોઈએ. માત્ર 'તારક મહેતા..' સુધી સીમિત રહેવું જોઈએ નહીં. જેમને આમ લાગે છે અને તેઓ સમજવા તૈયાર નથી તો પણ હું તેમને ફરી એકવાર કહીશ કે બીજીવાર વિચારો-સમજો, પરંતુ તો પણ તેઓ આવવા ના માગતા હોય તો શો અટકશે નહીં.

    નહીં આવે તો શો અટકશે નહીં- અસિત

    અસિતે વધુમાં કહ્યું, જે લોકો નહીં આવે તો શો અટકશે નહીં. નવા તારક મહેતા આવશે તોય આનંદ થશે. જૂના તારક મહેતા આવશે તો પણ આનંદ થશે. મારું એક જ લક્ષ્ય છે કે મારા દર્શકોના ચહેરા પર હાસ્ય રહેવું જોઈએ.'

    શા માટે શૈલેષ લોઢાએ શો છોડ્યો?

    અસિત મોદી મહિનામાં શૈલેષ લોઢાને 15 દિવસથી વધુ દિવસ સેટ પર બોલાવતા નથી, આથી જ શૈલેષ લોઢાએ બાકીના સમયમાં અન્ય પ્લેટફોર્મ પર આવતાં કવિતા બેઝ શોમાં કામ કરવાનું શરૂ કર્યું હતું. અસિત મોદીએ શૈલેષ લોઢાને વિનંતી કરી હતી કે તે કોન્ટ્રેક્ટ તોડીને બીજા શોમાં કામ કરી શકે નહીં. તે આ રીતની પરવાનગી પણ આપી શકે નહીં. જો તે એકને મંજૂરી આપશે તો બાકીના કલાકારો પણ કોન્ટ્રેક્ટ તોડશે.

    રાજ અનડકટે શો છોડવા પર પ્રતિક્રિયા આપી

    પિંકવિલા સાથે વાત કરતા રાજે જણાવ્યું હતું, મારા ફેન્સ, ઓડિયન્સ અને વેલ વિશર્સને સારી રીતે ખબર છે કે હું સસ્પેન્સ ક્રિએટ કરવા માટે માહિર છું. યોગ્ય સમય આવશે ત્યારે બધાને ખબર પડી જશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Asit modi, Entertainment New, Taarak Mehta Ka Ooltah Chashmah

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन