Home /News /entertainment /આસિત મોદીએ નવી દયાબેનની અફવાઓને નકારતા કહ્યુ, 'હું કાજલ પિસલને ઓળખતો પણ નથી'
આસિત મોદીએ નવી દયાબેનની અફવાઓને નકારતા કહ્યુ, 'હું કાજલ પિસલને ઓળખતો પણ નથી'
અસિત મોદીએ કહ્યું કે, ‘કાજલ પિસલને તો હું ઓળખતો પણ નથી
છેલ્લાં 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ લોકોનું મનોરંજન કરે છે. આ દરમિયાન શોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. પરંતુ જો કોઇ ચર્ચાનો વિષય હોય તો, તે છે દયાભાભીનો રોલ. છેલ્લા પાંચેક વર્ષથી દયાભાભીનો રોલ નિભાવતા દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. પહેલાં ચર્ચા હતી કે, દિશા જ શોમાં પરત ફરશે પરંતુ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીને જણાવ્યું હતું કે, દિશા કયારેય પણ શોમાં પરત નહીં ફરે.
મુંબઈ: છેલ્લાં 14 વર્ષથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સિરિયલ લોકોનું મનોરંજન કરે છે. આ દરમિયાન શોમાં ઘણા ઉતાર-ચઢાવ આવ્યા છે. પરંતુ જો કોઇ ચર્ચાનો વિષય હોય તો, તે છે દયાભાભીનો રોલ. છેલ્લા પાંચેક વર્ષથી દયાભાભીનો રોલ નિભાવતા દિશા વાકાણી શોમાંથી ગાયબ છે. પહેલાં ચર્ચા હતી કે, દિશા જ શોમાં પરત ફરશે પરંતુ શોના પ્રોડ્યુસર અસિત મોદીએ ચર્ચા પર પૂર્ણવિરામ મૂકીને જણાવ્યું હતું કે, દિશા કયારેય પણ શોમાં પરત નહીં ફરે.
તારક મહેતા ટેલિવિઝનનો સૌથી લોકપ્રિય શો છે. શોના દરેક પાત્ર લોકોના દિલોમાં ખાસ જગ્યા બનાવી છે. દયાબેનનું પાત્ર પણ તેમાંથી એક છે. ત્યારે હવે તારક મહેતામાં નવી દયાબેન તરીકે કાજલ પિસલની એન્ટ્રી થશે. બોમ્બો ટાઈમ્સના રિપોર્ટ્સ પ્રમાણે, દયાબેનના રોલ માટે કાજલ પિસલને ફાઈનલ કરવામાં આવી છે.
કાજલ પિસલ પહેલા પણ ઘણી એક્ટ્રેસિસના નામ સામે આવ્યા હતા, પરંતુ કોઈનું નામ ફાઈનલ ન થયું. ત્યારે હવે એવી ચર્ચા થઈ રહી છે કે કાજલ પિસલ તારક મહેતામાં દયાબેનનો રોલ નિભાવશે. ત્યારે હવે આજતક સાથે વાતચીત દરમિયાન શોના પ્રોડ્યુસર આસિત મોદીએ કાજલ પિસલની એન્ટ્રીને લઈને હકીકત જણાવી છે. તેમણે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં કાજલ પિસલની દયાબેન તરીકે વાપસીનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે દાવો કર્યો કે આ સમાચારમાં કોઈ સત્ય નથી. અસિત મોદીએ જણાવ્યું હતું કે, 'મને ખબર નથી કે આ અફવા કોણ ફેલાવી રહ્યું છે. મને એ પણ ખબર નથી કે કાજલ પિસલ કોણ છે. હું તેને ક્યારેય મળ્યો પણ નથી. અગાઉ પણ ઘણી એક્ટ્રેસો વિશે ચર્ચા થઇ હતી, પરંતુ મને કોઈ વિશે જાણકારી નથી.’
અસિત મોદીએ દયાબેનના કાસ્ટિંગ વિશે વધુ વાત કરતાં જણાવ્યું હતું કે, ‘હજુ સુધી કંઈ નક્કી થયું નથી. ઓડિશન ચાલુ છે. અમે હજુ સુધી કોઈને ફાઈનલ કર્યું નથી. જ્યારે દયાનું કાસ્ટિંગ થશે ત્યારે આ સમાચાર બધાની સામે આવી જશે અને અમે તેના વિશે સત્તાવાર જાહેરાત પણ કરીશું.’
કાજલ અનેક સિરિયલમાં જોવા મળી
થોડા દિવસ પહેલાં, કાજલ વિશે અફવા આવી હતી કે તે 'ખતરોં કે ખિલાડી-12'માં વાઇલ્ડ કાર્ડ એન્ટ્રીમાં જોવા મળી શકે છે. કાજલ પિસલ એક ટેલિવિઝનની જાણીતી એક્ટ્રેસ છે. કાજલ 'બડે અચ્છે લગતે હૈ', 'નાગિન 5' અને 'સાથ નિભાના સાથિયા' જેવા શોમાં જોવા મળી છે. કાજલ છેલ્લે 'સિર્ફ તુમ' સિરિયલમાં જોવા મળી હતી.
થોડા દિવસો પહેલાં શોના નિર્માતા અસિત મોદીએ કહ્યું હતું કે તારક મહેતા શો ચાલુ રહેશે. નવા લોકો આવશે ત્યારે પણ આપણે ખુશ હોઈશું અને જૂના લોકો આવશે તો પણ આપણે ખુશ છીએ.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર