Home /News /entertainment /હવે 'તારક મહેતા... યુનિવર્સ'નું થશે નિર્માણ, ફિલ્મ, ગેમ્સ સાથે અસિત કુમારે રિલીઝ કરી પ્લાનિંગ

હવે 'તારક મહેતા... યુનિવર્સ'નું થશે નિર્માણ, ફિલ્મ, ગેમ્સ સાથે અસિત કુમારે રિલીઝ કરી પ્લાનિંગ

'તારક મહેતા... યુનિવર્સ'નું થશે નિર્માણ

'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના 15 વર્ષ પુરા થવા પર શોના પ્રોડ્યુસર અસિત કુમાર મોદીએ જાહેરાત કરી છે કે તે શો પર આધારિત ફિલ્મ બનાવશે. આ સાથે તે શોના અલગ-અલગ પાત્રો પર ગેમ પણ બનાવશે. તે 'તારક મહેતા... યૂનિવર્સ' પણ બનાવશે.

મુંબઈઃ ટીવીના પોપ્યુલર શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' લગભગ 15 વર્ષોથી સફળતાપૂર્વક ચાલી રહ્યો છે. શોની ફેન ફોલોઇંગ પણ તગડી છે. મેકર્સે ગયા વર્ષે પોતાના શોના આધાર પર એક કાર્ટૂન સીરિઝ પણ લોન્ચ કરી હતી. આ મહિનાની શરુઆતમાં, તેણે બાળકો માટે TMKOC રાઇમ્પસ પણ લોન્ચ કરી છે અને હવે શોના નિર્માતા અસિત કુમાર મોદી પણ પોતાના શો આધારિત 'રન જેઠા રન'ની સાથે ગેમિંગ સેક્શન પર રાજ કરી રહ્યા છે. આ બધા વિશે વાત કરતાં તેમણે News18 Showsha સાથે એક્સક્લૂઝિવ વાતચીતમાં અસિત મોદીએ ખુલાસો કર્યો કે મોટો ઉદ્દેશ્ય 'તારક મહેતા...યુનિવર્સ' બનાવવાનો છે.

અસિત કુમાર મોદીએ કહ્યુ, "લોકો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને પ્રેમ કરે છે. 15 વર્ષ થઈ ગયા છે અને લોકો હજુ પણ તેને જોઈ રહ્યા છે. કોઈ પણ શો ના ફક્ત ટીવી પર પણ ઓટીટી. યુટ્યુબ અને અન્ય પ્લેટફોર્મ પર પણ જોવામાં આવી રહ્યો છે. તેથી મને લાગે છે કે મારે શોના પાત્ર સાથે કંઈક કરવું જોઈએ."

આ પણ વાંચોઃ પરિણીતી અને રાઘવ જલ્દી કરશે સગાઈ? લગ્નને લઈને શરુ થઈ આ વાત! ડિઝાઇનરના ઘરે પહોંચી એક્ટ્રેસ

અસિત કુમાર મોદીએ કહ્યુ, "આજે જેઠાલાલ, બબીતા, દયાબેન, ,સોઢી અને શોના અન્ય પાત્ર ઘરેલુ નામ બની ગયાં છે. તે બધાંના પરિવારના સભ્યો જેવા છે. અમે 15 વર્ષથી દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે તેથી, હું એક યુનિવર્સ બનાવવાનું વિચારી રહ્યો છું." 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' યૂનિવર્સ બનાવવાના વિચાર પર વિસ્તારથી જણાવે છે, અસિત કુમારે ખુલાસો કર્યો છે કે તેનો ઉદ્દેશ્ય લગભગ તમામ એજ ગ્રુપ માટે કંઈકને કંઈક હોવું જોઈએ.

અસિત કુમાર મોદીએ કહ્યુ, "મને લાગે છે કે તમામ આયુ વર્ગના દર્શકો અમારા શો સાથે જોડાવા જોઈએ. અમારી પાસે બધાં માટે કંઈક ને કંઈક હોવું જોઈએ. અમે આ ગેમને બ્લોકચેઇન સાથે જોડવા માટે પણ કામ કરી રહ્યા છીએ. ટેક્નોલોજી ઝડપથી વિકસી રહી છે. તેથઈ અમારે ટેક્નીકની સાથે કંઈક કરવું પડશે. એ સિવાય અમે કંઈ નથી કરી શકતાં. આ એક ડિજીટલ દુનિયા બની રહી છે."

આ પણ વાંચોઃ PHOTOS: અમિષા પટેલે પહેલા મોઢું સંતાડ્યું પછી સ્વિમિંગપૂલની બહાર કરાવ્યું હોટ ફોટોશૂટ

ગેમ્સમાં 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'નું મ્યૂઝિક અને કોમિક એલિમેન્ટ

અસિત મોદીએ ગેમ વિશે જણાવ્યું કે, "મને લાગ્યું કે આમ પણ લોકો આ પાત્રને પસંદ કરે છે તો ચાલો તેના પર એક ગેમ બનાવીએ. લોકો આજે દરેક સમયે ગેમ રમે છે. ટ્રાવેલ કરતા સમયે, જ્યારે તે કાર્યાલયમાં અથવા અન્ય સ્થાન પર હોય. જ્યાકે પણ લોકો ફ્રી હોય છે, તે ગેમ રમે છઠે. તેથી મેં પોતાની ગેમ બનાવવાનું વિચાર્યુ. અમારી ગેમમાં કોમિક એલિમેન્ટ પણ છે." તેણે એ પણ જણાવ્યુ કે, 'રન જેઠા રન'માં ના ફક્ત શોના પાત્ર છે પરંતુ તેનું મ્યુઝિક અને અન્ય એલિમેન્ટ્સ પણ છે.બનશે ફિલ્મ અને પોપટલાલના લગ્ન પર ગેમ

અસિત કુમાર મોદીએ કન્ફર્મ કર્યુ છે કે શો ટીવી પર આવે છે. ટીવી તેમના માટે મહત્વપૂર્ણ છે. તેણે ખુલાસો કર્યો કે તે દયાબેન પર આધારિત એક અને 'પોપટલાલના લગ્ન' સહિત અન્ય ગેમને પણ જલ્દી લોન્ચ કરવાની યોજના બનાવી રહ્યા છે. અસિત કુમાર મોદીએ એ પણ ખુલાસો કર્યો કે શો પર આધારિત એક ફિલ્મ પણ બનશે. આ એક એનિમેટેડ ફિલ્મ હશે.
First published:

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો