Home /News /entertainment /

અક્ષય કુમાર, આમિર ખાન અને સલમાન ખાનની હિરોઈન રહી ચૂકી છે આ બાળકી, શું તમે બતાવી શકશો નામ?

અક્ષય કુમાર, આમિર ખાન અને સલમાન ખાનની હિરોઈન રહી ચૂકી છે આ બાળકી, શું તમે બતાવી શકશો નામ?

અસિન થોટ્ટુમકલ બાળપણનો ફોટો

Asin Thottumkal Childhood Photos : આ અભિનેત્રીએ માત્ર બોલિવુડ (Bollywood Actress) જ નહી સાઉથની ફિલ્મો (South Movie) માં ધમાલ મચાવી છે. લોકો સોશિયલ મીડિયા (Social Media) પર તેને ઓળખી બતાવવાની એકબીજાને ચેલેન્જ આપી રહ્યા છે. પરંતુ લોકો નિષ્ફળ થઈ રહ્યા છે.

વધુ જુઓ ...
    હોઠ પર સુંદર સ્મિત રેલાવતી આ નાની બાળકી બોલીવુડના સુપરસ્ટાર અક્ષય કુમાર (Akshay Kumar), આમિર ખાન (Aamir Khan) અને સલમાન ખાન (Salman Khan) ની હિરોઈન રહી ચુકી છે. પોતાની સ્મિતથી લોકોના ચહેરા પર સ્મિત લાવનારી આ છોકરી આજે ખૂબ જ સુંદર અને ગ્લેમરસ લાગે છે. બોલિવૂડમાં જ નહીં, આ છોકરીએ સાઉથની ફિલ્મોમાં પણ ધમાલ મચાવી છે. સોશિયલ મીડિયા પર યુઝર્સ એકબીજાને આ છોકરીને ઓળખવાની ચેલેન્જ આપી રહ્યા છે, પરંતુ લાખો પ્રયાસો પછી પણ લોકો આ છોકરીને ઓળખવામાં લોકો નિષ્ફળ થઈ રહ્યા છે.

    તમે પણ તસવીરને ધ્યાનથી જુઓ અને જરા વિચાર કરો કે આખરે આ છોકરી કોણ છે? આખરે, સાઉથની કઈ અભિનેત્રીએ ત્રણેય સુપરસ્ટાર અક્ષય કુમાર, આમિર ખાન અને સલમાન ખાન સાથે કામ કર્યું છે? જો તમે પણ આ છોકરીને ઓળખી નથી શકતા તો અમે તમને જણાવીએ કે આ કઈ અભિનેત્રી છે?



    અસિન થોટ્ટુમકલ કેથોલિક પરિવારની છે

    આ નાનકડી સુંદર દેખાતી છોકરી છે અભિનેત્રી અસિન થોટ્ટુમકલ (Asin Thottumkal). અસિન કેથોલિક પરિવાર સાથે સંબંધ ધરાવે છે. તેના પિતા જોસેફ થોટ્ટુમકલ છે, જેઓ મૂળ થોડુપુઝાના છે અને જાણીતા ઉદ્યોગપતિ છે. તેઓ તેમની પુત્રીના અભિનયનો બિઝનેસ સંભાળતા પહેલા બિઝનેસ સાથે જ જોડાયેલા હતા. અસિનની માતા સેલિન થોટ્ટુમકલ એક સર્જન છે.



    2001થી કરિયરની શરૂઆત કરી હતી

    આસિને વર્ષ 2001માં તમિલ ફિલ્મથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. તેણે તેની બીજી ફિલ્મ (તમિલ ગજની) માટે સાઉથ ફિલ્મફેરનો શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આપવામાં આવ્યો હતો. અસિનના બોલિવૂડ કરિયરની વાત કરીએ તો તે આમિર ખાન સાથે ફિલ્મ 'ગજની'માં જોવા મળી હતી. તે સલમાન ખાન સાથે 'રેડી' અને અક્ષય કુમાર સાથે 'ગબ્બર ઈઝ બેક', 'બોલ બચ્ચન', 'ઓલ ઈઝ વેલ' જેવી ફિલ્મોમાં જોવા મળી છે.

    આ પણ વાંચોLove Hostel : વિક્રાંત મેસીએ લવ હોસ્ટેલ ફિલ્મ માટે અડધાથી પણ ઓછી ફી લીધી, જણાવ્યું કારણ

    વર્ષ 2016માં રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા હતા

    અસિનનું એક વખત નીલ નીતિન મુકેશ સાથે પણ અફેર હતું. પરંતુ બંને એક થઈ શક્યા નહીં અને વર્ષ 2016 માં, તેણીએ માઇક્રોમેક્સના સહ-સ્થાપક રાહુલ શર્મા સાથે લગ્ન કર્યા અને અભિનયમાંથી બ્રેક લીધો અને જીવનભર તેનો હાથ પકડી લીધો. તેમને ચાર વર્ષની પુત્રી છે.
    Published by:kiran mehta
    First published:

    Tags: Bollywood Interesting story, Bollywood Latest News, Bollywood News in Gujarati, South actress

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन