Home /News /entertainment /Ashram 3: આશ્રમની ત્રીજી સિઝને રેકોર્ડ તોડ્યા, 32 કલાકમાં 100 મિલિયન વખત જોવાઈ

Ashram 3: આશ્રમની ત્રીજી સિઝને રેકોર્ડ તોડ્યા, 32 કલાકમાં 100 મિલિયન વખત જોવાઈ

આશ્રમ 3

ashram 3 web series: અહેવાલો મુજબ માત્ર 36 કલાકમાં જ આ સિરીઝ 100 મિલિયન વખત જોવામાં આવી છે. પ્રથમ બે સિઝનની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી

  Mx playerની ઓરીજીનલ વેબ સિરીઝ એક બદનામ - આશ્રમ 3 (Ashram 3)લોકોને ખૂબ જ ગમી રહી છે. અગાઉની બે સિઝન બાદ બનેલાં માહોલના કારણે ત્રીજી સિઝન સુપરડુપર હિટ જઈ રહી છે. અહેવાલો મુજબ માત્ર 36 કલાકમાં જ આ સિરીઝ 100 મિલિયન વખત જોવામાં આવી છે. પ્રથમ બે સિઝનની દર્શકોએ ખૂબ પ્રશંસા કરી હતી, જેના કારણે તે ઓટીટી (OTT) પર સૌથી વધુ જોવાયેલી શ્રેણી (Web series) બની છે.

  આશ્રમની પ્રથમ બે સીઝન લગભગ 160 મિલિયન પ્રેક્ષકો દ્વારા જોવામાં આવી હતી. બીજી તરફ સીઝન 3નું ટ્રેલર રિલીઝ થયાના છ કલાકમાં જ આ શો ભારતભરમાં યુટ્યુબ પર નંબર 1 પર ટ્રેન્ડ થઈ રહ્યો હતો. આ સિરીઝ રિલીઝ થયા બાદ તેના વાર્તા, પાત્રો અને વિષય ચર્ચાનો વિષય બન્યા છે.

  આશ્રમ સિરીઝ બાબા નિરાલાના જીવન પર પ્રકાશ પાડે છે. બદનામ આશ્રમ-3માં બાબા નિરાલા નીડર બની ગયા છે અને તેમની સત્તા માટેની ઝંખનાએ તેમને અજેય બનાવી દીધા છે. તે પોતાની જાતને બધાથી ઉપર માને છે અને વિચારે છે કે તે ભગવાન છે. આશ્રમની શક્તિ ચરમ પર છે. આ આશ્રમ મહિલાઓના શોષણ, ડ્રગ્સ અને ગેરકાયદે પ્રવૃત્તિઓમાં લિપ્ત રહે છે અને સમાજમાં સત્તા મેળવવા પ્રયાસ કરે છે. બીજી તરફ પમ્મી બાબા નિરાલા પાસે બદલો લેવા માંગે છે.

  MX Mediaના ચીફ કન્ટેન્ટ ઓફિસર ગૌતમ તલવારે જણાવ્યું હતું કે, એમએક્સ પ્લેયરમાં અમારો ઉદ્દેશ હંમેશા જરા હટકે સ્ટોરીઝ બતાવવાનો છે. દર્શકોનું મનોરંજન કરવા માટે અમે વાર્તાકારોને ઉત્તમ સ્ટોરી બતાવવા પ્રોત્સાહિત કરીએ છીએ.

  આ પણ વાંચોઃ-Bhool Bhulaiyaa 2 Box Office Collection: કાર્તિક આર્યનની ફિલ્મે 200 કરોડનો આંકડો મેળવ્યો, અક્ષય કુમારની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોને છોડી પાછળ!

  તેમણે ઉમેર્યું કે, એક બદનામ.. આશ્રમ 3 સિરીઝ જોવા માટે દર્શકોની સંખ્યામાં જબરદસ્ત વધારો થયો છે. આ વાતનો પુરાવો એ છે કે, બીજી સિઝન 17 કલાકથી પણ ઓછા સમયમાં 50 મિલિયનને પાર કરી ગઈ છે અને ત્રીજી સિઝન લોન્ચ થયાના માત્ર 32 કલાકમાં 100 મિલિયનને પાર કરી ગઈ છે. અમે ભવિષ્યમાં પણ અસરકારક સ્ટોરી બતાવવાનું ચાલુ રાખવાનો પ્રયાસ કરીશું. તેમજ અમારા પ્રેક્ષકોએ કરેલી પ્રશંસા બદલ આભાર માનુ છું.

  આ પણ વાંચોઃ-સલમાન ખાન ધમકી: આ કેસમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની પૂછપરછ, પોલીસ કસ્ટડીમાં 3 આરોપી

  નિર્માતા અને દિગ્દર્શક પ્રકાશ ઝા કહે છે કે, આશ્રમ અને અત્યાર સુધીમાં રિલીઝ થયેલી તમામ સીઝન પર અમને ખૂબ ગર્વ છે. પ્રેક્ષકોએ ફરી એકવાર તેમનો પ્રેમ બતાવ્યો છે અને અમે તેમના પ્રતિસાદથી અભિભૂત થઈ ગયા છીએ. આખી કાસ્ટ અને ક્રૂએ અથાક મહેનત કરી છે અને અમને ખુશી છે કે અમને એમએક્સ પ્લેયરનો સારો સહકાર મળ્યો છે. અમે અમારા ભાવિ વેંચરની પણ રાહ જોઈ રહ્યા છીએ. અમે અમારા પ્રેક્ષકોનો આભાર માનીએ છીએ.

  " isDesktop="true" id="1215870" >

  અહીં ઉલ્લેખનીય છે કે, આ સિરિઝમાં બોબી દેઓલ, અદિતિ પોહનકર, ચંદન રોય સાન્યાલ, દર્શન કુમાર, અનુપ્રિયા ગોએન્કા, એશા ગુપ્તા, સચિન શ્રોફ, અધ્યયન સુમન, ત્રિધા ચૌધરી, વિક્રમ કોચર, અનુરિતા કે ઝા, રુશાદ રાણા, તન્મય રંજન, પ્રીતિ સૂદ, રાજીવ સિદ્ધાર્થ અને જયા સીલ ઘોષ પણ છે.
  Published by:ankit patel
  First published:

  Tags: Ashram 3, Bollywood બોલિવૂડ, Entertainment New, Web Series

  विज्ञापन

  ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

  વધુ વાંચો
  विज्ञापन
  विज्ञापन
  विज्ञापन