26/11 Mumbai Attack: મુંબઇ હુમલામાં આ એક્ટરનાં બહેન અને જીજાનું થયું હતું મોત, યાદ કરીને થયો ભાવૂક

26/11 Mumbai Attack: મુંબઇ હુમલામાં આ એક્ટરનાં બહેન અને જીજાનું થયું હતું મોત, યાદ કરીને થયો ભાવૂક
આશિષ ચૌધરીએ બહેન-જીજાજીને યાદ કરી લખી ભાવૂક પોસ્ટ

  • Share this:
    એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: આજે મુંબઇ આતંકી હુમલા (Mumbai Terrorist Attack)ને 12 વર્ષ પૂર્ણ થયા છે. આ 12 વર્ષમાં મુંબઇ (Mumbai) શહેર ખુબ આગળ વધી ગયુ છે. પણ તે આતંકી હુમલામાં મરનારાઓનાં પરિજનો આગળ નથી વધી શક્યાં. કોઇએ દીકરાને ગુમાવ્યો તો કોઇએ તેની બહેનને.. કોઇનાં પિતા પરત નથી આવ્યા તો કોઇની માતાની યાદો આવી રહી છે. જે લોકોએ હુમલામાં તેમનાં પરિજનો ગુમાવ્યા છે.. જે લોકોએ તે હુમલામાં તેમનાં પરિજનો ગુમાવ્યા છે તેમના માટે આ દુખમાંથી બહાર આવવું ખુબજ મુશ્કેલ છે. 'ધમાલ' ફિલ્મમાં નજર આવેલાં એક્ટર આશીષ ચૌધરી (Ashish Chowdhry)એ પણ 12 વર્ષ પહેલાં મુંબઇમાં થયેલાં આતંકવાદી હુમલામાં તેનાં બહેન અને જીજાજીને ગુમાવ્યા હતાં. આજે તેણે તેનાં દીદી અને જીજાજીને યાદ કરાતં એક ઇમોશનલ પોસ્ટ શેર કરી છે.

    આશીષે આજે એટલે કે 26 નવેમ્બરનાં ઇન્સટાગ્રામ પર તેની બહેનની સાથેની તસવીરો શેર કરી છે. એક ઇમોશનલ પોસ્ટ લખી છે. આ પોસ્ટમાં આશીષે લખ્યું છે કે, 'મારો સાચેમાં એકપણ દિવસ આપનાં વગર પર્ણ થતો નથી મોના.. આપને અને જીજાજીને દરરોજ યાદ કરુ છું. આપ બસ હમેશાં મને જોતા રહેજો, જેમ હું આજે પણ તમને જોવું છું. કારણ કે આજે પણ તમે મને હિંમ્મત આપો છો. જેમ પહેલાં આપણે હસતાં રમતા હતાં. આપ આજે પણ દરેક પળ મારી સાથે હાજર છો. અને આપનાં હોવાથી મને શ્વાસ લેવાય છે. '





    આશીષે એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું હતું કે, 26/11 આતંકી હુમલા બાદ તે 40 દિવસ સુધી ડિપ્રેશનમાં રહ્યો હતો. તે સમય તેમનાં પરિવાર પર ખુબ ખરાબ હતો. તે સમયે ઘરનાં અન્ય લોકો પર પણ ખરાબ પ્રભાવ પડ્યો હતો. આશીષે જણાવ્યું કે, તેમની બહેનનાં બાળક તે સમયે ઘણાં નાના હતાં. એટલી નાની ઉંમરમાં તેમણે ઘણું દુખ જોયુ છે.

    આ પણ વાંચો-

    આશીષ મુજબ, તેની બહેન મોનિકા છાબરિયા અને જીજાજી અજીત છાબરિયા હુમલાની રાતે ટ્રાએડેન્ટ હોટલની રેસ્ટોરન્ટમાં ડિનર કરી રહ્યાં હતાં. જ્યારે આતંકવાદીઓએ ફાયરિંગ શરૂ કરી દીધી હતી. આશીષે જણાવ્યું કે 48 કલાક સુધી તે હોટનલી બહાર ઉભો હતો અને બે દિવસ તેને માલૂમ પડ્યું હતું કે, તેની બહેન અને જીજાજીનું નિધન થઇ ગયુ છે .
    Published by:Margi Pandya
    First published:November 26, 2020, 17:44 pm

    टॉप स्टोरीज