અંડમાનમાં ખાસ સમય વિતાવી રહી છે વિતેલા સમયની હિરોઇન આશા પારેખ, વહીદા રહમાન અને હેલન

અંડમાનમાં ખાસ સમય વિતાવી રહી છે વિતેલા સમયની હિરોઇન આશા પારેખ, વહીદા રહમાન અને હેલન
તિન સહેલીયા...અડમાનમાં વિતાવી રહી છે ખાસ સમય

આશા પારેખ તેમનાં સમયમાં 'જુબલી ગર્લ' તરીકે ઓળખાતા હતાં. તો અદબ, અદા અને અદાકારનું સંગમ કહેવાતા હતાં વહિદા રહમાન. હિન્લી ફિલ્મોની સૌથી ચહિતી એક્ટ્રેસ હતી આ બંને અદાકારા.. તો હેલન એક્ટ્રેસની સાથે ખુબજ સુંદર ડાન્સર પણ હતી. એક તરફ જ્યાં વહીદા રહમાન અને આશા પારેખ ફેમસ લીડિંગ એક્ટ્રેસ હતી તો હેલન આઇટમ નંબરથી દર્શકોનું દિલ લુભાવતી હતી. આજે પણ તેમનો જલવો બરકરાર છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: બોલિવૂડની 60-70નાં દાયકાની દિગ્ગજ એક્ટ્રેસ આશા પારેખ (Asha Parekh), વહિદા રહેમાન (Waheeda Rehman) અને હેલન (Helen) પાક્કી મિત્રો છે. હાલમાં આ ત્રોણેય એક્ટ્રેસ ડાન્સ બેઝ રિયાલિટી શો 'ડાન્સ દિવાને સીઝન 3'નાં (Dance Deewane Season 3) નાં સેટ પર આવી હતી. તો હાલમાં આ ત્રણેય મિત્રો એક સાથે ક્વોલિટી સમય વિતાવી રહી છે. જેની તસવીરો તેમણે સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ ત્રણેય હાલમાં અંડમાનમાં રજાઓ ગાળી રહ્યાં છે.

  સોશિયલ મીડિયા પર જેમ આ ત્રણેય એક્ટ્રેસની સાથે તસવીરો સામે આવી છે. તે વાયરલ થઇ રહી છે. તસવીરમાં ત્રણેય એક્ટ્રેસનો કૂલ અવતાર નજર આવી રહ્યો છે. આ તસવીરને પહેલાં ફેનશ ડિઝાઇનર અને પોલિટિશનય બનેલી શાઇના એનસીએ પોસ્ટ કરી હતી. જે સાથે તેણે ફોટો કેપ્શનમાં લખ્યું હતું કે, 'આશા હેલન અને વહીદા રિઅલ વૂમન ગણાવી હતી.' સોશિયલ મીડિયા પર ફેન્સ તેમની આ લેટેસ્ટ તસવીર જોઇ તેનાં પર ખુબ પ્રેમ વર્સાવી રહ્યાં છે.

  હાલમાં જ આશા પારેખ, હેલન અને વહીદા રહમાન માધુરી દીક્ષિતનાં ડાન્સ રિયાલિટી શો ડાન્સ દિવાને 3માં આવ્યાં હતાં. જ્યાં માધુરીએ આશા અને હેલનની ફિલ્મોનાં ફેમસ ગીત પર ડાન્સ કર્યું હતું અને આ એપિસોડ લોકોને ખુબ પસંદ પણ આવ્યો હતો.

  તેમનાં સમયમાં આ એક્ટ્રેસિસ ઇન્ડસ્ટ્રી પર રાજ કરતી હતી. આશા પારેખ તેમનાં સમયમાં 'જુબલી ગર્લ' તરીકે ઓળખાતા હતાં. તો અદબ, અદા અને અદાકારનું સંગમ કહેવાતા હતાં વહિદા રહમાન. હિન્લી ફિલ્મોની સૌથી ચહિતી એક્ટ્રેસ હતી આ બંને અદાકારા.. તો હેલન એક્ટ્રેસની સાથે ખુબજ સુંદર ડાન્સર પણ હતી. એક તરફ જ્યાં વહીદા રહમાન અને આશા પારેખ ફેમસ લીડિંગ એક્ટ્રેસ હતી તો હેલન આઇટમ નંબરથી દર્શકોનું દિલ લુભાવતી હતી. આજે પણ તેમનો જલવો બરકરાર છે.
  Published by:Margi Pandya
  First published:Invalid date

  ટૉપ ન્યૂઝ