મુંબઇ: સુપર સ્ટાર સલમાન ખાનની ફિલ્મ 'રેસ-3' ભલે બોક્સ ઓફિસ પર ભારે કમાણી કરી રહી હોય પણ હકિકતમાં આ ફિલ્મ ક્રિટિક્સ રેટિંગની રેસમાં ઘણી જ પાછળ છે. આ ફિલ્મને IMBDએ સૌથી ખરાબ રેટિંગ મેળવનારી ફિલ્મોની લિસ્ટમા મુકી છે. IMBDની લેટેસ્ટ રિપોર્ટમાં સલમાન ખાનની 'રેસ-3'ને 2.6 રેટિંગ આપવામાં આવી છે.
સલમાન ખાન, જેક્લિન ફર્નાન્ડિઝ, બોબી દેઓલ, ડેઝી શાહ અને સાકિબ સલીમ સ્ટાર આ ફિલ્મની સરખામણી એવી ફિલ્મો સાથે કરીએ જેને આવી જ કે આની આસપાસની રેટિંગ મળી છે. 'ક્યા કૂલ હૈ હમ'ને 2.4 રેટિંગ મળી હતી. 'હમશક્લ્સ'ને 2.1, 'હિમ્મતવાલા'ને 2 અને 'રામ ગોપાલ વર્માની આગ'ને 2.6 રેટિંગ મળી છે.
જ્યાં સુધી IMBD દ્વારા આપવામાં આવેલી રેટિંગની વાત છે તો આપને જણાવી દઇએ કે, સાઇટ પર મળનારી રેટિંગ યૂઝર બેઝ હોય છે. રિડર્સની ઓવરઓલ રેટિંગને આધારે IMBD તેમની રેટિંગ લિસ્ટ તૈયાર કરે છે. 'રેસ-3' વિશે વાત કરીએ તો અહીં અબ્બાસ મસ્તાન દ્વારા શરૂ કરવામાં આવેલી 'રેસ' સીરીઝની ત્રીજી ફિલ્મ છે જેનું ડિરેક્શન અબ્બાસ-મસ્તાને નહીં પણ રેમો ડિસૂઝાએ કર્યુ હતું.
" isDesktop="true" id="774738" >
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર