Home /News /entertainment /Cruise Drugs Case: આર્યન ખાને કબૂલ્યું- ‘સ્લીપિંગ ડિસઓર્ડરના કારણે ગાંજો પીવાનું શરુ કર્યું’, NCB ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો

Cruise Drugs Case: આર્યન ખાને કબૂલ્યું- ‘સ્લીપિંગ ડિસઓર્ડરના કારણે ગાંજો પીવાનું શરુ કર્યું’, NCB ચાર્જશીટમાં થયો મોટો ખુલાસો

આર્યન ખાન (Aryan Khan)ને કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ મામલે ક્લીન ચિટ મળી છે.

Mumbai Cruise Drugs Case: ચાર્જશીટ મુજબ આર્યન ખાને (Aryan Khan) પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 2018ની સાલમાં અમેરિકા (US)માં ગાંજો પીવાનું શરુ કર્યું હતું. એ સમયે આર્યન યુએસમાં કોલેજનો અભ્યાસ કરી રહ્યો હતો.

મુંબઈ. બોલિવુડ એક્ટર શાહરુખ ખાન (Shah Rukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan)ને શુક્રવારે કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ મામલે ક્લીન ચિટ મળી. આર્યન ખાનનું નામ ગયા વર્ષે ઓક્ટોબરમાં સામે આવેલા મુંબઈ ક્રૂઝના ડ્રગ્સ કેસમાં ઉછળ્યું હતું. હવે એનસીબી (NCB) દ્વારા ફાઇલ કરવામાં આવેલી ચાર્જશીટમાં આર્યનનું નામ નથી. ભલે આર્યનને કોર્ડેલિયા ક્રૂઝ ડ્રગ્સ (Cruise Drugs Case) મામલે ક્લીન ચિટ મળી ગઈ હોય, પરંતુ એનસીબીની ચાર્જશીટમાં ઘણાં ચોંકાવનારા ખુલાસા થયા છે. ચાર્જશીટમાં એજન્સીએ ઉલ્લેખ કર્યો છે કે આર્યને તેમને ગાંજા લેવાની વાત જણાવી હતી.

ચાર્જ શીટ મુજબ આર્યન ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે તેણે 2018ની સાલમાં અમેરિકા (US)માં ગાંજો પીવાનું શરુ કર્યું હતું. એ સમયે આર્યન યુએસમાં કોલેજનો અભ્યાસ કરી રહ્યો હતો. આર્યને જણાવ્યું કે તે વખતે તેને સ્લીપિંગ ડિસઓર્ડર હતો અને તેણે ઇન્ટરનેટ પર અમુક આર્ટિકલમાં વાંચ્યું હતું કે ગાંજો પીવાથી આ સમસ્યા દૂર થઈ શકે છે.

આ પણ વાંચો: સિદ્ધુ મુસેવાલા હત્યાકાંડ : સિંગરની જીપનો પીછો કરી રહી હતી બે ગાડીઓ, CCTV વીડિયો આવ્યો સામે

એનસીબીની ચાર્જશીટ અનુસાર આર્યને એજન્સીને એવું પણ જણાવ્યું કે તે બાંદ્રામાં એક ડીલરને ઓળખે છે પણ તેનું નામ કે ચોક્કસ સ્થળ નથી જાણતો કારણકે, મુખ્ય રૂપે તે (ડીલર) તેના મિત્ર આચિતને જાણે છે જે મામલામાં સહ આરોપી છે. ચાર્જ શીટમાં કહેવામાં આવ્યું છે કે આર્યને તેના ફ્રેન્ડ અરબાઝ મર્ચન્ટને સલાહ આપી હતી કે તે ક્રૂઝ પર કોઈ નશીલા પદાર્થ લઈને ન આવે કારણકે, એનસીબી ડ્રગ્સને લઇને ઘણી સક્રિય છે. મર્ચન્ટે એનસીબીને જણાવ્યું કે તે આર્યનનો નજીકનો મિત્ર છે એટલે તેણે ડ્રગ્સ ન લઈ જવાની સલાહ આપી હતી.

અરબાઝે 6 ઓક્ટોબર 2021ના તેના કોઈ નિવેદનમાં એવો દાવો ન હતો કર્યો કે તેની પાસેથી મળી આવેલ ચરસ આર્યન માટે હતું. અરબાઝના શૂઝમાંથી 6 ગ્રામ ચરસ મળ્યું હતું જેના વિશે તેણે નિવેદન આપ્યું હતું કે, પોતાના ઉપયોગ માટે તેણે ચરસ રાખ્યું હતું. આર્યનને એનસીબીએ એટલા માટે ક્લીન ચિટ આપી કારણકે તેની પાસે ન તો ડ્રગ્સ મળ્યું હતું કે ન તો કોઈ પુરાવો હતો કે આર્યને ડ્રગ્સને લઈને કોઈ કાવતરું કર્યું હતું.

આ પણ વાંચો: વધુ એક 18 વર્ષિય બંગાળી મોડલ કમ મેકઅપ આર્ટિસ્ટની આત્મહત્યા, 15 દિવસમાં ચોથું મોત

આર્યન ખાનની ઓક્ટોબર 2021માં મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝમાં ધરપકડ કરવામાં આવી હતી. એનસીબીના અધિકારીઓએ ટિપ મળ્યા બાદ આ ક્રૂઝ શિપ પર છાપો મારીને આર્યન ખાન, તેના મિત્રો અરબાઝ મર્ચન્ટ અને મુનમુન ધામેચા સહિત 20 લોકોની ધરપકડ કરી હતી. આ મામલે આર્યનને લગભગ 25 દિવસ જેલમાં વિતાવવા પડ્યા હતા. કોર્ટથી જમાનત મળ્યા બાદ 30 ઓક્ટોબરે આર્યન તેના ઘરે પરત ફર્યો હતો.
First published:

Tags: Aaryan Khan, Aryan Khan Case, Aryan Khan Drugs Case, Cordelia Cruise Ship, Cruise drugs case, Entertainemt News in Gujarati, NCB, મનોરંજન