Home /News /entertainment /NMACC લૉન્ચ પર આર્યન ખાન સલમાન ખાન સાથે તસવીરો લેતો જોવા મળ્યો; જુઓ વીડિઓ

NMACC લૉન્ચ પર આર્યન ખાન સલમાન ખાન સાથે તસવીરો લેતો જોવા મળ્યો; જુઓ વીડિઓ

NMACCનું સત્તાવાર ઉદઘાટન

NMACC Launch: આજે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)ની સત્તાવાર શરૂઆત થઈ છે. સલમાન ખાન જ્યારે ઈવેન્ટમાં આવ્યો ત્યારે શાહરૂખ ખાનના પુત્ર આર્યન સાથે તસવીરો લેતો જોવા મળ્યો હતો.

આજે નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC)નું સત્તાવાર ઉદઘાટન થઈ ગયું છે. એ-લિસ્ટર્સ અને મોટી સેલિબ્રિટીઓએ આ પ્રસંગને સન્માનિત કરવા હાજર આર્હા હતા. આ પ્રસંગે શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન સલમાન ખાનની સાથે ફોટો પડાવતો જોવા મળ્યો હતો.

આર્યન ખાન અને સલમાન ખાનને સાથે ફોટો પડાવ્યો


આ પ્રસંગે સલમાન ખાન પણ બ્લેક સૂટ પહેરીને જોવા મળ્યો હતો. અહીં શાહરુખ ખાન, ગૌરી, આર્યન અને સુહાના પણ હાજર રહ્યા હતા. કિક એક્ટર આર્યન ખાન સાથે વીડિયો ક્લિપમાં પોઝ આપે છે. આ ફોટા માટે બંનેએ એક સાથે પોઝ આપ્યા હતા. વીડિયો પ્રમાણે ફોટોશૂટ થયા પછી આર્યન નમ્રતાપૂર્વક અભિનેતાનો આભાર માન્યો અને બાદમાં પાછળથી હસતો જોવા મળ્યો હતો. તેમને એકસાથે જોવું ખૂબ જ લોકો પણ ખુશ થયા હતા.



આ પ્રસંગે સેલિબ્રિટીઓએ આપી હાજરી


એક અખબારી યાદી પ્રમાણે સિવિલાઈઝેશન ટુ નેશન સાથે, ‘પ્રશંસનીય ભારતીય નાટ્યકાર અને દિગ્દર્શક ફિરોઝ અબ્બાસ ખાન શાસ્ત્રીય નાટ્યશાસ્ત્રના સિદ્ધાંતો દ્વારા ભારતીય સંસ્કૃતિના સંવેદનાત્મક વર્ણનને એકસાથે લાવશે, જે પર્ફોર્મિંગ આર્ટ્સ પરના પ્રાચીન સંસ્કૃત ગ્રંથ છે. આ નાટકીય પ્રદર્શન 700થી વધુ કલાકારો દ્વારા કરવામાં આવશે અને તેમાં નૃત્ય, સંગીત અને કઠપૂતળી જેવા કલા સ્વરૂપો છે.’

અનુપમ ખેર પણ ફુલ બ્લેકમાં ફરતા જોવા મળ્યા


આ પ્રસંગે નિર્માતા વિધુ વિનોદ ચોપરા પરિવાર સાથે પહોંચ્યા હતા. અનુપમ ખેર પણ ફુલ બ્લેકમાં ફરતા જોવા મળ્યા હતા. તેમના સિવાય બી-ટાઉનની અન્ય હસ્તીઓ પણ હતી. આમિર ખાને પણ તેની પુત્રી ઇરા ખાન અને તેની પાર્ટનર નુપુર શિખરે સહિત તેના પરિવાર સાથે ઇવેન્ટમાં હાજરી આપી હતી. આમિર ખાન ફોટા માટે પોઝ આપતો જોવા મળ્યો હતો. આ સાથે સાથે પ્રિયંકા ચોપરા, નિક જોનાસ અને શાહિદ કપૂર તેની પત્ની મીરા રાજપૂત પણ જોડાયા હતા.
First published:

Tags: Actor salman khan, Aryan Khan, Bollywood News in Gujarati