Home /News /entertainment /Aryan Khan Case: આર્યન ખાન થોડા સમયમાં થઇ શકે છે જેલ મુક્ત, દીકરાને લેવાં જેલ ગયો SRK

Aryan Khan Case: આર્યન ખાન થોડા સમયમાં થઇ શકે છે જેલ મુક્ત, દીકરાને લેવાં જેલ ગયો SRK

આર્યન ખાન (File Photo)

Aryan Khan Case: ક્રૂઝ ડ્રગ (Cruise Drug Case) મામલે મુંબઇની આર્થર રોડ જેલ (Arthur Road Jail)માં બંધ આર્યન ખાન (Aryan Khan)ને બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ ગુરુવારે જામીન આપી દીધા હતાં. જોકે, શુક્રવારનાં જામીનનાં કાગળો યોગ્ય સમયે જેલમાં ન પહોંચતા તેને ગત રાત જેલમાંજ વિતાવી પડી હતી.

વધુ જુઓ ...
મુંબઇ: ક્રુઝ ડ્રગ્સ (Cruise Drug Case) મામલે ત્રણ અઠવાડિયાથી મુંબઇની આર્થ રોડ જેલ (Arthur Road Jail)માં બધ આર્યન ખાન (Aryan Khan) શનિવારે સવારે જેલથી બહાર આવી શકે છે.  હાલમાં દીકરાને જેલ મુક્તિ બાદ લેવા માટે શાહરૂખ ખાન અને ગૌરી ખાન મન્નતથી આર્થર રોડ જેલ માટે નીકળી ગયો છે.

23 વર્ષીય આર્યન ખાનને ગુરવારે બોમ્બે હાઇકોર્ટ (Bombay High Court)એ જામી આપી દીધા હતાં. જોકે શુક્રવારનાં જમીનનાં કાગળ યોગ્ય સમયે જેલમાં ન પહોંચતા તેને ગત રાત જેલમાંજ વિતાવી પડી હતી. તો બીજી તરફ, આર્યન ખાનને જામની પર છુટવા માટે હાઇ કોર્ટે 14 શરતો નક્કી કરી છે. જે મુજબ ત્રણ વિશેષ NDPS કોર્ટમાં તેનો પાસપોર્ટ જમા કરાવવાનો રહેશે. અને તે વિશેષ કોર્ટથી અનુમતિ લીધા વગર હવે દેશ છોડી નહીં શકે.




આજે શનિવારે વહેલી સવારે જેલ અધિકારીઓએ જામીન આદેશ લાવાં માટે આશરે સાડા પાંચ વાગ્યે આર્થર રોડ જેલની બહાર જામીન પેટી ખોલી, ગતરોજ આર્યન ખાનને જામીન આદેશની કોપી આ પેટીમાં નાંખવામાં આવી હતી. જેલનાં એક વરિષ્ઠ અધિકારીએ આ મામલે ગત રોજ કહ્યું હતું કે, 'કાયદો બધા માટે યોગ્ય છે. અમે કોઇને ખાસ મહત્વ આપતા નથી. જામીનનાં કાઘળ પ્રાપ્ત કરવાનાં અંતિસ સમય સાંજે 5.30 વાગ્યાનો હતો અને આ સમયસીમા પાર થઇ ગઇ હતી. તેથી તે આજે શુક્રવારે મુક્ત નહીં થઇ શકે.'




આ પણ વાંચો-NIA ને સોંપવામાં આવી શકે છે મુંબઇ ડ્રગ્સ કેસની તપાસ, સૂત્રોનાં હવાલાથી ખબર

જુહી ચાવલાએ કર્યા હસ્તાક્ષર- આર્યન ખાન (Aryan Khan) આજે જેલમાંથી ગત રોજ બહાર આવી શક્યો નહીં. મુંબઈની આર્થર રોડ જેલના અધિકારીઓએ જણાવ્યું કે, હવે તેને આવતીકાલે જેલમાંથી મુક્ત કરવામાં આવશે. જામીનનો હુકમ સમયસર જેલમાં પહોંચ્યો ન હતો. જેના કારણે તેની રિલીઝ મોકૂફ રાખવામાં આવી છે. ક્રુઝ ડ્રગ્સ કેસમાં બોમ્બે હાઈકોર્ટે (Bombay High Court) ગુરુવારે આર્યન સહિત ત્રણ આરોપીઓને જામીન આપ્યા હતા.



શુક્રવારે આર્યન ખાનને મુક્ત કરવા માટે બોલિવૂડ અભિનેત્રી જુહી ચાવલાએ સેશન્સ કોર્ટમાં પહોંચ્યા બાદ આર્યનના જામીન બોન્ડ પર હસ્તાક્ષર કર્યા હતા. વકીલ સતીશ માનશિંદે પોતે સેશન્સ કોર્ટમાંથી જામીનના કાગળો લઈને આર્થર રોડ જેલ જવા રવાના થયા હતા, પરંતુ પહોંચવામાં તેમને વિલંબ થયો હતો. આર્થર રોડ જેલ પ્રશાસનનું કહેવું છે કે, આર્યન ખાનને શનિવારે સવારે મુક્ત કરવામાં આવશે.

આ પણ વાંચો-Aryan Khan Case: આજે જલમાં જ વિતશે આર્યન ખાનની રાત, ટાઈમે ન મળી રીલીઝ ઓર્ડરની કોપી

14 શરતો પર બોમ્બે હાઇકોર્ટે આર્યનને મુક્ત કર્યો-
બોમ્બે હાઈકોર્ટે આર્યનની મુક્તિ માટે 14 શરતો મૂકી છે. હાઈકોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતો અનુસાર આર્યન અને અન્ય બંનેએ તેમના પાસપોર્ટ સ્પેશિયલ એનડીપીએસ કોર્ટમાં જમા કરાવવા પડશે અને તેઓ સ્પેશિયલ કોર્ટની પરવાનગી લીધા વિના ભારત છોડશે નહીં. તેણે દર શુક્રવારે NCB ઓફિસમાં પોતાની હાજરી નોંધાવવા માટે આવવું પડશે. જસ્ટિસ એન ડબલ્યુ સાંબ્રેએ શુક્રવારે બપોરે ઑપરેટિવ ઓર્ડરની નકલ પર હસ્તાક્ષર કર્યા હતા. આનાથી આર્યન ખાનના વકીલોને સાંજ સુધીમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાંથી મુક્ત કરવામાં મદદ મળશે.

જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેન્ચે ગુરુવારે આર્યન ખાનને જામીન આપ્યા હતા. મુંબઈના દરિયાકાંઠે એક ક્રુઝ શિપ પર દરોડા દરમિયાન ધરપકડ કરવામાં આવ્યાના 25 દિવસ બાદ તેને જામીન આપવામાં આવ્યા હતા. કોર્ટે કહ્યું હતું કે, તે જામીનની શરતો અને જામીનની રકમ પર શુક્રવારે પોતાનો આદેશ આપશે. કોર્ટે કહ્યું કે, જો ત્રણેયમાં કોઈપણ શરતોનું ઉલ્લંઘન કરે છે, તો NCB તેમના જામીન રદ કરવા માટે સીધા જ વિશેષ કોર્ટમાં અરજી કરશે. આરોપી વ્યક્તિગત રીતે કે અન્ય કોઈપણ માધ્યમથી સાક્ષીઓને પ્રભાવિત કરવાનો કે પુરાવા સાથે ચેડા કરવાનો પ્રયાસ કરશે નહીં.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
First published:

Tags: Aryan Khan, Bombay high court, Cruise drugs case, Shahrukh Khan

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો