Aryan Khan ડ્રગ કેસમાં નવો વળાંક! સાક્ષીએ કહ્યું- 18 કરોડમાં ડીલ થઈ, NCBએ આરોપને ફગાવ્યો

આર્યન ખાન ડ્રગ કેસમાં નવો વળાંક

આ કેસમાં, સમીર વાનખેડેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, તે પછીથી તેનો ચોક્કસ જવાબ આપશે.

  • Share this:
    મુંબઈ : ક્રૂઝ ડ્રગ્સ પાર્ટી કેસ (Cruise Drugs Party Case)માં નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) દ્વારા ધરપકડ કરાયેલા અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ના કેસમાં નવો વળાંક આવ્યો છે. આ કેસમાં એનસીબીના સાક્ષીઓએ ચોંકાવનારા ખુલાસા કર્યા છે. પોતાને કેપી ગોસાવી (KP Gosavi)નો બોડીગાર્ડ ગણાવતા પ્રભાકર સેલે NCB ઝોનલ ડાયરેક્ટર સમીર વાનખેડે (sameer wankhede) અને ગોસાવી પર પૈસાની લેવડદેવડનો આરોપ લગાવ્યો છે. પ્રાઇવેટ ડિટેક્ટીવ કેપી ગોસાવીનો ફોટો આર્યન ખાન સાથે વાયરલ થયો હતો. આ કેસમાં, સમીર વાનખેડેએ તમામ આરોપોને નકારી કાઢ્યા છે અને કહ્યું છે કે, તે પછીથી તેનો ચોક્કસ જવાબ આપશે.

    પ્રભાકર સેલ નામના આ સાક્ષીએ એફિડેવિટમાં દાવો કર્યો છે કે, તેણે કેપી ગોસાવી અને સેમ ડિસોઝા વચ્ચે 18 કરોડ રૂપિયાની ડીલ વિશે સાંભળ્યું હતું. તેમાંથી 8 કરોડ રૂપિયા NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને આપવાના હતા. તેણે એવો પણ દાવો કર્યો છે કે, તેણે કેપી ગોસાવી પાસેથી રૂપિયા લઈ સેમ ડિસોઝા સુધી પહોંચાડ્યા હતા.

    પ્રભાકર સેલ એ જ વ્યક્તિ છે જેનો NCB એ સાક્ષી તરીકે 6 ઓક્ટોબરના રોજ બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં ઉલ્લેખ કર્યો હતો. હવે પ્રભાકરે આરોપ લગાવ્યો છે કે, કેપી ગોસાવી ગુમ છે. તેમનું કહેવું છે કે, તેમને ડર છે કે કેપી ગોસાવીનો જીવ જોખમમાં છે. એટલા માટે તેણે આ એફિડેવિટ ફાઇલ કરી છે.

    બીજી તરફ એનસીબીના સૂત્રોનું કહેવું છે કે, આ તમામ આક્ષેપો પાયાવિહોણા છે. તેમણે એવો સવાલ પણ ઉઠાવ્યો હતો કે, જો પૈસાની લેવડદેવડ થતી હોય તો પછી કોઈ પણ જેલમાં કેમ હોય. સૂત્રોએ જણાવ્યું કે, આ તમામ આરોપો NCBની છબી ખરાબ કરવા માટે કરવામાં આવી રહ્યા છે. ઓફિસમાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે. આવું ક્યાંય બન્યું નથી.

    આ પણ વાંચોNCBના રડાર પર 'સેલિબ્રિટીનો' નોકર પણ, અનન્યા પાંડેના કહેવા પર આર્યનને ડ્રગ્સ પહોંચાડ્યું હોવાની શંકા

    અધિકારીઓ તો એમ પણ કહે છે કે તેઓ 2 ઓક્ટોબર પહેલા પ્રભાકર સેલને જાણતા પણ નહોતા. સૂત્રોએ જણાવ્યું કે તેનું સોગંદનામું એનડીપીએસ કોર્ટમાં મોકલવામાં આવશે. NCB ત્યાં પણ તેનો જવાબ આપશે.
    Published by:kiran mehta
    First published: