આર્યન ખાન 19 નવેમ્બરે NCB અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો. (ફાઈલ તસવીર)
Aryan Khan Drugs case: એનસીબીએ 2 ઓક્ટોબરે મુંબઈના દરિયામાં એક ક્રુઝ શિપ પર દરોડો પાડ્યો હતો જેમાં ડ્રગ્સ જપ્ત કરવાનો દાવો કર્યો હતો. દરોડા દરમિયાન આર્યન ખાન અને અન્ય ઘણા લોકોની ધરપકડ કરવામાં આવી હતી. હાઇકોર્ટ દ્વારા નક્કી કરાયેલી શરતો અનુસાર આર્યને એનડીપીએસ કોર્ટમાં પોતાનો પાસપોર્ટ પણ જમા કરાવ્યો હતો.
મુંબઈ: ડ્રગ્સ કેસમાં શાહરુક ખાનના દિકરા આર્યનખાન (Aryan Khan)ની મુશ્કેલી વધી શકે છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) આર્યનના જામીનને સુપ્રીમ કોર્ટ (SC)માં પડકારવાનો વિચાર કરી રહ્યું છે. મહત્વનું છે કે, 28 ઓક્ટોબરે તેને મુંબઈ હાઈકોર્ટ દ્વારા જામીન આપવામાં આવ્યા હતા. 23 વર્ષીય આર્યનને NCBએ 3 ઓક્ટોબરે ધરપકડ કરી હતી. એક લાખ રૂપિયાની બોન્ડ અને એટલી જ રકમની બે જામીન પર મુક્ત કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો.
NCBના અધિકારીઓ સુપ્રિમ કોર્ટમાં જામીન અરજી પડકારી શકે છે
સમાચાર એજન્સી એએનઆઈ અનુસાર NCBના મોટા અધિકારીઓ અત્યારે મુંબઈ હાઈકોર્ટના ઓર્ડર પર કાયદાકીય સલાહ લઈ રહ્યા છે, માનવામાં આવી રહ્યું છે કે, વહેલી તકે એનસીબી દ્વારા આ જામીનને સુપ્રિમ કોર્ટમાં પડકારવામાં આવી શકે છે. ઉચ્ચ ન્યાયાલય દ્વારા નક્કી કરેલી શરતો અનુસાર આર્યને એનડીપીએસ અદાલતમાં તેનો પાસપોર્ટ જમા કરાવ્યો છે. સાથે જ તેને કોર્ટની પરવાનગી વિના ભારત છોડવાની મંજૂરી આપી નથી.
આર્યન ખાન 19 નવેમ્બરે NCB અધિકારીઓ સમક્ષ હાજર થયો હતો. આ કેસમાં આર્યનની આ ત્રીજી સાપ્તાહિક હાજરી હતી. NCB ઓફિસમાં હાજર થયા બાદ આર્યન દિલ્હીથી આવેલી એજન્સીની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ સમક્ષ પણ હાજર થયો હતો જે હવે આ મામલે તપાસ કરી રહી છે. NCBની સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SET)એ અત્યાર સુધીમાં 12થી વધુ લોકોના નિવેદનો નોંધ્યા છે. એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ જ્ઞાનેશ્વર સિંહે કહ્યું કે, ટીમ તપાસની ગતિ અને દિશાથી સંતુષ્ટ છે. સિંઘ વિજિલન્સ તપાસનું નેતૃત્વ કરી રહ્યા છે.
મહારાષ્ટ્રના મંત્રી નવાબ મલિકે આરોપ લગાવ્યો છે કે NCBના મુંબઈ ઝોન ડાયરેક્ટર સમીર વાનખેડે અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાનને ખંડણી માટે 'અપહરણ' કરવાના કાવતરામાં સામેલ હતા. અહીં પત્રકારો સાથે વાત કરતા મલિકે દાવો કર્યો હતો કે ભાજપની યુવા પાંખના ભૂતપૂર્વ મુંબઈ અધ્યક્ષ મોહિત ભારતીય કાવતરાના "માસ્ટર માઈન્ડ" હતા.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર