આર્યન ખાનનો બચાવ કરશે મુકુલ રોહતગી, બોમ્બે હાઈકોર્ટમાં માંગશે આજે જામીન

આર્યન ખાન ડ્રગ કેસ પર આજે બોમ્બે હાઈકોર્ટમાં સુનાવણી

આ કેસમાં ધરપકડ કરાયેલી ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી પર પણ કોર્ટ આજે સુનાવણી કરશે. મુંબઈની વિશેષ અદાલતે બુધવારે (19 ઓક્ટોબર) આર્યનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો

 • Share this:
  મુંબઈ: ક્રૂઝમાંથી ડ્રગ્સ (Mumbai Drug Case) જપ્ત કરવાના મામલે ધરપકડ કરાયેલ અભિનેતા શાહરૂખ ખાન (Shahrukh Khan)ના પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની જામીન અરજી (drugs case aryan khan Bail application) પર બોમ્બે હાઈકોર્ટ (Bombay High Court) 26 ઓક્ટોબરે સુનાવણી કરશે. છેલ્લી સુનાવણી દરમિયાન આર્યનના વકીલ સતીશ માનશિંદેએ જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેની સિંગલ બેંચ સમક્ષ અરજી રજૂ કરી અને તાત્કાલિક સુનાવણીની વિનંતી કરી. તો, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB) તરફથી હાજર રહેલા વધારાના સોલિસિટર જનરલ અનિલ સિંહે એક સપ્તાહનો સમય માંગ્યો હતો. જજ જસ્ટિસ એનડબલ્યુ સાંબ્રેએ ત્યારબાદ સુનાવણી માટે 26 ઓક્ટોબર નક્કી કરી હતી.

  આ કેસમાં ધરપકડ કરાયેલી ફેશન મોડલ મુનમુન ધામેચાની જામીન અરજી પર પણ કોર્ટ આજે સુનાવણી કરશે. મુંબઈની વિશેષ અદાલતે બુધવારે (19 ઓક્ટોબર) આર્યનને જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. કોર્ટે કહ્યું હતું કે, પ્રાથમિક દૃષ્ટિએ એવું લાગે છે કે, તે નિયમિતપણે ડ્રગ સંબંધિત પ્રવૃત્તિઓમાં સામેલ હતો. કોર્ટે કહ્યું હતું કે, વોટ્સએપ ચેટ દ્વારા પણ એવું લાગતું હતું કે તે ડ્રગ સ્મગલરોના સંપર્કમાં હતો.

  ઉલ્લેખનીય છે કે, મુંબઈની એનડીપીએસ કોર્ટે (NDPS Court of Mumbai)ક્રૂઝ ડ્રગ્સ કેસમાં (Cruise Drugs Case) અભિનેતા (bollywood actor) શાહરુખ ખાનના (shahrukh khan) પુત્ર આર્યન ખાન (Aryan Khan)ની જામિન અરજી નકારી કાઢી હતી. કોર્ટે આર્યન ખાનની સાથે અરબાઝ અને મુનમુન ધમેચાની જામીન અરજી પણ નકારી કાઢી હતી. એનસીબીએ (NCB) આર્યન ખાન, મર્ચેન્ટ અને ધમેચાને માદક પદાર્થો રાખવા, આ સંબંધિત ષડયંત્ર અને સેવન, ખરીદ અને તસ્કરીના આરોપમાં ત્રણ ઓક્ટોબરે ધરપકડ કરી હતી. ત્રણેય આ સમયે ન્યાયિક કસ્ટડીમાં છે.

  આર્યન અને મર્ચેન્ટ મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે જ્યારે ધમેચા અહીની બાયકુલા મહિલા કારાગારમાં બંધ છે. મામલામાં આરોપી આર્યન ખાન અને અન્ય સામે એનડીપીએસ કાયદાની કલમ-8 (C), 20 (B), 27,28,29 અને 35 અંતર્ગત મામલો નોંધ્યો હતો.

  આ પણ વાંચોસત્ય ઘટના પર આધારીત 11 Crime ડોક્યુમેન્ટરી ફિલ્મનું List, જુઓ - કઈં ડોક્યુમેન્ટ્રી ક્યાં જોઈ શકાશે

  ઉલ્લેખનીય છેકે 14 ઓક્ટોબરે આર્યન ખાનને ક્વોરંટીન પુરુ થયા બાદ સ્થાનિક આર્થર રોડ જેલની સામાન્ય બેરેકમાં શિફ્ટ કર્યો હતો. એનસીબીની પ્રારંભિત કસ્ટડ સમાપ્ત થયા બાદ મેજિસ્ટ્રેટે જામીન આપવાનો ઇન્કાર કરી દીધો હતો. અને ન્યાયિક કસ્ટડીમાં મધ્ય મુંબઈની આર્થર રોડ જેલમાં મોકલી આપ્યો હતો. તેમને સાત દિવસ સુધઈ ક્વોરંટીન રાખવામાં આવ્યા હતા.
  Published by:kiran mehta
  First published: