Drugs Case: શાહરુખ ખાનનો દીકરો હજુ 2 દિવસ જેલમાં જ રહેશે, હવે 13 ઓક્ટોબરે સુનાવણી થશે

આર્યન ખાનની જામીન અરજી પર હવે બુધવારે થશે સુનાવણીિ

Drugs Case: સલમાન ખાનના (Salman Khan) હિટ એન્ડ રન કેસમાં સલમાનનો કેસ લડનારા સીનિયર વકીલ અમિત દેસાઈએ (Amit Desai) કોર્ટમાં આર્યન તરફથી દલીલો કરી હતી. નોંધનીય છે કે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન (Aryan Khan) 2 ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરની બપોર સુધી NCB લૉકઅપમાં હતો અને ત્યાર બાદથી તે આર્થર રોડ જેલમાં છે. 8 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી.

  • Share this:
    Drugs Case: શાહરુખ ખાનના દીકરા આર્યન ખાનની જામીન અરજી પર આજે (11 ઓક્ટોબર) સેશન્સ કોર્ટમાં સુનાવણી શરૂ થઈ હતી અને કોર્ટે સુનાવણી 13 ઓક્ટોબરના રોજ રજૂ કરવાનો આદેશ આપ્યો છે, એટલે કે શાહરુખ ખાનનો  (Shahrukh Khan Son) દીકરો આર્યન ખાન (Aryan Khan) હજી બે દિવસ માટે જેલમાં જ રહેશે. આર્યનના વકીલ સતીશ માનશિંદેએ 9 ઓક્ટોબરના રોજ શનિવારે જામીન અરજી દાખલ કરી હતી. સલમાન ખાનના (Salman Khan) હિટ એન્ડ રન કેસમાં સલમાનનો કેસ લડનારા સીનિયર વકીલ અમિત દેસાઈએ (Amit Desai) કોર્ટમાં આર્યન તરફથી દલીલો કરી હતી. નોંધનીય છે કે ડ્રગ્સ કેસમાં આર્યન ખાન (Aryan Khan) 2 ઓક્ટોબરથી આઠ ઓક્ટોબરની બપોર સુધી NCB લૉકઅપમાં હતો અને ત્યાર બાદથી તે આર્થર રોડ જેલમાં છે. 8 ઓક્ટોબરે કોર્ટે આર્યનની જામીન અરજી ફગાવી દીધી હતી.

    કોર્ટ રૂમમાં શું થયું?- કોર્ટમાં દેસાઈએ કહ્યું હતું કે આ કેસમાં આર્યન એક માત્ર એવી વ્યક્તિ છે, જેની પાસેથી કોઈ રિકવરી થઈ નથી. દેસાઈની આ દલીલ બાદ NCBએ કોર્ટમાં જવાબ દાખલ કરવા માટે સમય માગ્યો છે. NCBના વકીલ ચિમેલકરે કહ્યું હતું, સામાન્ય રીતે NCBને જવાબ દાખલ કરવામાં એક અઠવાડિયાનો સમય લાગે છે. દેસાઈ જે તથ્યોની વાત કરે છે, તે સાચા નથી. અમે તપાસના ડોક્યુમેન્ટ્સ રેકોર્ડમાં મૂકીશું. મને ઓછામાં ઓછા 2-3 દિવસનો સમય આપો.

    આર્યન ખાન


    આર્યન તથા NCBના વકીલ વચ્ચે ઉગ્ર દલીલો- આર્યનના વકીલ દેસાઈએ દલીલ કરી હતી કે શુક્રવારે જે જામીન અરજી દાખલ થયા બાદ NCB પાસે જવાબ આપવા માટે 2 દિવસનો સમય હતો. આ દરમિયાન મીડિયા રિપોર્ટ્સમાં જોઈ શકાય છે કે તે સતત ધરપકડ કરે છે. આના પર NCBના બીજા વકીલ સેતનાએ કહ્યું હતું કે આ કેસમાં કોઈ એજન્સી નથી. અમને જામીન અરજી ગઈ કાલે જ મળી હતી. આથી અમે 2 દિવસનો સમય માગ્યો છે. તે યોગ્ય છે. સામન્ય રીતે અમે 7 દિવસનો સમય માગતા હોઈએ છીએ.

    આર્યનના વકીલ સતીશ માનશિંદેએ કહ્યું હતું કે આ નોર્મલ કેસ નથી, પરંતુ કોર્ટે આગામી સુનાવણી 13 ઓક્ટબોરના રોજ બપોરે 2.45 વાગે કરવાનો આદેશ આપ્યો હતો.
    Published by:Margi Pandya
    First published: