Home /News /entertainment /Aryan Khan Drugs Case: આર્યન ખાને NCBને પૂછ્યું, 'શું હું ખરેખર તેને લાયક હતો? મારી ઇજ્જત પણ બરબાદ થઇ'
Aryan Khan Drugs Case: આર્યન ખાને NCBને પૂછ્યું, 'શું હું ખરેખર તેને લાયક હતો? મારી ઇજ્જત પણ બરબાદ થઇ'
આર્યન ખાને NCBને પૂછ્યું, 'શું હું ખરેખર તેને લાયક હતો? મારી ઇજ્જત પણ બરબાદ થઇ'
આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB Arrested Aryan Khan in Drugs case) દ્વારા કથિત ડ્રગ કેસમાં પકડવામાં આવ્યો હતો. સમીર વાનખેડેની (Sameer Wankhede) અધ્યક્ષતામાં એનસીબીના ઝોનલ ડિરેક્ટોરેટ દ્વારા તેમની સામેના આરોપોની સ્વતંત્ર રીતે તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી.
ગયા વર્ષે, શાહરૂખ ખાન (shahrukh khan) અને તેના પરિવારે તેમના સૌથી મુશ્કેલ સમયનો સામનો કરવો પડ્યો હતો, કારણ કે તેમના પુત્ર આર્યન ખાનને નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરો (NCB Arrested Aryan Khan in Drugs case) દ્વારા કથિત ડ્રગ કેસમાં પકડવામાં આવ્યો હતો. સમીર વાનખેડેની (Sameer Wankhede) અધ્યક્ષતામાં એનસીબીના ઝોનલ ડિરેક્ટોરેટ દ્વારા તેમની સામેના આરોપોની સ્વતંત્ર રીતે તપાસ કરવા માટે એક વિશેષ તપાસ ટીમની રચના કરવામાં આવી હતી. એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે સ્ટાર કિડ પાસે ગેરકાયદેસર ડ્રગ્સનો કબજો (possession of illicit drugs) હતો અને 2 ઓક્ટોબરના રોજ કોર્ડેલિયા ક્રુઝમાંથી તેની ધરપકડ (arrested from the Cordelia cruise) કરવામાં આવી હતી. જો કે, પૂરતા પુરાવાના અભાવે તેની સામેના તમામ આરોપોને દૂર કરવામાં આવ્યા હતા.
હવે, SIT ના વડા એનસીબીના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ સંજય સિંહે ઇન્ડિયા ટુડે મેગેઝિન સાથેની તેમની કવર સ્ટોરી 'લેસન્સ ફ્રોમ ધ આર્યન ખાન કેસ' માટે કરેલી વાતચીતમાં આર્યન સાથેની વાતચીત અંગેનો ખુલાસો કર્યો હતો. પ્રકાશન અનુસાર સિંહે કબૂલાત કરી હતી કે, અમે તેવી અપેક્ષા નહોતી કરી કે આર્યનની આટલી કડક પૂછપરછ થશે.
તેણે ખુલાસો કર્યો કે તેણે આર્યનને સ્થિર મગજ સાથે આવવવાનું કહી કમ્ફર્ટબલ કર્યા પછી સ્ટાર કિડે તેને પૂછ્યું કે, "સર, તમે મને આંતરરાષ્ટ્રીય ડ્રગ તસ્કરો તરીકે પેઇન્ટ કર્યો છે, કે હું ડ્રગની હેરફેરને ફાઇનાન્સ કરું છું - શું આ આરોપો વાહિયાત નથી? તેમને તે દિવસે મારી પાસેથી કોઈ ડ્રગ્સ મળ્યું ન હતું અને તેમ છતાં તેઓએ મારી ધરપકડ કરી હતી. સર, તમે મારી સાથી ખૂબ ખોટું કર્યું છે અને મારી ઇજ્જત પણ બરબાદ કરી છે. શા માટે મારે આટલાં બધાં અઠવાડિયાં જેલમાં ગાળવાં પડ્યાં - શું હું ખરેખર તેને લાયક હતો?"
સિંહે એ પણ ખુલાસો કર્યો હતો કે શાહરૂખ ખાન જ્યારે તેને મળ્યો ત્યારે તેનું દિલ તૂટી ગયું હતું અને તેણે શેર કર્યું હતું કે આર્યન સારી રીતે સૂઈ રહ્યો નથી. સિંહના જણાવ્યા અનુસાર, એસઆરકેએ તેને એમ પણ કહ્યું હતું કે તેને આખી રાત સાથ આપવા માટે તેણે આર્યનના બેડરૂમમાં જવું પડશે.
આંખોમાં આંસુ સાથે શાહરૂખ ખાને સિંહને જણાવ્યું હતું કે, "અમને એક પ્રકારના મોટા ગુનેગારો અથવા રાક્ષસો તરીકે દર્શાવવામાં આવ્યા છે, જેઓ સમાજનો નાશ કરવા માટે બહાર રહે છે. દરરોજ બહાર જવા માટે અમારે ઘણી મુશ્કેલીઓ વેઠવી પડે છે."
આ દરમિયાન ન્યૂઝ 18 સાથેની એક ખાસ મુલાકાતમાં સંજય સિંહે પ્રારંભિક તપાસમાં કેટલીક ગેરરીતિઓ તરફ ધ્યાન દોર્યું હતું, જેમ કે બાતમીદારોને સાક્ષી બનાવવામાં આવે છે, કાયદા અનુસાર મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવતા નથી, વપરાશ સાબિત કરવા માટે કોઈ તબીબી તપાસ કરવામાં આવતી નથી અને પ્રાથમિક પુરાવા તરીકે વોટ્સએપ ચેટ્સનો ઉપયોગ કરવામાં આવે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર