મુંબઈ. અભિનેતા શાહરુખ ખાન (Shahrukh Khan)ના દીકરા આર્યન ખાન (Aryan Khan)થી જોડાયેલા ડ્રગ્સ કેસમાં નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યુરો (NCB)ના સાક્ષી કિરણ ગોસાવીની પુણે પોલિસે અટકાયત (Kiran Gosavi has been detained) કરી છે. કેટલાય દિવસોથી ફરાર રહેલા ગોસાવી વિરુદ્ધ અલગ-અલગ પોલિસ સ્ટેશનમાં ત્રણ કેસ નોંધાયા છે. પુણે પોલિસે ગોસાવીની કસ્ટડીની પુષ્ટિ કરી. પુણે પોલિસ કમિશનર અમિતાભ ગુપ્તાએ જણાવ્યું કે, ડ્રગ્સ-ઓન-ક્રૂઝ મામલે એનસીબીના સાક્ષી કિરણ ગોસાવીની અટકાયત કરવામાં આવી છે. ત્રણ દિવસ પહેલાં ગોસાવીએ દાવો કર્યો હતો કે તેઓ ઉત્તર પ્રદેશના લખનૌ સ્થિત મડિયાંવ સ્ટેશનમાં આત્મસમર્પણ કરવા જઈ રહ્યા છે.
તો કસ્ટડીમાં લેવામાં આવ્યા એ પહેલાં ગોસાવીએ પ્રભાકર સાઈલ (Prabhakar Sail)ના દાવાને ખોટા ગણાવ્યા હતા. ANI મુજબ ગોસાવીએ કહ્યું- પ્રભાકર સાઈલ ખોટું બોલે છે. હું બસ એટલી વિનંતી કરવા માગું છું કે તેમની સીડીઆર રિપોર્ટ જાહેર કરવી જોઈએ. મારી સીડીઆર રિપોર્ટ અથવા ચેટ બહાર પાડી શકો છો. પ્રભાકર સાઈલ અને તેના ભાઈની સીડીઆર રિપોર્ટ તેમજ ચેટ સામે આવે તો બધું જ સ્પષ્ટ થઈ જશે.
ગોસાવીએ કહ્યું- મારા સમર્થનમાં ઓછામાં ઓછા એક મંત્રી અથવા મહારાષ્ટ્રથી વિપક્ષના કોઈ નેતા ઊભા રહે. હું જેની માંગ કરી રહ્યો છું એ માટે તેમણે (વિપક્ષ નેતા) પણ પોલિસને નિવેદન કરવું જોઈએ. એક વાર સાઈલ અને તેના ભાઈની સીડીઆર રિપોર્ટ સામે આવી તો મામલો એકદમ સ્પષ્ટ થઈ જશે.
કિરણ ગોસાવી 2 ઓક્ટોબરના ક્રૂઝ પર NCBની રેઇડ દરમ્યાન અને પછી આર્યન ખાન સાથે એજન્સીની ઓફિસમાં હાજર હતા, બંને જગ્યાએ આર્યન ખાન સાથે તેમની સેલ્ફી અને વિડીયો સામે આવ્યા હતા અને વાયરલ થયા હતા. ગોસાવીએ આ પહેલા કહ્યું હતું કે ‘ક્રૂઝ પર કાર્યવાહી થવાની હતી એ પહેલા મને પોતાના બાતમીદારો દ્વારા સૂચના મળી હતી. પછી મેં એનસીબીને જણાવ્યું. ગોસાવીએ એવો દાવો પણ કર્યો હતો કે આર્યન સાથે તેમણે જે સેલ્ફી લીધી છે એ એનસીબી ઓફિસમાં નહીં પણ એક ક્રૂઝ પર લેવામાં આવી હતી.’
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર