આર્યન ખાન અને સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી ક્રિકેટ રમતા થયા કેમેરામાં કેદ

આર્યન ખાન અને સુનીલ શેટ્ટીનો પુત્ર અહાન શેટ્ટી ક્રિકેટ રમતા થયા કેમેરામાં કેદ
વાયરલ ફોટો ઉપરની તસવીર

શાહરૂખ ખાનનો પુત્ર આર્યન ખાન અને સુનીલ શેટ્ટીના પુત્ર અહાન શેટ્ટીને મુંબઈમાં ક્રિકેટ મેચની મજા માણતા ક્લિક કરવામાં આવ્યા હતા.

 • Share this:
  મુંબઈઃ શાહરૂખ ખાનનો (Shahrukh Khan) પુત્ર આર્યન ખાન (Aaryan Khan) અને સુનીલ શેટ્ટીના (Sunil Sherry) પુત્ર અહાન શેટ્ટીને ( Ahan Shetty) તાજેતરમાં જ મુંબઈમાં થોડા મિત્રો સાથે ક્રિકેટ (cricket) રમતા જોવામાં આવ્યા હતા. ક્રિકેટ મેચમાં આર્યન અને અહાનને પાપારાઝી દ્વારા ક્લિક કરવામાં આવ્યા હતા. રમત દરમિયાન બેટિંગ અને બોલિંગમાં પોતાનો હાથ અજમાવતાં સ્ટાર કિડ્સ ગ્રાઉન્ડ પર સંપૂર્ણ ફોર્મમાં જોવા મળ્યાં હતાં.

  આ પહેલીવાર નથી જ્યારે તેઓ રમતગમત માટે મળ્યા. તેઓ વિકેન્ડમાં પણ ફૂટબોલ રમતા જોવા મળ્યા હતા. ક્રિકેટ દરમિયાનની તસ્વીરો ગણતરીના સમયમાં જ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર વાયરલ થઈ ગઈ.  મેદાન પર રમતી વખતે બંનેએ પોતાનુ શ્રેષ્ઠ પ્રદર્શન આપ્યું હતું. આર્યને ઓલ-બ્લેક ટ્રેકસૂટ પહેર્યો હતો. તેણે ટ્રેક શોર્ટ્સ, મલ્ટીકલર્ડ સ્નીકર્સની જોડી અને ઓવરસાઇઝડ પ્રિન્ટેડ ટી-શર્ટ પહેર્યા હતા. તો અહાને બ્લેક રિંગિંગ શોર્ટ્સ અને વ્હાઇટ સ્નીકર્સની જોડીવાળી વ્હાઇટ ટીશર્ટ પહેરી હતી. મેચ દરમિયાન તે બેટિંગ કરતો હતો અને તેણે ફિલ્ડરની ભૂમિકા પણ નિભાવી હતી.

  આ પણ વાંચોઃ-

  આર્યન હાલમાં લોસ એન્જલસમાં યુનિવર્સિટી ઓફ સાઉધર્ન કેલિફોર્નિયામાં ફિલ્મમેકિંગનો કોર્સ કરી રહ્યો છે. લંડનથી સેવનઓક્સ સ્કૂલનો સ્નાતક, આર્યન એક ફિલ્મ નિર્માતા તરીકે બોલિવૂડમાં પ્રવેશ કરવામાં રસ ધરાવે છે. પરંતુ હજુ સુધી આ અંગે કોઈ પુષ્ટિ મળી નથી. એનિમેશન રિલીઝ, ધ લાયન કિંગના હિન્દી ડબ વર્ઝન માટે મુફાસાના પુત્ર સિમ્બાના પાત્રને તેને પોતાનો અવાજ આપ્યો હતો.  તો અહાન જલ્દીથી બોલિવૂડમાં અભિનયની શરૂઆત કરશે. તે આવનારી ફિલ્મ તડપથી ઈન્ડસ્ટ્રીમાં પદાર્પણ કરશે. મિલન લુથરિયા દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ કાર્તિકેય ગુમ્માકોંડા અને પાયલ રાજપૂત અભિનીત 2018ની તેલુગુ ફિલ્મ આરએક્સ 100ની હિન્દી રિમેક છે. આ ફિલ્મમાં તારા સુતરીયા લીડ રોલ ભજવશે.
  Published by:ankit patel
  First published:February 04, 2021, 18:44 pm

  ટૉપ ન્યૂઝ