'ડર્ટી પિક્ચર' ની હિરોઇનનું નથી થયુ મર્ડર, પેટમાંથી મળ્યો 2 લિટર દારૂ, ઓટેપ્સી રિપોર્ટમાં ખુલાસો

'ડર્ટી પિક્ચર' ની હિરોઇનનું નથી થયુ મર્ડર, પેટમાંથી મળ્યો 2 લિટર દારૂ, ઓટેપ્સી રિપોર્ટમાં ખુલાસો
આર્યા બેનર્જી

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: વિદ્યા બાલન (Vidhya Balan)ની ફિલ્મ 'ધ ડર્ટી પિક્ચર' (The Dirty Picture) સહિત ઘણી બોલિવૂડ ફિલ્મોમાં નજર આવી ચુકેલી એક્ટ્રેસ આર્યા બેનર્જી (Arya Bangerjee)નું નિધન થઇ ગયુ છે. આર્યાએ શુક્રવારનાં તેનાં કોલકાત્તા સ્થિત ઘરે મૃત મળી આવી હતી. એક્ટ્રેસ તેનાં ઘરમાં એકલી જ રહેતી તી. એક્ટ્રેસનાં મોતનો ખુલાસો ત્યારે થયો જ્યારે તેનાં ઘરમાં કામ કરનારી શુક્રવારે સવારે તેનાં ઘરે પહોંચી હતી. જે બાદ કામવાળીએ પોલીસને તેનાં ઘરનો દરવાજો તોડી આર્યાનો મૃતદેહ બહાર કાઢ્યો હતો.
  શરૂઆતમાં આર્યાનાં મોતનું મર્ડર કરવામાં આવ્યું હોવાની વાત હતી.  આ પણ વાંચો- Sidharth Shuklaનો ચોકાવનારો VIDEO VIRAL, દારૂ પી ગરીબ માણસ સાથે કરી મારઝૂડ

  પોલીસે એક્ટ્રેસનું શવ પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યું અને હવે તેની પોસ્ટ મોર્ટમનો રિપોર્ટ સામે આવી ગયો છે. આર્યાની ઓટોપ્સી રિપોર્ટમાં ખુલાસો થયો છે કે, આર્યાનું મર્ડર નથી થયુ પોલીસ મુજબ, એક્ટ્રેસનાં શરીરમાં ઘણી માત્રામાં દારૂ મળ્યો હતો. જે એક્ટ્રેસને કાર્ડિયાક અરેસ્ટ આવ્યો હોવાની સંભાવના છે. કોલકાત્તા પોલીસનાં જોઇન્ટ કમિશ્નર મુરલીધર શર્માએ જણાવ્યું કે, આર્યા બેનર્જી લિવરને સિરોસિસથી પીડાય છે. 'આ એક હત્યાનો મામલો નથી. મોત સમયે તેનાં પેટમાં ઘણી માત્રામાં દારૂ મળી આવ્યો હતો.'

  આર્યા બેનર્જી વિદ્યા બાલન સાથે


  પોલીસ મુજબ, ડોક્ટર્સે આર્યા બેનર્જીનાં મર્ડરની વાત ખારિજ કરી દીધી છે ડોક્ટર્સનું કહેવું છે કે, મોત સમયે તેનાં શરીરમાં દારુ હતો. અને તેને કાર્ડિયાક એટેક આવ્યો હશે. જેને કારણે તેણે મદદ માંગવા માટે ચાલવાનો પ્રયાસ કર્યો હશે જેને કારણે તેને ઇજા થઇ છે. આ્યાનાં શરીરમાં આશે 2 લિટર દારૂ મળ્યો હતો. આપને જણાવી દઇએ કે, ગત શુક્રવારનાં એક્ટ્રેસ તેનાં બેડરૂમમાં મૃત મળી આવી હતી.
  Published by:Margi Pandya
  First published:December 13, 2020, 12:03 pm

  ટૉપ ન્યૂઝ