Ganesh Chaturthi 2021: અરવિંદ વેગડાએ ગણેશ ચતુર્થીએ રિલીઝ કર્યું 'દેવા દેવા ગણપતિ દેવા'

અરવિંદ વેગડાએ રિલીઝ કર્યું નવું ગીત

Ganesh Chaturthi 2021: 'ભાઇ ભાઇ'થી ફેમસ ગુજરાતી સિંગર અરવિંદ વેગડા (Arvind Vegda) આ ગણેશ ચતુર્થીએ નવું ગીત લઇને આવ્યાં છે. જે તેમને આજનાં ગણેશ ચતુર્થીનાં દિવસે જ રિલીઝ કર્યું છે. જોઇ લો આ ગીત તમે પણ

  • Share this:
    આજે ગણેશ ચતુર્થીનાં શુભ અવસરે (Ganesh Chaturthi 2021) 'ભાઇ ભાઇ..' થી ફેમસ ગુજરાતી સિંગર અરવિંદ વેગડા (Arvind Vegda) નવું ગણપતિ સોન્ગ લઇને આવ્યાં છે. જે તેમણે આજનાં ગણેશ ચતુર્થીનાં દિવસે જ રિલીઝ કર્યું છે. ગુજરાતી સિંગર પાયલ શાહનો પણ અવાજ છે. ગીત રિલીઝ થઇ ગયુ છે તેનાં લિરિક્સ રાજવિન્દર સિંઘે લખ્યાં છે જ્યારે મ્યૂઝિક મનિષ પ્રજાપતિનું છે. ગીતમાં આર્ટિસ્ટ તરીકે પ્રતિક વેખરિયા, દિવ્યા શાહ અને અનૂજ મુદલિયાર નજર આવે છે.

    આ પણ વાંચો-TMKOC: 'બબિતા અને ટપ્પુ' નાં સંબંધની ચર્ચા જાહેર થતા, જેઠાલાલનાં જોક્સ Viral


    આ પણ વાંચો-Akshay Kumar: રૂ. 1500 કરોડ દાવ પર, 'સૂર્યવંશી'થી 'બચ્ચન પાંડે' સુધી 2021માં રિલીઝ થશે 7 મોટી ફિલ્મો

    આ ગીત વિધાતા સ્ટૂડિયો ઓફિશિયલનાં યૂટ્યૂબ પેજ પર રિલીઝ કરવામાં આવ્યું છે. મનોજ સિંહ રાજપૂત અને મમતા શાહ દ્વારા આ સોન્ગ પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે. ગણેશ ચતુર્થીનાં આ પાવન અવસર પર અરવિંદ વેગડાનું ગીત સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યું છે. સૌ કોઇ આ નવું ગણેશ સોન્ગ એન્જોય કરી રહ્યાં છે.



    આપને જણાવી દઇએ કે, પહેલાં અરવિંદ વેગડા 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિાયા'માં (Bhuj: The Pride of India) ભાઇ ભાઇ ગીત લેવાં મામલે મેકર્સ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમનું કહેવું છે કે, લુપ્ત થતી ભવાઇને જીવંત રાખવા તેમણે આ ગીતનું યોગદાન આપ્યું છે. એક વર્ષની મહેનત બાદ આ ગીતથી તેમને ઓળખ મળી છે. પણ પહેલાં વર્ષ 2014માં રામલીલા (Ram leela) ફિલ્મમાં અને હાલમાં 2021માં આવેલી ફિલ્મ ભુજમાં આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેમાં તેમને કોઇ જ ક્રેડિટ આપવામાં આવી નથી. જે માટે તેમણે સોશિયલ મીડિયા પર જસ્ટિસ ફોર ભાઇ ભાઇ હેશટેગ સાથે એક કેમ્પેઇન ચલાવ્યું હતું. કેમકે તેમની પાસે આ ગીતનાં કોપી રાઇટ છે. જ્યારે આ ગીત તેમની પરવાનગી વગર ફિલ્મ 'રામલીલા' અને 'ભૂજ: ધ પ્રાઇડ ઓફ ઇન્ડિયા'માં પણ આ ગીતનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
    Published by:Margi Pandya
    First published: