રામ જન્મભૂમિ પૂજનને લઇ ખુબજ ખુશ છે TVનાં રામ, ટ્વિટ કરી કહ્યું- 'જય શ્રી રામ'

રામ જન્મભૂમિ પૂજનને લઇ ખુબજ ખુશ છે TVનાં રામ, ટ્વિટ કરી કહ્યું- 'જય શ્રી રામ'
અરુણ ગોવિલ (Arun Govil) ટ્વિટર પર દેશનાં અલગ અલગ મુદ્દા પર પોતાનું મંતવ્ય આપે છે. હવે તેમણે રામ મંદિર (Ayodhya Ram Mandir)નાં ભૂમિ પૂજન પર ટ્વિટ કરી છે. અને ખુશી વ્યક્ત કરી છે.

અરુણ ગોવિલ (Arun Govil) ટ્વિટર પર દેશનાં અલગ અલગ મુદ્દા પર પોતાનું મંતવ્ય આપે છે. હવે તેમણે રામ મંદિર (Ayodhya Ram Mandir)નાં ભૂમિ પૂજન પર ટ્વિટ કરી છે. અને ખુશી વ્યક્ત કરી છે.

 • Share this:
  એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: અયોધ્યામાં (Ayodhya) રામ મંદિરનાં ભૂમિ પૂજન (Ram Mandir Bhumi Pujan)શરૂ થઇ ગયુ છે. આજે સવારે જ 8 વાગ્યે જ અયોધ્યામાં રામ અર્ચનાની સાથે હનુમાન ગઢીમાં પૂજા શરૂ થઇ. ભગવાન રામની નગરીમાં બુધવારે 5 ઓગસ્ટનાં રોજ ભૂમિ પૂજનનો કાર્યક્રમ છે. એવામાં એક તરફ આખા દેશમાં ખુશીનો માહોલ છે તે વચ્ચે રામાનંદ સાગર (Ramanand Sagar)ની રામાયણ (Ramayan)માં ભગવાન રામનું કિરદાર અદા કરનારા અરુણ ગોવિલ (Arun Govil)એ પણ સોશિયલ મીડિયામાં રામ મંદિરનાં ભૂમિ પૂજનને લઇને ખુશી જાહેર કરી છે. લોકડાઉનની વચ્ચે રામાયણનાં પુન: પ્રસારણ બાદ અરુણ ગોવિલ સોશિયલ મીડિયા પર ડેબ્યૂ કર્યુ છે. જે બાદ તેઓ ટ્વિટર પર ઘણાં એક્ટિવ થઇ ગયા છે. અરુણ ગોવિલ અલગ અલગ મુદ્દાઓ પર પોતાનું મંતવ્ય મુકતા હોય છે. હવે તેમણે રામ મંદિરનાં ભૂમિ પૂજનને લઇને ટ્વિટ કરી છે. અને પોતાની ખુશી વ્યક્ત કરી છે,

  અરુણ ગોવીલ લખે છે કે, 'ભગવાન શ્રીરામનાં મંદિરનાં શિલાન્યાસની પ્રતીક્ષા સમસ્ત માનવ જાતિ કરી રહી છે.

  અયોધ્યામાં ભૂમિ પૂજનની સાથે જ એક દિવ્ય યુગનો શુભારંભ થઇ જશે. જય શ્રીરામ' ટીવીનાં રામનું આ રીતે રામ મંદિરનાં ભૂમિ પૂજન પર ખુશી જાહેર કરવી તેમનાં પ્રશંસકોને પણ પંસદ આવ્યું છે. અરુણ ગોવિલની આ ટ્વિટ બાદ તેનાં પર પ્રતિક્રિયા પણ ફટ ફટ આવવા લાગી હતી.  અરૂણ ગોવિલ તેમની બીજી ટ્વિટમાં લખે છે કે, 'અયોધ્યામાં રામ મંદિર માટે વર્ષો સુધી સતત સંઘર્ષ કરનારા વરિષ્ઠજન અને તે લડાઇને ભૂમિપૂજન સુધી લઇ આવનારા તમામ રામભક્તોને મારા કોટિ કોટિ નમન. આપ સૌનાં મહાન પ્રયાસથી અમને આ દિવસ જોવાનું સૌભાગ્ય મળ્યું છે. જય શ્રીરામ.'

   આ પણ વાંચો-SSR Case: 4 વર્ષમાં સુશાંતનાં ખાતામાંથી રૂ. 50 કરોડ ઉપડ્યાં, ક્યાં ગયા રૂપિયા?

  ઉલ્લેખનીય છે કે, દેશમાં કોરોના વાયરસ બાદ સંપૂર્ણ દેશમાં લોકડાઉન થઇ ગયુ હતું જે બાદ એન્ટરટેનમેન્ટ જગતની સાથે સાથે તમામ ઉદ્યોગો બંધ થઇ ગયા હતાં. એવામાં લોકોનાં મનોરંજનને ધ્યાનમાં રાખીને ડીડી ભારતી પર 80નાં દાયકાનાં સુપરહિટ શો ફરી શરૂ કરવામાં આવ્યો હતો. જેમાં રામાયણ પણ દર્શાવવામાં આવ્યું હતું. આ ધાર્મિક ધારાવાહિકે TRPનાં તમામ રેકોર્ડ તોડી નાંખ્યા હતાં. આ દરમિયાન ધારાવાહિકનાં તમામ એક્ટર્સ અને તેમનાંથી જોડાયેલાં કિસ્સાઓ ચર્ચામાં રહ્યાં હતાં.
  Published by:Margi Pandya
  First published:August 04, 2020, 18:39 pm

  ટૉપ ન્યૂઝ