Home /News /entertainment /કેદારનાથ ફેમ અભિનેતા અરુણ બાલીનું નિધન, 79 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, કુમકુમ સિરિયલથી જાણીતા બન્યા

કેદારનાથ ફેમ અભિનેતા અરુણ બાલીનું નિધન, 79 વર્ષની ઉંમરે લીધા અંતિમ શ્વાસ, કુમકુમ સિરિયલથી જાણીતા બન્યા

ટેલીવુડ-બૉલીવુડનાં દિગ્ગ્જ અભિનેતાનું નિધન

Arun Bali Demise: મનોરંજન ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. પોતાના અભિનયથી બધાનું દિલ જીતનાર અભિનેતા અરુણ બાલીનું 79 વર્ષની વયે મુંબઈમાં નિધન થયું છે.

    Arun Bali Demise: ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે દુઃખદ સમાચાર સામે આવ્યા છે. ઘણી ફિલ્મો અને ટીવી સિરિયલોમાં પોતાના અભિનયથી બધાનું દિલ જીતનાર અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. અરુણ બાલીએ 79 વર્ષની વયે મુંબઈમાં અંતિમ શ્વાસ લીધા.

    તેઓ કેદારનાથ જેવી ફિલ્મોમાં કામ કરવાથી જાણીતા બન્યા હતા. આ ઉપરાંત તેમણે એકતા કપૂરની સિરિયલ કુમકુમમાં પણ યાદગાર અભિનય કર્યો હતો. અહેવાલો અનુસાર, અરુણ બાલીએ સવારે 4.30 વાગ્યે અંતિમ શ્વાસ લીધા હતા. તેણે ઘણા દિગ્ગજ કલાકારો સાથે પણ કામ કર્યું હતું.



    ફિલ્મ જગતને વધુ એક ફટકો

    મનોરંજન ઉદ્યોગ માટે વધુ એક ખરાબ સમાચાર સામે આવ્યા છે.  એકતા કપૂરની સિરિયલ કુમકુમ થી જાણીતા  અભિનેતા અરુણ બાલીનું નિધન થયું છે. તેઓ ચાણક્ય, મર્યાદા, દૂસરા કેવલ જેવી સીરીયલોમાં દેખાયા હતા. આ ઉપરાંત 3 ઈડિયટ્સ અને કેદારનાથ જેવી ફિલ્મોમાં પણ તેમણે યાદગાર અભિનય કર્યો હતો.



    આ પણ વાંચો: એક સમયે ‘સેક્સી સંન્યાસી’ કહેવાતા અભિનેતા બની ગયા ઓશોના અનુયાયી, ટોયલેટ પણ જાતે સાફ કરતા

    એક ગંભીર બીમારીથી પીડાતા હતા.
    તેઓ માયેસ્થેનિયા ગ્રેવિસ નામની એક ગંભીર બીમારીથી પીડિત હતા. જે એક ન્યુરોમસ્ક્યુલર બીમારી છે. જેમાં ચેતાતંતુ અને સ્નાયુઓ વચ્ચેનું સંયોજન ધીમે ધીમે નાશ પામે છે જેના કારણે તેઓને અગાઉ હોસ્પિટલમાં એડમિટ પણ કરવામાં આવ્યા હતા.
    Published by:Mayur Solanki
    First published:

    Tags: Bollywod, Bollywood actor

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन