Home /News /entertainment /મને સ્ટોક માર્કેટમાં કંઇ ખબર પડતી નથી, મહેનતની કમાણી એક જ ઝાટકે ગુમાવી, બૉલીવુડ અભિનેતા પર SEBIનો પ્રતિબંધ
મને સ્ટોક માર્કેટમાં કંઇ ખબર પડતી નથી, મહેનતની કમાણી એક જ ઝાટકે ગુમાવી, બૉલીવુડ અભિનેતા પર SEBIનો પ્રતિબંધ
arshad varsi
ARSHAD VARSI ON SEBI BAN: મુન્નાભાઈ ફિલ્મના સર્કિટ તરીકે જાણીતા અરશદ વારસીએ શેર પમ્પ એન્ડ ડમ્પમાં SEBI ની કાર્યવાહી પર પહેલીવાર મૌન તોડ્યું છે. અભિનેતા અને તેની પત્ની મારિયા સામે શેરબજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ અંગેનો ખુલાસો રજૂ કર્યો છે.
નવી દિલ્હી. બોલિવૂડના એક્ટર અને મુન્નાભાઈ ફિલ્મના સર્કિટ તરીકે જાણીતા અરશદ વારસીએ શેર પમ્પ એન્ડ ડમ્પમાં SEBI ની કાર્યવાહી પર પહેલીવાર મૌન તોડ્યું છે. અભિનેતા અર્શદ તેની અને તેની પત્ની મારિયા ગોરેટી સામે શેરબજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ અંગેનો ખુલાસો તેમણે રજૂ કર્યો છે. તેણે ટ્વિટર પર લખ્યું હતું કે, મને શેરબજાર વિશે કોઈ જાણકારી નથી અને અન્ય રોકાણકારોની જેમ મારી મહેનતની કમાણી એક જ ઝાટકે ગુમાવી દીધી છે.
સેબીએ અગાઉ અરશદ, મારિયા, યુટ્યુબર મનીષ મિશ્રા, સાધના બ્રોડકાસ્ટના પ્રમોટર્સ શ્રેયા ગુપ્તા, ગૌરવ ગુપ્તા, સૌરભ ગુપ્તા, પૂજા અગ્રવાલ અને વરુણ મીડિયાને સિક્યોરિટીઝ માર્કેટમાં ટ્રેડિંગ કરવા પર પ્રતિબંધ મૂક્યો હતો. આ તમામને રોકાણકારોને ગેરમાર્ગે દોરનારા વીડિયો પોસ્ટ કરવા અને યુટ્યુબ દ્વારા ચોક્કસ કંપનીના શેરની કિંમત વધારવા અથવા ઘટાડવા માટે દોષી ઠેરવવામાં આવ્યા છે. ત્યાર બાદ અભિનેતા અર્શદ તેની અને તેની પત્ની મારિયા ગોરેટી સામે શેરબજારમાં ટ્રેડિંગ પર પ્રતિબંધ અંગેનો ખુલાસો તેમણે રજૂ કર્યો છે.
Please do not believe everything you read in the news. Maria and my knowledge about stocks is zero, took advice and invested in Sharda, and like many other, lost all our hard earned money.
અરશદ વારસીએ ટ્વિટર પર લખ્યું હતું કે- મારા વિશે ચાલી રહેલા સમાચાર પર કૃપા કરીને બિલકુલ વિશ્વાસ ન કરશો. શેરમાર્કેટ વિશે મારૂ અને મારી પત્ની મારિયાનું જ્ઞાન એકદમ શૂન્ય છે. અન્ય રોકાણકારોની જેમ અમે પણ સલાહ લીધી અને શારદામાં રોકાણ કર્યું હતું. જેમ અન્ય રોકાણકારોએ તેમના પૈસા ગુમાવ્યા, તે જ રીતે મેં પણ મારી મહેનતની કમાણી ગુમાવી છે. આમ છતાં મારી સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ પ્રકારનો ખુલાસો તેના દ્વારા રજૂ કરવામાં આવ્યો છે.
કેવી રીતે બહાર આવ્યો કાંડ?
આ મામલે સેબીને ફરિયાદ મળી હતી કે કેટલીક સંસ્થાઓ સાધા બ્રોડકાસ્ટ લિમિટેડ અને શાર્પલાઇન બ્રોડકાસ્ટના શેરના ભાવમાં હેરાફેરી કરી રહી છે અને તેમની વેચાવાલી વધારી રહી છે. આ પછી સેબીએ અ સમગ્ર તપાસ શરૂ કરી અને જાણવા મળ્યું કે કેટલાક લોકો આ કંપનીઓના શેરની કિંમત ગેરકાયદેસર રીતે વધારી રહ્યા છે.
અને જ્યારે તેમની કિંમત ઘણી વધી જાય, ત્યારે તેઓએ તેમની પાસે રાખેલા શેર વેચીને મોટો નફો કરી લેતા હોવાનો આરોપ છે. આ કિસ્સામાં, ઘણા YouTube વિડિઓઝ રોકાણકારોને ગેરમાર્ગે દોરવાનું કામ કરી રહ્યા હતા.
અરશદ અને તેની પત્નીએ કેટલી કમાણી કરી? સેબીના વચગાળાના આદેશમાં જણાવાયું છે કે અરશદ વારસીએ શેર પંપ અને ડમ્પ કેસમાંથી આશરે રૂ. 29.43 લાખનો નફો મેળવ્યો હતો, જ્યારે તેની પત્ની મારિયાએ રૂ. 37.56 લાખનો નફો મેળવ્યો હતો. જો કે, તેમ છતાં, અરશદ લોકોને આ અહેવાલો પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી રહ્યો છે અને દાવો કર્યો હતો કે તેને શેરબજાર વિશે કોઈ વધારે જ્ઞાન નથી અને તેને પણ નુકસાન જ ગયું છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર