Home /News /entertainment /Arrangements of Love: સમાન્થા તેની પ્રથમ ફોરેન ફિલ્મમાં બાયસેક્સ્યુલ મહિલાનો રોલ કરશે
Arrangements of Love: સમાન્થા તેની પ્રથમ ફોરેન ફિલ્મમાં બાયસેક્સ્યુલ મહિલાનો રોલ કરશે
સમાન્થા તેની પ્રથમ ફોરેન ફિલ્મ અરેન્જમેન્ટ્સ ઓફ લવમાં જોવા મળશે
બેક ટુ બેક સ્થાનિક ફિલ્મો કર્યા બાદ હવે સમાન્થાએ તેની પ્રથમ ફોરેન ફિલ્મ સીન કરી છે. તેની પ્રથમ ફોરેન ફિલ્મનું નામ અરેન્જમેન્ટ્સ ઓફ લવ (Arrangements of Love) છે. આ ફિલ્મ નોવેલ પરથી બનાવવામાં આવી રહી છે
નાગા ચૈતન્ય (Naga Chaitanya) સાથે છુટાછેડા થયા પછી સમાન્થા (Samantha) નું કરિયર આકાશ આંબી રહ્યું છે. બેક ટુ બેક સ્થાનિક ફિલ્મો કર્યા બાદ હવે સમાન્થાએ તેની પ્રથમ ફોરેન ફિલ્મ સીન કરી છે. તેની પ્રથમ ફોરેન ફિલ્મનું નામ અરેન્જમેન્ટ્સ ઓફ લવ (Arrangements of Love) છે. આ ફિલ્મ નોવેલ પરથી બનાવવામાં આવી રહી છે. અરેન્જમેન્ટ્સ ઓફ લવ નોવેલ ભારતીય લેખક તીમેરી એન મુરારી (Timeri N Murari) દ્વારા લખવામાં આવી છે. આ ફિલ્મમાં સમાન્થા એક સ્ટ્રોન્ગ માઈન્ડેડ બાયસેક્સ્યુલ (bisexual) તમિલ મહિલાનો રોલ કરશે જે એક ડિટેક્ટિવ એજન્સી ચલાવે છે.
છૂટાછેડા બાદ સમય કપરો રહ્યો
2021માં પતિ સાથે છૂટાછેડા થયા બાદ સમાન્થા માટે સમય ઘણો કપરો હતો. જો કે પર્સનલ લાઈફમાં આટલા મોટા આઘાત બાદ પણ સમાન્થાનું પ્રોફેશનલ કરિયર ટોચ પર રહ્યું છે. સાઉથમાં જબરજસ્ત પરફોર્મન્સ બાદ હવે સમાન્થા તેની પ્રથમ ફોરેન ફિલ્મ અરેન્જમેન્ટ્સ ઓફ લવમાં જોવા મળશે. ટ્વિટર પર સમાન્થાએ લખ્યું કે, એક નવી દુનિયા અરેન્જમેન્ટ્સ ઓફ લવમાં કામ કરવાને લઈને હું ખૂબ રોમાંચિત છું. થેંક્યુ સર #ફિલીપ જોન મને પસંદ કરવા માટે #અનુ. આ નવી સફર શરૂ કરવા માટે ખૂબ ઉત્સાહિત છું. થેન્ક્યુ @સુનિતા તાતી
અરેન્જમેન્ટ્સ ઓફ લવની સ્ટોરી શું છે?
વેરાયટીના અહેવાલ પ્રમાણે સમન્થા અરેન્જમેન્ટ્સ ઓફ લવની કાસ્ટ સાથે જોડાઈ ગઈ છે. આ ફિલ્મ એક વેલ્શ ભારતીયની આસપાસ ફરે છે. આ વ્યક્તિ પોતાના વતનની મુલાકાતે આવ્યો છે અને તેના પિતાની શોધ કરે છે. ત્યારે ડિટેક્ટિવ એજન્સી ચલાવતી સમાન્થા આ વ્યક્તિની તેના પિતાની શોધમાં મદદ કરે છે.
સમાન્થા ફિલ્મમાં એક બાયસેક્સ્યુલનો રોલ કરે છે
રિપોર્ટ પ્રમાણે સમાન્થા ફિલ્મમાં એક બાયસેક્સ્યુલનો રોલ કરે છે જે ખૂબ પ્રેગ્રેસિવ છે. ફિલ્મમાં તેને રુઠિચુસ્ત માતા પિતાની 27 વર્ષીય સંતાન તરીકે દર્શાવવામાં આવી છે. વેરાઈટી સાથેની વાતચીતમાં તે જણાવે છે કે, અરેન્જમેન્ટ્સ ઓફ લવ ફિલ્મથી મારી માટે નવા દરવાજા ખુલ્યા છે. ફિલ્મમાં ખૂબ સારી સ્ટોરી લાઈન છે. વધુમાં તે જણાવે છે કે હું ફિલીપ જોન સાથે કામ કરવા માટે ઘણી જ એક્સાઈટેડ છું. હું ડાઉનટન એબેની મોટી ફેન છું અને તેમના પ્રોજેક્ટ્સને ફોલો પણ કરું છું. આગામી સમયમાં હું સુનિતા સાથે ફરી કામ કરવા માંગીશ. આ પહેલા ઓહ બેબીને મળેલી સફળતા જેવી જ સફળતાની હું આશા રાખું છું. ફિલ્મમાં મારો રોલ એક કોમ્પ્લેક્સ કેરેક્ટર છે, આ રોલ મારી માટે ચેલેન્જીંગ છે અને સારી અપોર્ચ્યુનીટી છે.
સિંગાપોરની મેજીક એવર ફિલ્મના સમીર સરકાર ફિલ્મના એક્સીક્યુટીવ પ્રોડ્યુસર છે. આ પહેલા તે ડાઉનટાઉન બે અને ગુડ કર્મા હોસ્પિટલ ફિલ્મમાં પણ કામ કરી ચુક્યાં છે. અરેન્જમેન્ટ્સ ઓફ લવ સુનિત તાતીની ગુરુ ફિલ્મ દ્વારા પ્રોડ્યુસ થઈ છે. સુનિતે વેરીટીને જણાવ્યું છે કે સમાન્થાને બોર્ડમાં શામેલ કરવી સારી બાબત છે. તેની સાથે મે પહેલા પણ કામ કર્યું છે અને તે દરેક પ્રોજેક્ટમાં ક્યુરિયોસીટી અને ટેલેન્ટ લાવે છે. ઉલ્લેખનીય છે કે, અરેન્જમેન્ટ્સ ઓફ લવ નું શૂટિંગ શેડ્યુલ ઓગસ્ટ 2022માં શરૂ થશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર