કર્ણાટકનાં CM બનશે HD કુમારસ્વામી પણ પત્ની ગૂગલ પર થઇ રહી છે ટ્રેન્ડ, આ છે કારણ!

News18 Gujarati
Updated: May 20, 2018, 3:57 PM IST
કર્ણાટકનાં CM બનશે HD કુમારસ્વામી પણ પત્ની ગૂગલ પર થઇ રહી છે ટ્રેન્ડ, આ છે કારણ!
જેડીએસ નેતા અને કર્ણાટકનાં ભાવી સીએમ તરીકે બુધવારે શપથ લેવા જઇ રહેલાં એચડી કુમારસ્વામીની પત્ની રાધિકા કુમારસ્વામી કન્નડ ફિલ્મની એક્ટ્રેસ છે

જેડીએસ નેતા અને કર્ણાટકનાં ભાવી સીએમ તરીકે બુધવારે શપથ લેવા જઇ રહેલાં એચડી કુમારસ્વામીની પત્ની રાધિકા કુમારસ્વામી કન્નડ ફિલ્મની એક્ટ્રેસ છે

  • Share this:
બેંગલુરૂ: એક તરફ કર્ણાટકમાં રાજકીય દાવપેચ ચાલી રહ્યાં છે અને બીજી તરફ જેડીએસ નેતા એચડી કુમારસ્વામીની પત્ની રાધિકા કુમારસ્વામી ચર્ચામાં છવાયેલી છે.  તેઓ તેમની સુંદરતાને કારણે હાલમાં ચર્ચામાં છે. જેડીએસ નેતા અને કર્ણાટકનાં ભાવી સીએમ તરીકે બુધવારે શપથ લેવા જઇ રહેલાં એચડી કુમારસ્વામીની પત્ની રાધિકા કુમારસ્વામી કન્નડ ફિલ્મની એક્ટ્રેસ છે.એચડી કુમારસ્વામીની પત્ની છે રાધિકા

કેટલાંક જ દિવસોમાં કર્ણાટકનાં મુખ્યમંત્રી પદની શપથ લેનારા જેડીએસ નેતા એચડી કુમાર સ્વામીની પત્ની અને કન્નડ ફિલ્મની પ્રખ્યાત એક્ટ્રેસ અને પ્રોડ્યુસર રાધિકા કુમાસ્વામી હાલમાં ગૂગલ પર ફરી સર્ચ થઇ રહી છે. કર્ણાટકનાં ઇલેક્શન આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગયો છે. પણ એચડી કુમાર સ્વામીની જગ્યાએ લોકો ગૂગલ પર રાધિકાને શોધી રહ્યાં છે. રાધિકા હાલમાં ગૂગલ પર ટ્રેન્ડ કરી રહી છે.અંગત સંબંધોને લઇને ચર્ચામાં છે રાધિકારાધિકા કુમારસ્વામી તેની ફિલ્મોથી વધુ અંગત સંબંધોને લઇને હમેશાં ચર્ચામાં રહી છે. મીડિયાનાં રિપોર્ટ્સમાં તે દાવો કરવામાં આવ્યો છે કે વર્ષ 2000માં રાધિકાએ રતન કુમાર સાથે મંદીરમાં કોઇની જાણવગર લગ્ન કર્યા હતાં. તે સમયે તેની ઉંમર માત્ર 14 વર્ષ હતી. તે બાદ વર્ષ 2010માં રાધિકાએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો છે. તેણે વર્ષ 2006માં જેડીએસનાં નેતા એચ ડી કુમારસ્વામી સાથે લગ્ન કરી લીધા હતાં. અને હવે બંનેને એક દીકરી પણ છે. અત્યાર સુધી રાધિકાએ 32 ફિલ્મોમાં કામ કર્યુ છે.
First published: May 20, 2018
વધુ વાંચો
अगली ख़बर
corona virus btn
corona virus btn
Loading