Home /News /entertainment /યૂટ્યૂબર અરમાન મલિકની પત્નીઓનો ડ્રામા, બેબી શાવર ફંક્શનમાં મહેમાનોની સામે જ બાખડી પડી
યૂટ્યૂબર અરમાન મલિકની પત્નીઓનો ડ્રામા, બેબી શાવર ફંક્શનમાં મહેમાનોની સામે જ બાખડી પડી
કૃતિકાએ પોતે આ વિડીયો શેર કર્યો છે અને ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે.
આમ તો અરમાનની બંને પત્નીઓ વિડીયોમાં અવાર-નવાર એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવતી હોય છે. પણ નવા વિડીયોમાં બંનેને એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડતી જોઈ શકાય છે. અરમાન મલિકની પત્નીઓ વચ્ચેની આ લડાઈનું કારણ જાણીને તમે ચોંકી જશો.
Youtuber Armaan Malik : યૂટ્યૂબર અરમાન મલિક (Armaan Malik) ટૂંક સમયમાં જ ફરી એકવાર પિતા બનવા જઈ રહ્યો છે. અરમાનની બંને પત્નીઓ કૃતિકા મલિક અને પાયલ મલિક (Krutika malik and Payal malik) ગર્ભવતી છે. તાજેતરમાં જ બંનેનું બેબી શાવર ફંક્શન યોજાયું હતું. ત્યારે બેબી શાવરનો એક અનસીન વિડીયો આગની જેમ વાયરલ (Viral video) થઈ રહ્યો છે.
આમ તો અરમાનની બંને પત્નીઓ વિડીયોમાં અવાર-નવાર એકબીજા પ્રત્યે પ્રેમ દર્શાવતી હોય છે. પણ નવા વિડીયોમાં બંનેને એકબીજા સાથે ખરાબ રીતે ઝઘડતી જોઈ શકાય છે. અરમાન મલિકની પત્નીઓ વચ્ચેની આ લડાઈનું કારણ જાણીને તમે ચોંકી જશો.
કૃતિકાએ પોતે આ વિડીયો શેર કર્યો છે અને ઇન્ટરનેટ પર વધુને વધુ વાયરલ થઇ રહ્યો છે. વિડીયોની શરૂઆતમાં કૃતિકા પોતાના ખાસ દિવસ માટે તૈયાર થતી જોવા મળી રહી છે. પાયલ તેને જલદી તૈયાર થવાનો ઠપકો આપે છે. ત્યારે કૃતિકા પણ ગુસ્સે થઈ જાય છે. વાત એટલી વધી જાય છે કે બંને પત્નીઓ મહેમાનોની સામે જ એકબીજા પર તૂટી પડે છે.
વિડીયોમાં કૃતિકાની માતા પણ પાયલ સાથે લડતી જોવા મળી રહી છે. બીજી તરફ કૃતિકા પાયલને બધાની સામે વેમ્પાયર કહે છે. કૃતિકા તેની માતાને ફરિયાદ કરતા કહે છે કે મમ્મી મને હંમેશાં કહેતી હોય છે કે તું તારી માના ઘરે જા. જેના કારણે તેની માતા પણ તેને લઈ જવા તૈયાર થાય છે. બંને વચ્ચે ઉગ્ર ઝઘડો થાય છે.
જો કે, વિડીયોના અંતમાં આ ઝઘડો ખરેખર પ્લાન કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. ઝઘડા બાદ ખુદ અરમાન મલિક ખુલાસો કરે છે કે આ તમામ ડ્રામા માત્ર તેના ફેન્સ માટે જ હતો. બન્નેના ઝઘડા લોકોને ખૂબ ગમે છે, તેથી તેમણે આ વિડીયો બનાવ્યો હતો. આ પછી કૃતિકાની માતા પણ પાયલ પર પ્રેમ વરસાવતી જોવા મળી હતી.
અહીં ઉલ્લેખનીય છે કે, અરમાન મલિકની જેમ એની બંને પત્નીઓ પણ કન્ટેન્ટ ક્રિએટર છે. અરમાને 2011માં પાયલ સાથે લગ્ન કર્યા હતા. લગભગ 7 વર્ષ બાદ 2018માં તેણે પાયલની બેસ્ટ ફ્રેન્ડ કૃતિકા સાથે લગ્ન કર્યાં હતાં. હવે તેની બંને પત્નીઓ એક જ ઘરમાં સાથે રહે છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર