Home /News /entertainment /Drugs Case: અરમાન કોહલીની NCBએ કરી ધરપકડ, ઘરમાંથી મળ્યું ડ્રગ્સ
Drugs Case: અરમાન કોહલીની NCBએ કરી ધરપકડ, ઘરમાંથી મળ્યું ડ્રગ્સ
(Photo @armaankohliofficial/Instagram)
Drugs Case: અરમાન કહોલી (Armaan Kohli)નાં જુહૂ સ્થિત ઘર પર નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB) એ રેડ પાડી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ આ રેડ દરમિયાન એક્ટરનાં ઘરે ટીમને ડ્રગ્સ મળી આવ્યું છે.
એન્ટરટેઇનમેન્ટ ડેસ્ક: એક્ટર અને બિગ બોસ 7નો સ્પર્ધક રહી ચુકેલો અરમાન કોહલી (Armaan Kohli) જુહૂ સ્થિત ઘરે નારકોટિક્સ કંટ્રોલ બ્યૂરો (NCB)એ રેડ પાડી છે. એક્ટરનાં ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. જે બાદ તેની અટકાયત કરી લેવામાં આવી છે. ન્યૂઝ એજન્સી ANI મુજબ રેઇડ દરમિયાન એક્ટરનાં ઘરેથી નાર્કોટિક્સ કંટ્રોલ બ્યૂરોની ટીમને ડ્રગ્સ મળી આવ્યું જે બાદ NCB ઓફિસમાં અરમાનની પૂછપરછ કરવામાં આવશે. NCB મુંબઇ ક્ષેત્રીય નિર્દેશક સમીર વાનખેડેએ આ મામલે એક્ટરની ભૂમિકા પર વાત કરી છે અને જણાવ્યું છે કે, ઘરેથી ડ્રગ્સ જપ્તે કર્યુ છે.
સમીર વાનખેડેએ આ મામલે વાત કરતાં કહ્યું કે, એક્ટરનાં ઘરે નાર્કોટિક્સ ડ્રગ્સ અને સાઇકોટ્રોપિક સબસ્ટેંટ એક્ટ 19985 હેઠળ રેઇડ પાડી હતી. આ મામલાની તપાસ હજુ પણ ચાલું છે. તે કહે છે કે, 'અમે આ મામલે વધુમાં હાલમાં કંઇ કહી નહીં શકીએ. હું ફક્ત એટલું જ કહીશ કે એનડીપીસી હેઠળ તેનાં ઘરે રેડ પાડવામાં આવી છે.'
Twitter ANI
અપેડટ મુજબ, અરમાન કોહલીનાં ઘરેથી ડ્રગ્સ મળી આવ્યું છે. જે બાદ એક્ટરની NCB ઓફિસમાં પુછપરછ કરવામાં આવશે. NCB મુંબઇ ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડે મુજબ, રેઇડ બાદ, અરમાન કોહલીની પુછપરછ કરવામાં આવી. પણ તેણે સવાલોનાં સાચા જવાબ આપ્યાં ન હતાં. તેથી આ અંગે પુછપરછ માટે તેને અટકાયતમાં લેવામાં આવ્યો છે. અરમાન કોહલીની સામે કાર્યવાહીના પ્રથમ દિવસે અહીં કેન્દ્રીય ડ્રગ વિરોધી એજન્સી દ્વારા ટેલિવિઝન અભિનેતા ગૌરવ દીક્ષિતની ધરપકડ કરવામાં આવી છે.
અરમાન કોહલીએ 'પ્રેમ રતન ધન પાયો'માં કર્યો હતો નેગેટિવ રોલ
અરમાન કોહલી સલમાન ખાન અભિનિત ફિલ્મ પ્રેમ રતન ધન પાયોમાં નેગેટિવ પાત્ર અદા કરતો નજર આવ્યો હતો. આ સીવાય તેણે જાની દુશ્મન, જાની દુશ્મન એક અનોખી પ્રેમ કહાની, કહર અને ઔલાદ કે દુશમન જેવી ફિલ્મોમાં કામ કર્યુ છે. તેને ફિલ્મોમાં તો એટલી સફળતા ન મળી. પણ તે ફિલ્મી પરિવારમાંથી આવે છે. તે ડિરેક્ટર રાજકુમાર કોહલીનો દીકરો છે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર