આલિયાને કારણે બોલિવૂડ એક્ટર્સને મૂર્ખ મનાય છે? અર્જૂન કપૂર આવુ કેમ બોલ્યો, જુઓ video

આલિયાને કારણે બોલિવૂડ એક્ટર્સને મૂર્ખ મનાય છે? અર્જૂન કપૂર આવુ કેમ બોલ્યો, જુઓ video
અર્જુન કપૂરે આ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યો કે, લોકો ઇન્ટિલિજન્સનાં મામલામાં એકટર્સ પાસે કેમ ઓછી આશા હોય છે.

અર્જુન કપૂરે આ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછ્યો કે, લોકો ઇન્ટિલિજન્સનાં મામલામાં એકટર્સ પાસે કેમ ઓછી આશા હોય છે.

 • Share this:
  મુંબઇ : કોરોના વાયરસને (coronavirus) કારણે બોલિવૂડ સેલેબ્સ  (Bollywood) પણ ઘરોમાં બંધ છે અને જનતાને પણ ઘરમાં જ રહેવાની (stay home) અપીલ કરે છે. ત્યારે સેલેબ્સ વિવિધ રીતે પોતાના ફેન્સ સાથે જોડાયેલા રહેવા અનેક તસવીરો, વીડિયો શેર કરે છે. સાથે તેમના ઇન્ટરવ્યૂ અને લાઇવ ચેટ પણ કરતા હોય છે. અભિનેતા અર્જૂન કપૂરે પણ એક ઇન્ટરવ્યૂમાં પોતાની પ્રોફેશલ અને પ્રાઇવેટ જિંદગીની વાતો કરી છે. આ વાતોમાં અર્જૂન કપૂરે કોફી વિધ કરણમાં આલિયા ભટ્ટ (Alia Bhatt) અંગે પૂછાયેલા પ્રશ્નનાં જવાબમાં તે ટ્રોલ થયો હતો તે અંગે પણ વાત કરી છે.

  અર્જુન કપૂરે આ ઇન્ટરવ્યૂમાં પ્રશ્ન પૂછયો કે, લોકો ઇન્ટિલિજન્સનાં મામલામાં એકટર્સ પાસે કેમ ઓછી આશા હોય છે. અનુપમા ચોપડાએ અર્જુનનો લૉકડાઉન ઇન્ટરવ્યૂ લીધો હતો. જેમાં તેણે અર્જૂનને પોતાના વિસ્તારનો પીનકોડ પૂછ્યો. અર્જૂને તમામ સવાલોનાં જવાબ આપ્યાં પરંતુ આવા સવાલથી તે નિરાશ થયા અને તેમણે કહ્યું કે, લોકો બોલિવૂડ સ્ટાર્સની ઇન્ટિલિજન્સને કેટલા નીચા સ્તરની માને છે.  અર્જૂને ઘણી જ સહજતાથી બધા પ્રશ્નોનાં જવાબ આપ્યાં. તેમણે કહ્યું કે, કોફી વિથ કરણ પર આલિયાને કરાયેલા એક સવાલથી આખી ફિલ્મ ફેટર્નિટીનાં આઈક્યૂને બરબાદ કરી દીધો છે.  આ પણ વાંચો : રામાનંદ સાગરની 'શ્રી ક્રિષ્ના'માં હિમેશની પત્ની સોનિયાએ ઐતિહાસિક પાત્ર ભજવ્યુ હતું, જાણો અવનવી વાતો

  નોંધનીય છે કે, વર્ષ 2012માં કોફી વિધ કરણનાં એક એપિસોડમાં આલિયા ભટ્ટને કરણ જોહરે એક સવાલ પૂછ્યો હતો કે, આપણા રાષ્ટ્રપતિ કોણ છે. જેના જવાબમાં આલિયાએ જલ્દી જલ્દીમાં પૃથ્વીરાજ ચૌહાણનું નામ લીધું હતું. જવાબ તો ખોટો જ હતો પરંતુ આ પછી તેને વર્ષો સુધી ટ્રોલ થવું પડ્યું હતું. આ અંગે સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે, મેં જલ્દી જલ્દી જવાબ આપવાને કારણે આવું કહ્યું હતું.

  આ પણ જુઓ -
  Published by:News18 Gujarati
  First published:April 27, 2020, 11:17 am

  ટૉપ ન્યૂઝ