Home /News /entertainment /

અર્જુન કપૂરે 16 કરોડમાં પોતાનો ફ્લેટ વેચ્યો, ગર્લફ્રેન્ડ મલાઈકાની બિલ્ડિંગમાં શિફ્ટ નહીં થાય

અર્જુન કપૂરે 16 કરોડમાં પોતાનો ફ્લેટ વેચ્યો, ગર્લફ્રેન્ડ મલાઈકાની બિલ્ડિંગમાં શિફ્ટ નહીં થાય

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તાજેતરમાં પોતાના બ્રાન્દ્રાવાળા ફ્લેટને 16 કરોડમાં વેચી દીધો છે. તેણે ગયા વર્ષે જ પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની બિલ્ડિંગમાં આ ફ્લેટને 20 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ હવે તેણે 4 કરોડની ખોટમાં વેચી દીધો છે. અર્જુનનો આ ફ્લેટ 4BHK નો છે.

બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તાજેતરમાં પોતાના બ્રાન્દ્રાવાળા ફ્લેટને 16 કરોડમાં વેચી દીધો છે. તેણે ગયા વર્ષે જ પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની બિલ્ડિંગમાં આ ફ્લેટને 20 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ હવે તેણે 4 કરોડની ખોટમાં વેચી દીધો છે. અર્જુનનો આ ફ્લેટ 4BHK નો છે.

વધુ જુઓ ...
    બોલિવૂડ એક્ટર અર્જુન કપૂરે તાજેતરમાં પોતાના બ્રાન્દ્રાવાળા ફ્લેટને 16 કરોડમાં વેચી દીધો છે. તેણે ગયા વર્ષે જ પોતાની ગર્લફ્રેન્ડ મલાઈકા અરોરાની બિલ્ડિંગમાં આ ફ્લેટને 20 કરોડમાં ખરીદ્યો હતો, પરંતુ હવે તેણે 4 કરોડની ખોટમાં વેચી દીધો છે. અર્જુનનો આ ફ્લેટ 4BHK છે, જે 4364 સ્ક્વેર ફૂટમાં બનેલો છે.

    બહેન અંશુલાએ સેલ્સ ડોક્યુમેન્ટ પર સાઈન કર્યા

    રિપોર્ટ્સના અનુસાર, સેલ ડોક્યુમેન્ટને 19 મેના રોજ રજિસ્ટર કરાવવામાં આવ્યા હતા. ફ્લેટના રજિસ્ટ્રેશન માટે લગભગ 96 લાખ રૂપિયાની સ્ટેમ્પ ડ્યૂટી ચૂકવવામાં આવી હતી. તેમજ અર્જુનની બહેન અંશુલા કપૂરે સેલ્સ ડોક્યુમેન્ટ પર સાઈન કરી છે. આ ફ્લેટ બ્રાંદ્રા વેસ્ટ સ્થિત 81 ઓરેટ બિલ્ડિંગમાં હતો.

    સોનાક્ષીનો સિન્હા પણ આ બિલ્ડિંગમાં રહે છે

    અર્જુનનો આ ફ્લેટ તેના પ્રાઈમરી લોકેશન પર નહોતો. તે અત્યારે જુહૂ સ્થિતિ રહેજા ઓર્ચિડ બિલ્ડિંગમાં રહે છે. તે સિવાય આ બિલ્ડિંગમાં ઘણા સેલેબ્સ પણ રહે છે, જેમ કે સોનાક્ષી સિન્હા, કરણ કુંદ્રા વગેરે. કરણ કુંદ્રાએ તાજેતરમાં આ બિલ્ડિંગના 12મા ફ્લોર પર 14 કરોડ રૂપિયામાં ફ્લેટ ખરીદ્યો છે. તેને પણ બધાની જેમ 3 કાર પાર્ક કરવાનું એક્સેસ મળ્યું છે. તેમજ સોનાક્ષીએ 2020માં અહીં 16મા ફ્લોર પર ઘર ખરીદ્યું હતું.

    અર્જુન કપૂરનું વર્કફ્રન્ટ

    અર્જુનના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે ટૂંક સમયમાં મોહિત સૂરીની ફિલ્મ 'એક વિલન 2' માં જોવા મળશે. આ ફિલ્મમાં અર્જુનની સાથે જ્હોન અબ્રાહમ, દિશા પટની અને તારા સુતારિયા પણ છે. આ ફિલ્મ વર્ષ 2014માં આવેલી ફિલ્મ 'એક વિલન' નો બીજો પાર્ટ છે, જે 29 જુલાઈએ 2022ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. મોહિત સુરીએ આ ફિલ્મને ડાયરેક્ટ કરી છે. તેમજ ટી રિસીઝ અને બાલાજી ટેલિફિલ્મ્સે મળી તેને પ્રોડ્યુસ કરી છે. તે સિવાય અર્જુન, આસમાન ભારદ્વાજની અનટોલ્ડ અને અજય બહલની 'ધ લેડી કિલર'માં જોવા મળશે.
    Published by:Priyanka Panchal
    First published:

    Tags: Arjun Kapoor, Malaika Arora

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन