મુંબઇ: એક્ટ્રેસ શ્રીદેવીનાં નિધન બાદથી જ અ્જુન કપૂર પિતા બોની કપૂરની અને તેની સાવકી બહેનો જાહ્નવી અને ખુશીને લઇને પ્રોટેક્ટિવ થઇ ગયો છે. કેટલાંક દિવસો પહેલાં જાહ્નવીએ આ વાતનો ખુલાસ કર્યો છે કે, આ વર્ષે તે અને ખુશી અર્જુન કપૂરને રાખી બાંધશે. તેણે કહ્યું હતું કે, આ પહેલી વખત બનશે જ્યારે બંને બહેનો અર્જુનની સાથે રક્ષાબંધન ઉજવશે.
હવે અર્જુને રાખડી પહેલાં તેની બહનોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. જેમાં ખુશી અને અંશુલા ખુબજ ગ્લેમર્સ નજર આવે છે. અર્જુને આ તસવીર શેર કરતાં લખ્યું કે, આ બંને છે રિઅલ શો સ્ટોપર. સાથે જ કહ્યું કે તેને તેની બહેનો પર ગર્વ છે. આ તસવીરને થોડા કલાકમાં જ લાઇક મળવાની શરૂ થઇ ગઇ.
આમ તો આ પહેલી વખત નથી કે અર્જુન તેની બહેનોની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ પહેલાં પણ ઘણી વખત તે તેની બહેનોની ફેન્સ સાથે શેર કરી ચુક્યો છે.
આપને જણાવી દઇએ કે શ્રીદેવીનાં નિધન બાદ અર્જુન તેનાં પિતા અને સાવકી બહેનો ઘણાં નજીક આવી ગયા છે.