Home /News /entertainment /અર્જુન કપૂર સાવકી માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો, વણસેલા હતા સંબંધો

અર્જુન કપૂર સાવકી માને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યો, વણસેલા હતા સંબંધો

અર્જુન કપૂર

અર્જુન કપૂર શ્રીદેવીના પતિ બોની કપૂરની પ્રથમ પત્નીનો પુત્ર છે. તેના અને શ્રીદેવીના સંબંધો સારા ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે.

શ્રીદેવીના મોત બાદ તેનો સાવકો પુત્ર અર્જુન કપૂર પણ મુંબઈ એરપોર્ટ નજરે પડ્યો હતો. અહીંથી તે સીધો જ તેના કાકા અનિલ કપૂરના ઘરે પહોંચ્યો હતો, જ્યાં તમામ લોકો શ્રીદેવીને શ્રદ્ધાંજલિ આપવા માટે પહોંચ્યા હતા. શ્રીદેવીના મોતના સમાચાર આવ્યા બાદ તેના ફેન્સ તેની ઘરની બહાર એકઠા થઈ ગયા હતા. અનિલ કપૂરના ઘરની બહાર પણ શ્રીના ચાહકોની ભીડ એકઠી થઈ ગઈ હતી.

તમને જણાવી દઈએ કે અર્જુન કપૂર શ્રીદેવીના પતિ બોની કપૂરની પ્રથમ પત્નીનો પુત્ર છે. તેના અને શ્રીદેવીના સંબંધો સારા ન હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. એટલે સુધી કે તે શ્રીદેવી કે તેની પુત્રીઓ સાથે ક્યારેય વાતચીત પણ કરતો ન હતો. હવે તેની અમુક તસવીરો સામે આવી છે, જેમાં તે અનિલ કપૂરના ઘરે શોક સંવેદના વ્યક્ત કરવા માટે પહોંચ્યો હતો.

શ્રીદેવીને ભારતની પ્રથમ ફિમેલ સુપરસ્ટાર કહેવામાં આવે છે. 53 વર્ષની અભિનેત્રીનું મોત દુબઇમાં હૃદયરોગનો હુમલો આવી જવાને કારણે થયું હતું. શ્રીના મોતના કારણે તેના કરોડો ચાહકોને આઘાત લાગ્યો છે.

સૂત્રોના જણાવ્યા પ્રમાણે ભારતીય ઉદ્યોગપતિ અનિલ અંબાણીએ બોલિવૂડ અભિનેત્રી શ્રીદેવીના પાર્થિવ શરીરને ભારત લાવવા માટે પોતાનું વિમાન દુબઇ મોકલ્યું છે. રિલાયન્સ ટ્રાન્સપોર્ટ એન્ડ ટ્રાવેલ લિમિટેડના 13 બેઠક ધરાવતા ખાનગી વિમાન (એમ્બ્રાયર 135બીએ) રવિવારે 1.30 PM વાગ્યે મુંબઈથી દુબઇ જવા માટે ઉડાન ભરી હતી.નોંધનીય છે કે ગયા અઠવાડિયે શ્રીદેવી તેના પતિ બોની કપૂર અને નાની પુત્રી ખુશી સાથે મોહિત મારવાહના લગ્નમાં સામેલ થવા માટે દુબઈ પહોંચી હતી. રિપોર્ટ્સ પ્રમાણે લગ્ન બાદ બોની કપૂર મુંબઈ પરત આવી ગયા હતા. પરંતુ શનિવારે તેઓ પરત દુબઈ પહોંચી ગયા હતા. તેઓ શ્રીદેવીને કોઈ સરપ્રાઇઝ આપવા માંગતા હતા. શ્રી માટે તેણે એક ડિનટ ડેટનું પ્લાનિંગ કર્યું હતું. જ્યારે બોનીએ તેને ડિનર માટે જવાનું કહ્યું ત્યારે તે તૈયાર થવા માટે બાથરૂમમાં ચાલી ગઈ હતી. અહીં જ તેનું હૃદયરોગના હુમલાને કારણે મોત થઈ ગયું હતું.
First published:

Tags: Arjun Kapoor, Boney kapoor, અનિલ કપૂર