ન્યૂઝ18 ગુજરાતી: અર્જુન કપૂરની ફિલ્મ 'ઇન્ડિયાઝ મોસ્ટ વોન્ટેડ'નું ટિઝર રીલિઝ કરવામાં આવ્યું છે. આ ટિઝરમાં અર્જુન કપૂર જામે છે. આ ટિઝરમાં અર્જુન દેશનાં સૌથી મોટા આતંકવાદી જેણે અમદાવાદ, જયપુર, હૈદરાબાદ, પુણે, બેંગ્લુરુ,દિલ્હી, મુંબઇ જેવાં અનેક શહેરોમાં બોમ્બ બ્લાસ્ટ કરાવ્યા છે. તેની શોધમાં છે. આ ફિલ્મ 24 મેનાં રોજ રિલીઝ થઇ રહી છે. જેનું ટીઝર રિલીઝ થઇ ગયુ છે.
આ ફિલ્મ 24 મેના રોજ રીલિઝ થશે. ત્યાં જ ટીઝર આજે રિલીઝ થયુ છે. આ ફિલ્મને લખી અને ડિરેક્ટ રાજકુમાર ગુપ્તાએ કરી છે. તેને પ્રોડ્યુસ ફોક્સ સ્ટાર સ્ટૂડિયોએ પ્રોડ્યુસ કરી છે. આ ફિલ્મમાં અર્જુન કપૂર ઉપરાંત રાજેશ શર્મા, પ્રશાંત એલેક્સેન્ડર, ગૌરવ મિશ્રા, આસિફ ખાન, શાંતિલાલ મુખર્જી, બજરંગબલી સિંઘ અને પ્રવિણ સિંહ સિસોદિયા લિડ રોલમાં છે.
ગઇકાલે 15 એપ્રિલનાં રોજ આ ફિલ્મનું પહેલું પોસ્ટર રિલીઝ થયુ હતું. જેની ટેગલાઇન છે ધ મેન હંટ બિગેન્સ. જે અર્જુન કપૂરે તેનાં ઇનસ્ટાગ્રામ પેજ પર શેર કર્યુ હતું. આ પોસ્ટર પર સૌથી પહેલું રિએક્શન મલાઇકા અરોરાનું હતું. તેણે અર્જુનના ફર્સ્ટ લુક પર ફાયરના એમોજી મોકલ્યા હતા. મલાઇકા ઉપરાંત ભૂમિ પેડનેકર, ફરાહ ખાન, હુમા કુરેશી અને સંજય કપૂરે પણ રિએક્શન આપ્યા હતા.
ઉલ્લેખનીય છે કે, ફિલ્મની કહાણી એ રિયલ હીરોઝની છે જે સિક્રેટ મિશન પર છે. ફિલ્મના ડાયરેક્ટર રાજ કુમાર ગુપ્તા છે. આ ફિલ્મમાં અર્જૂન ઉપરાંત અમૃતા પુરી અને રાજેશ શર્મા પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.
Published by:Margi Pandya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર